Trending News
સ્થાનિક સમાચાર

ખારીરોહરમાં સરકારી અનાજના કૌભાંડોના ખુલાસા સરાહનીય પણ  ગાંધીધામના ભુતપૂર્વ ભ્રષ્ટકર્મીની સામે લાલઆંખ કેમ નહીં..?

07 June


જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા કેમ ન કરે વક્રદ્રષ્ટી..!




ભુતપૂર્વ ભ્રષ્ટ કર્મીની મંડળી ફરીથી પોતાની માયાજાળ ગોઠવવા માટે મામલતદાર કચેરીના વધારી દીધા છે આંટાફેરા : જવાબદાર અધિકારી ચેતતા રહેજો, ફરીથી જો આ ટોળકીમાથી કોઈને પણ તક મળી તો તમારો તપેલો પણ આ ટોળકી થકી ચડતા વાર નહી થાય..!


ખાટલે મોટી ખોટ : જિલ્લા પુરવઠા વિભાગની ટીમોએ હાલમાં ભુજ-મિરઝાપર-અંજાર અને ગાંધીધામના ખારીરોહર સહિતમાથી 
સરકારી રાશનની ઘટ્ટનો કિસ્સાઓ રેશનીંગ દુકાનોમાથી ખુલ્લા 
પાડી દીધા છે, પરંતુ જે અનાજની ઘટ્ટ આવી તે અનાજ છે કયાં? રેશનીંગવાળાઓએ આ અનાજ કોને વહેચ્યું છે? તેમના સુધી કેમ 
તપાસ નથી લંબાવાતી? રેશનીંગની દુકાનોમાથી સરકારી અનાજ ખરીદનારાઓના ચહેરાઓ થવા જોઈએ બેનકાબ..!

ગાંધીનગર-કચ્છ જિલ્લાની પુરવઠાની ટીમોએ ખારીરોહરમાથી ટુકા સમયકાળમાં બે દુકાનમાં સરકારી અનાજની કાળા બજારીનો કરી દીધો છે પર્દાફાશ : જો ગાંધીનગર-જિલ્લાના અધિકારીઓને આ ખ્યાલ આવતો હાયે તો સ્થાનિકનું તંત્ર કેમ કુંભકર્ણિ નિદ્રામાં ઘોરતું રહી ગયુ હતુ? સરકાર અધિકારી-કર્મીઓની મદદગારી કે ગુનાહિત લાપરવાહી વિના આવા કૃત્યોને અંજામ અપાય જ કેવી રીતે?

સંચાલકો સામે ભલે કાર્યવાહી થાય પરંતુ આવા રેશનીંગવાળાઓ પર ગાંધીધામ પુરવઠાના ભુતપૂર્વ કયા ભ્રષ્ટ કર્મીઓ ૪ હાથ રાખી ગયા? ગાંધીનગર અને જિલ્લાની ટીમો આ બધા ભોપાળાઓ પકડે છે, તો ભુતપૂર્વ ભ્રષ્ટ કર્મીઓની આખીય સિન્ડીકેટને તે કેમ ન હોતુ દેખાતુ? : ખરેખર જો આવા ભુતપૂર્વ ભ્રષ્ટ કર્મીઓની ભૂમિકાઓ સામે આવે તો તેના પેન્શન સહિતના બધાય જ હકક-લાભો પણ અટકાવી દેવા જોઈએ : ન માત્ર ભ્રષ્ટ પૂર્વ અધિકારી-કર્મી બલ્કે તે સમયના ઓપેરેટરેથી લઈ અને હંગામી કર્મીઓ સુધીના જેમની પણ ભુમિકા ફીટ થતી હોય તે બધાની સામે ફોજદારી રાહે જ લેવુ જોઈએ કામ

આ રાશનની દુકાન વાળા ગેરકાયદેસર કામો કરતા પકડાય છે પછી પણ ‘પાસા’ કેમ કરવામાં આવતા નથી ? બધા સાથે ગોઠવણી છે કે શું ?
        


ગાંધીધામ : ગુજરાત સરકાર એકતરફ પ્રત્યેક છેવાડાના અંતિમ, વંચિત, ગરીબને વિકાસનો સ્પર્શ ચખાડવા ભગીરથ પ્રયાસો કરી રહી છે. કોઈ પણ વ્યકિત ભુખ્યો ન સુવે તે માટે સરકાર રેશનીંગની પણ કઈ કેટલીય વસ્તુઓ નિશુલક કરી દીધી છે પરંતુ ખરેખર આ અનાજનો જથ્થો સાચા લાભાર્થીઓ સુધી પહોચાડવાના બદલે અમુક બની બેઠેલા ચમરબંધી રેશનીંગવાળાઓ તેને સગેવગે કરી રહ્યા છે અને તેની ધુમ કાળા બજારી જ કરતા હોય તેમ ગાંધીધામ પટ્ટામાં હાલમાં ખારીરોહર વિસ્તારમાં ઉપરાછાપરી બે દુકાનોમાં જિલ્લાની એજન્સીની સરપ્રાઇજ વિઝીટથી પર્દાફાશ થવા પામી ગયો છે. ખારીરોહરમાં પ્રથમ દુકાનમાં તો ડમી કાર્ડ  બનાવીને આ કૌભાંડ ચાલતુ હોવાનુ ખુલવા પામ્યુ હતુ તો તે બાદની તપાસમાં અન્ય એક દુકાનમાં પણ ચાર ટન જેટલા ઘંઉ સહિતના સરકારી અનાજની ઘટ્ટ આવવા પામી હતી. જિલ્લાની ટીમો દ્વારા આ કાર્યવાહી થઈ રહી છે તે ખુબજ સરાહનીય છે પરંતુ આ પ્રકારના લોલમલોલ ગાંધીધામ વિસ્તારમાં ચાલતા જ હતા તો પછી પુરવઠા વિભાગની જવાબદારી અહી કેમ ફીટ નથી કરવામા આવતી? ભુતપૂર્વ કયા અધિકારી-કર્મીઓની સિન્ડીકેટ આવા સરકારી અનાજને ચાઉ કરનારા ધનેડાઓને છાવરી ગયા છે? ખરેખર તો કલેકટરશ્રીએ આ બાબતે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ. આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો ગાંધીનગરની સરપ્રાઇજ ટીમ ત્રાટકી અને ભુજ-મિરઝાપર-અંજાર તથા ગાંધીધામના ખારીરોહરમાં સરકારી-રેશનીંગ દુકાનમાં અનાજથી કાળા બજારી પર ત્રટકી ગયા, ખારીરોહરમાં તો સ્થળ તપાસમાં જ એક દુકાનમાં ડમી-બોગસ કાર્ડ ઝડપાઈ જવા પામ્યો, જે બાદ ટીમો ઉતારીને બોગસ કાર્ડની છાનબીન હાથ ધરાઈ છે, તો વળી અહીની જ બીજી દુકાનમાં પણ ચાર ટન સરકારી જથ્થો ઓછો મળી આવ્યો છે. અહી સવાલ તો એ જ થવા પામી રહ્યો છે કે,  હવે આ રીતે રેશનીંગવાળાઓ સરકારી અનાજ સગેવગે કરતા હોય અને સરકારી તંત્રના જવાબદારોને ખબર ન હોય તેવુ બને ખરૂ? સંચાલકો સામે ભલે કાર્યવાહી થાય પરંતુ આવા રેશનીંગવાળાઓ પર ગાંધીધામ પુરવઠાના ભુતપૂર્વ કયા ભ્રષ્ટ કર્મીઓ ૪ હાથ રાખી ગયા? ગાંધીનગર અને જિલ્લાની ટીમો આ બધા ભોપાળાઓ પકડે છે, તો ભુતપૂર્વ ભ્રષ્ટ કર્મીઓની આખીય સિન્ડીકેટને તે કેમ ન હોતુ દેખાતુ? : બીજી દુકાનમાંથી તો ૪ ટન સરકારી અનાજ ઓછો મળયો છે? તો આવા દુકાનદારો પર ભુતપૂર્વ ભ્રષ્ટકર્મીઓ શું ચકાસણી કરતા હતા? ખરેખર જો આવા ભુતપૂર્વ ભ્રષ્ટ કર્મીઓની ભૂમિકાઓ સામે આવે તો તેના પેન્શન સહિતના બધાય જ લાભ-હક્કો પણ કલેકટરશ્રીએ ધાક બેસાડતી કાર્યવાહી કરી અને અટકાવી દેવા જોઈએ તેમ પણ જાણકારો કહી રહ્યા છે.  ન માત્ર ભ્રષ્ટ પૂર્વ અધિકારી-કર્મી બલ્કે તે સમયના ઓપેરેટરેથી લઈ અને હંગામી કર્મીઓ સુધીના જેમની જેમની ાણ ભુમિકા શંકામાં આવતી હોય તે બધાયને મદદગારીમાં ફીટ કરી અને તેમની સામે લાલઆંખ કરતી કાર્યવાહી કરવી જોઈએ. સરકારી અનાજને સગેવગે કરવાવાળા સરકારી લાપરવાહો તથા તેના મદદગારોની સામે એફઆરઆઈ દાખલ થવી જોઈએ અને જેલભેગા જ કરી દેવા ઘટે તેવી માંગ પણ જાણકારો કહી રહ્યા છે


.....



ખારીરોહરની તપાસમાં વધુ ડમી કાર્ડ મળ્યા?
દંડ- કાયમી પરવાનો રદની તોળાતી કાર્યવાહી?


કલેકટરશ્રી તપાસ અહેવાલને જોઇ વેળાસર હવે આ કેસમાં કરે ધાક બેસાડતી કાયૅવાહી !
        

ગાધીધામ : ખારીરોહરમાં થોડા સમય પહેલા જ ગાંધીનગરની ટુકડી  તપાસમાં ત્રાટકી અને અહીથી ડમી કાર્ડ સહિત સરકારી અનાજ સગેવગે કરવામા આવતુ હોવાની બાબતે કાયદેસરની કાર્યવાહી કરી ગઈ હતી અને ખારીરોહરમાં ડમી કાર્ડ બાબતે ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો હતો અને હાલમાં બિનસત્તાવાર રીતે મળતી માહીતી મુજબ વધુ કેટલાક કાર્ડ પણ સર્વે દરમ્યાન તંત્રની નજરે ચડી ગયા છે અને હવે તેનો રીપોર્ટ પણ તૈયાર થવા પામી રહ્યો છે જે કલકેટરશ્રી સમક્ષ મુકવામા આવતા ગમે તે સમયે આ પ્રકારને સરકારી અનાજ ચાઉ કરનાર તત્વોની સામે કડકાઈથી ગાજ વરસવા પામી શકે છે. 


........

Comments

COMMENT / REPLY FROM