Trending News
સ્થાનિક સમાચાર

એમએચઓના નામે ડીઝલની દાણચોરી મુદ્દે મુંદરામાં તવાઈ : ૧રર કન્ટેનરો પર બ્રેક : ઉંડી તપાસનો ધમધમાટ

09 June

મુંદરા કસ્ટમ એસઆઈઆઈબી-ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સીનો સંયુકત સપાટો




અબ આયા ઉંટ પહાડ કે નીચે : ડીઝલ દાણચોરી કરનારાઓમાં ફફડાટ


મિક્ષ હાઈડ્રા કાર્બન-બેઝ ઓઈલ ડીકલેર કરી એ તેની આડમાં પ્યોર ડિઝલ મંગાવાતો હોવાના અખબારી અહેવાલો બાદ હવે તંત્ર એકશનમાં : પ્રથમ યુએઈથી આવેલા ચાર કન્ટેનરો અટકાવ્યા બાદ હવે મુંદરા એસઆઈઆઈબીએ આવા પાઈપલાઈનમાં રહેલા ૧૦૦થી વધુ કન્ટેઈનરોને કર્યા સાઈડમાં : જે જે સીએફએસમાં આવા કન્ટેઈનરો આવ્યા છે તે તમામને તંત્રએ આપી દીધો કડક નિર્દેશ, એજન્સીઓની પરવાનગી અને હાજરી વિના સેમ્પલીંગની પ્રક્રીયા ન કરવી 


ગાંધીધામ : દેર સે આયે દુરસ્ત આયે, નાછુટકે તો નાછુટકે, મને કમને તો એમ પરંતુ હવે મુંદરામાં કસ્ટમ વિભાગ દ્વારા  વિદેશથીઆવી રહેલા કેમીકલ અને પેટ્રોલિયમ પદાર્થની આડમાં ડીઝલની દાણચોરીના ધંધાઓ પર રોક લગાવવાની દીશામાં કડક કાર્યવાહી કરી દેખાડી હોય તેવા અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર મુંદરા બંદર પર દુબઈથી તાજેતરમા જ આવેલા ચાર જેટલા કન્ટેઈનરોમાં પેટ્રોલિયમ પદાર્થના નામે પ્યોર ડીઝલની જ આયાત કરવામા આવી હોય તેવી ગંધ આવતા એજન્સીઅએ ચોકકસ બાતમીના આધારેતપાસ કરતા તે સાચુ ઠર્યુ હોવાથી તે પછી તપાસનો ધમધમાટવિના વિલંબે આદરી દેતા ગઈકાલ સુધીમાં મળતી માહીતી અનુસાર મુંદરામાં હાલના તબક્કે અંદાજીત ૧રર જેટલા આવા કન્ટેઈનરો અલગ અલગ સીએફએસમાં થંભ જાવનો આદેશ આપી દેવામા આવ્યો છે.
પેટ્રોલિયમ પદાર્થ, એમએચઓ, મિક્ષ હાઈડ્રો કાર્બન ઓઈલ ડીકલેર કરી અને તેની આડમાં ડીજલ મંગાવાયા હોવાની આશંકાએ ૧રર જટલા કન્ટેઈનરને કંડલા કસ્ટમ વિભાગની ટીમેઅટકાવવાના આદેશ આપી દીધા છે. તેઓને આ બધાયમાંઆશંકાઓ આવી છે કે, અહી ડીઝલની દાણચોરીકરવામા આવી છે.પ્રાથમીક તબક્કે આ શંકાના આધારે હવેસેમ્પલીંગ કરવામા આવશે. સેમ્પલીંગ બાબતે પણ આ તમામ સીએફએસને સચોટઆદેશ આપીને કહી દેવાયુ છે કે, આ કન્ટેઈનરોના સેમ્પલીંગ કસ્ટમ અને ડીઆરઆઈના અધિકારીઓની હાજરીમાં જ કરવામા આવશે. આમ આ મુજબનીકસ્ટમની કડક કાર્યવાહીના લીધે એમએચઓની આડમાં ડીઝલ મંગાવનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

........


૧રર કન્ટેઈનર જુદા જુદા સીએફએસમાં અટકાવી દેવાયા :
સેમ્પલીંગ મુદે કસ્ટમએ સત્તાવાર કડક સર્કયુલર કર્યો 

ગાંધીધામ :  મુંદરા-કંડલા કસ્ટમ વિભાગમાં પેટ્રોલીયમ પદાર્થની આયાતમાં ગેરરીતી થતી હોવાના આંખ ઉઘાડનારા અહેવાલો સામે આવ્યા હતા. જે બાદ હવે તંત્ર હરકતમા આવવા પામયુ છે. આ બાબતે મળતી માહીતી અનુસાર મુંદરા કસ્ટમ એસઆઈઆઈબી વિંગે હાલમાં આવા ૧રર જેટલા અલગ અલગ કનટટેનરો સીએફસમાં અટકાવી દીધા છે અને તેમા સેમ્પલીંગમાં પણ કેાઈ જ ગાલમેલ ન કરે તે માટે કસ્ટમ અને એસઆઈઆઈબી વિંગના અધિકારીઓની હાજરીમાં જ ચોકકસ કન્ટેઈનરોના સેમ્પલીંગ થશે તેવો લેખિત આદેશ પણ વહેતો કરી દીધો છે એટલે કે સર્કયુયર પણ વહેતો કરી દેવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.


.........


એમએચઓના નામે ડિઝલ દાણચોરી કરનારાઓ તો ગયા : 
કસ્ટમે તમામનો રેકોર્ડ અંકે કરવાની છુપી કામગીરી આદરી

ગાંધીધામ : મુંદરા અને કંડલામાં એમએચઓના નામે ડીઝલમંગાવી દેશની તિજોરી પર લુંટ ચલાવનારા તત્વો હવે સાણસામાં આવી રહ્યા છે અનેતે અંગે મળતી વધુ વિગતો અનુસાર અમુકકન્ટેઈનરોને મુંદરામાં બાજુ પર રખાવી  દેવામા આવ્યા છે તો વળી તે જ પ્રકારની કોમોડીટી મંગાવનારાઓ પર પણ કસ્ટમે બાજ નજર રાખવાનુ શરૂ કરી દીધુ છે. આ માટે ચોકકસ કર્મીઓને જવાબદારી સોપી દેવામા આવી છે. અને આવી પાર્ટીઓના નામ-ઠામ-ટ્રેક રેકાર્ડ,કોન્ટેકટ નંબર સહિતનું માહીતીઓ-ડેટા અપડેશનનુ કામ છુપી રીતે શરૂ પણ કરી દેવામા આવ્યુ છે. એટલે હવે આવી હરકત આદરનારો તો કસ્ટમના રવાડે ચડયો જ ચડયો.

.........

Comments

COMMENT / REPLY FROM