Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી કોરડીયાની લાલઆંખ :  ફરજમાં લાપરવાહ રહેનાર ખાખીધારીઓ ચેતજો.!

09 June

કંડલાના મહિલા પીઆઈની હકાલપટ્ટીથી સુચક સંકેત




અગાઉ કચ્છમાં યશસ્વી સેવા બજાવી ચૂકેલા વર્તમાન આઈજીશ્રી ચિરાગ કોરડીયાએ ગુનેગારો અને અસામાજીક તત્વો બાદ હવે ફરજમાં બેદરકારી દાખવનારા ખાખીધારીઓની સામે પણ ત્રિનેત્ર ખોલ્યું : નાર્કેાટીકસના ગુનામાં આરોપીની સામે ચાર્જસીટ દાખલ કરવામાં ઢીલાશ દાખવનાર પીઆઈને પાણીચું આપીદેવાયું 



કંડલામાં પાઈપલાઈન ઓઈલચોરો, ટેન્કર ઉઠાવી જઈ અને તેલચોરી-લુેંટ ચલાવનારા ભરત-નટુ ગેંગ, દેશી-ઈંગ્લીશના દારૂ તથા ભંગારચોરીના બેનામી ધંધાઓને ધમધમાવનારા વહીવટદારો નરેન્દ્ર-અજય જેવાઓના એકના એક જગ્યાએ રહેલા અડીંગા પણ કયાંક ને કયાંક નડી તો નથી ગયા ને?  જાણકારોનો સવાલ



ડ્રગ્સમુકત ગુજરાત અભિયાન સામે ગુજરાત સરકાર ઝુંબેશરૂપ કાર્યવાહી કરી રહી છીે, તેવામાં ર૩ લાખથી વધુના કોકેઈન જેવા એમડી ડ્રગ્સની તપાસમાં ઢીલાશ રાખવી, તહોમતદાર તેનીઆડમાં છુટી જવો સહિતની સ્થિતીમાં જોકોઈ સિન્ડીકેટ રચાઈને પૈસાની મોહીનીમાં ખેલ પડાયો હોય તો તેવા તત્વોએ પણ ચેતી જવાની છે જરૂર : વર્તમાન આઈજી શ્રી કોરડીયા દેશહિતના મુદ્દે કયાંય કોઈ પણ જાતની બાંધછોડ નહી કરે તેનો દાખલો કંડલા પીઆઈના સસ્પેન્સન પરથી મળી જ ગયો છે..!



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એસપી સાગર બાગમાર અને અંજાર ડીવાયએસપીશ્રી મુકેશ ચૌધરી સહિતની ટીમ દ્વારા એક તરફ કાયદાના હિતમાં જડબેસલાક કાર્યવાહી કરવામા આવી રહી છે, આ બન્ને અધિકારીઓનીટીમની ગુનેગારો સામે ધોક્કાછાપ કાર્યવાહી તથા પ્રજાની સાથે સોહાર્દપૂર્ણ વ્યહવારના લીધે પોલીસ પ્રજાનો મિત્ર હોવાની ઉકિત સાથર્ક થવા પામી જ રહી છે હવે તો આ બન્ને ઉપરી 
અધિકારી એસપી-ડીવાયએસપી સહિત આખીય કચ્છ બોર્ડર રેન્જના અધીકારીઓને કાયદાના હિતમાં સચોટ અને ત્વરિત માર્ગદર્શન મળી રહે તેવા આઈજીશ્રી ચિરાગ કોરડીયા કચ્છ બોર્ડર રેન્જની કમાન સંભાળી રહ્યા છે. તેઓના આગમનની સાથે જ અહી મોટા ગુનેગારોમાં તો ફફડાટ થવા પામ્યો છે, સરહદો પણ સજજડ બનવા પામી છે પરંતુ હવે તો કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીએ ફરજમાં લાપરવાહી દાખવનાર અથવા તો એક યા બીજ ીરીતેબેદરકાર રહેનાર ખાખીધારીઓને પણ કડક સંદેશ આપી દીધો હોય તેવી રીતે પૂર્વ કચ્છ માત્ર જ નહી પરંતુ કચ્છ આખાયમાં જે ક્રીમ પોસ્ટીંગ મનાય છે અને ખુબજ જવાબદારી વાળી તથા મહત્વપૂર્ણ પોલીસ મથક કહેવાય છે તેવા કંડલા પોલીસ  મથકના પીઆઈને ફરજમાં લાપરવાહી બદલ સસ્પેન્ડ  કરી દીધા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
નાર્કોટીકસના એક ગંભીર ગુનાની તપાસમાં નિયમ સમય મર્યાદામાં ચાર્જસીટ દાખલ કરવાના બદલે અનેકવધુ દિવસોબાદ ચાર્જીસીટ રજુ કરવામા આવતા તહોમતદારને જાનીમ આપવા પડી રહ્યા હોવાની નામદાર અદાલતની ટકોર બાદ આ પીઆઈ સામે કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ચિરાગ કોરડીયાએ લાલઆંખ જ કરી દીધી છે અનેતેમને ફરજમુકત કરી દીધા છે. તેઓએ આવા પગલા લીધા હોવાથી નિષ્કાળજી દાખવનારા ખાખીધારીઓમાં પણ છાને ખુણે મોટો ફફડાટ જ વ્યાપી જવા પામી ગયો છે. શ્રી ચિરાગકોરડીયા અગાઉ કચ્છમાં ફરજ બજાવી ચૂકેલા છે એટલે તેઓ કચ્છના ગુનાહિત ભુગોળ, કચ્છની ખમીરવંતી પ્રજાના માનસ અને અહીના કર્મચારીઓની સંઘ ભાવના સહિતનાઓનેબરાર રીતે સમજી રહ્યા હોવાની સ્થીતીમાં છે. કંડલા પીઆઈ પર લેવાયેલ આ પગલાથી આખાયબેડામાં જયા કયાંય પણ વધુ ઓછા અંત્તે ફરજમા લાપરવાહી દાખવનારાઓ હશે તેમનામાં પણ એક ફડક જ બેસી જવા પામી ગઈ છે. આઈજીશ્રીએ આ રીતેલાલઆંખ કરી અને આખાય પોલીસ બેડાને   પણ સંદેશ આપી દીધો છે કે, પ્રજાહિતના કામો, કાયદાની મર્યાદાઓ ચુકશો અને ફરજમાં લાપરીવાહી દાખવજો તે જરા સહેજ પણ હવે ચલાવી લેવાશે નહી.


........


ફરજમાં બેદરકારી બદલ કંડલા મરીન પીઆઈ હીના હુંબલ સસ્પેન્ડ

ગાંધીધામમાં એસઓજીએ પંજાબના શખ્સને ર૩ લાખના કોકેઈન સાથે પકડયા બાદ તપાસ પીઆઈ હુંબલને સોંપાઈ હતી : ૬૦ના બદલે ૭૬ મા દિવસે ચાર્જશીટ રજુ કરતા આરોપી જામીન પર છૂટી જતા લેવાયા પગલા
ગાંધીધામ : એકતરફ એલસીબી, એસઓજી જેવી એજન્સીઓ રાત - દિવસ એક કરીને જિલ્લામાં ગુનાખોરી અટકાવવા માટે પ્રયત્નો કરતી હોય છે. આ બન્ને એજન્સીઓનું મુખ્ય કામ આરોપીઓને પકડવાનું હોય છે. આગળની કામગીરી તપાસનીશ અને થાણા ઈન્ચાર્જને કરવાની હોય છે. આરોપીઓ તો પકડતા નથી પરંતુ જે આરોપીઓ ઝડપાય તેમને સજા પ્રાપ્ત થાય તેવી કામગીરી પણ અમુક થાણા ઈન્ચાર્જો કરતા નથી જેના કારણે મહિનાઓ બાદ આરોપીઓનો નિર્દોષ છુટકારો થતો હોવાની ઘટના બનતી હોય છે. આવા એક કિસ્સામાં રેન્જ આઈજીએ કંડલા મરીનના પીઆઈ હીના હુંબલને સસ્પેન્ડ કરીને શિસ્તબદ્ધ ગણાતા પોલીસબેડામાં સૌ અધિકારી કર્મચારીને પોતાની ફરજ પ્રત્યે સભાન રહેવા ઈશારો આપી દીધો છે.ગત ર ફેબ્રુઆરીના એસઓજી દ્વારા રેલવે સ્ટેશનથી બસ સ્ટેશન જતા રોડ પર પગપાળા જતા અંજારના કુલવીંદરસિંઘ હરવીંદરસિંઘ શીખને ઝડપી તેની પાસેથી ર૩.પ૯૦ ગ્રામ કોકેઈન ઝડપી લેવામાં આવ્યું હતું. જેની કિંમત ર૩.પ૦ લાખ આંકવામાં આવી હતી. તે સમયે તપાસ પીઆઈ એચ. કે. હુંબલને સોંપવામાં આવી હતી.  નિયમ પ્રમાણે ૬૦ દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવાની હતી પરંતુ સમયાનુસાર ચાર્જશીટ રજુ ન થઈ અને ૭૬માં દિવસે ચાર્જશીટ રજુ થતા આરોપીએ ડીફોલ્ટ બેલ માટે અરજી કરતા કોર્ટે જામીન મુકત કર્યો હતો. સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદામાં સ્પષ્ટ જણાવાયું કે, તપાસ કરનાર અધિકારીની ગંભીર બેદરકારીના કારણે સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને જામીન મુકત કરાયો છે. આ કેસમાં કંડલા મરીનના પીઆઈ હીનાબેન હુંબલની સ્પષ્ટ બેદરકારી હોવા બાબતે નોટીસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો હતો. જે બાદ રેન્જ આઈજી ચીરાગ કોરડીયાએ પીઆઈને સસ્પેન્ડ કરતું હુકમ કર્યો છે. 

Comments

COMMENT / REPLY FROM