Trending News
સ્થાનિક સમાચાર

સાઉથ અમેરિકા અને યુરોપના રૂટથી આવેલા કન્ટેઈનરમાં ડ્રગ્સ આવ્યું હોવાનો ખુલાસો 

06 June

ગાંધીધામના ૧૩૦ કરોડના હેરોઈન કેસનો મામલો




એચપીસીએલ કંપનીના સીસીટીવી કેમેરા-ફુટેજ કેમ પોલીસતંત્ર-એટીએસ ચકાસણી નથી કરતુ? 
એ કેમેરામાં કયાંક ને કયાંક કોણ મુકી ગયુ ડ્રગ્સ તેનીલીંક મળી શકે? ઉપરાંત જે સ્થળે ડ્રગ્સ મુકાયુ છે, 
ત્યા સુરક્ષા દળોના વેાચ ટાવર-સિકયુરીટીગાર્ડ પણ તૈનાત હોય છે! તેઓની પુછતાછ કરાય તો પણ આ 
ડ્રગ્સ બાકઈ પર કોઈ મુકી ગયુ કે કેમ? તે સહિતની કડી પણ મળી શકે?


ડ્રગ્સ માફિયાઓએ કંડલા પોર્ટ ટ્રસ્ટની બાવળની ઝાડીની જમીનમાં ઘાંસ અને માટીની વચ્ચે છુપાવ્યા હતા પેકેટ




એટીએસ અને ગાંધીધામ એસઓજી દ્વારા કન્ટેઈનરના ડેટાની તપાસણી અને શકમંદોની પુછપરછ હાથ ધરાઈ 


ગાંધીધામ : ખારીરોહર નજીક કંડલા એચપીસીએલ પાઈપલાઈન વિસ્તારમાં એટીએસ અને ગાંધીધામ એસઓજીની તપાસમાં ૧૩૦ કરોડની કિંમતના હેરોઈનના પેકેટ મળી આવ્યા હતા. જે કેસમાં નવો ખુલાસો થયો છે. આ ડ્રગ્સ કંડલા પોર્ટમાં આવેલા કન્ટેઈનર મારફતે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 
ગુજરાત એટીએસના પીએસઆઈ અજયસિંહ પરમારને બાતમી મળી હતી કે, કંડલા પોર્ટથી ખારીરોહર જતા રોડ પર એચપીસીએલ કંપનીની સામે આવેલા કંડલા પોર્ટ ટ્રસ્ટની જમીનમાં બાવળોની ઝાડી વચ્ચે શંકાસ્પદ પેકેટ છુપાવવામાં આવ્યા છે. જેના આધારે પીઆઈ અજીતસિંહ ચાવડા અને પીએસઆઈ અજયસિંહની આગેવાનીમાં એટીએસની ટીમ અને ગાંધીધામ એસઓજીની ટીમ બનાવી ગાંડા બાવળ અને ઘાંસમાં તપાસ કરવામાં આવતા ઘાંસ અને માટીની વચ્ચે છુપાવેલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. કુલ્લ ૧૩ પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. જેમાં કોકેઈન હોવાનું એફએસએલ તપાસમાં સ્પષ્ટ થયા બાદ તેની કિંમત રૂા. આંતર રાષ્ટ્રીય બજાર પ્રમાણે ૧૩૦ કરોડ આંકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ માદક પદાર્થ કન્ટેઈનર મારફતે ગાંધીધામ ખાતે લાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ એટીએસએ ગુનો દાખલ કર્યો છે. ખાસ કરીને સાઉથ અમેરિકા, યુરોપના રૂટથી આવેલા કન્ટેઈનરના ડેટાની તપાસણી કરવામાં આવી રહી છે. જુના ડ્રગ્સ સ્મલગરો, શંકાસ્પદ ઈસમોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. ટેકનીકલ એનાલીસીસની પણ મદદ મેળવવામાં આવી છે. ગઈકાલે આ વિસ્તારમાં ડ્રગ્સના વધુ પેકેટ શોધવા માટે ડ્રોન મારફતે સર્વે કરવામાં આવ્યો હતો. કંડલા પોર્ટ અને કાસેઝમાં આવતા કન્ટેઈનરમાં અવારનવાર હથિયાર, સ્મગલીંગની ઘટના સામે આવતી હોય છે ત્યારે કન્ટેઈનરોમાં કપડા અને અન્ય વસ્તુની આડમાં ડ્રગ્સના પેકેટની હેરાફેરી થતી હોવાની વાતને નજર અંદાજ કરી શકાય નહીં.
મહત્ત્વની વાત એ છે કે, ગત તા.ર૮/૯/ર૦ર૩ ના પૂર્વ કચ્છ પોલીસે મીઠીરોહરમાં સમુદ્રી ખાડીમાંથી બિનવારસુ હાલતમાં કોકેઈનના ૮૦ પેકેટ કબજે કર્યા હતા. જેની કિમંત ૮૦૦ કરોડ આંકવામાં આવી હતી. આ કેસમાં હજુ સુધી પોલીસ મૂળ સુધી પહોંચી શકી નથી. ત્યાં ફરી કોકેઈનના પેકેટ મળી આવ્યા છે. બન્ને જથ્થામાં સામ્યતા હોવાનું માનવામાં આવે છે. કારણ કે, પેકેટ એક સમાન જોવા મળી રહ્યા છે. સૂત્રોના મતે અગાઉ મુન્દ્રા બંદરે કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવ્યા બાદ અહીં સતર્કતા વધારી દેવામાં આવી છે. તેમજ માંડવી અને જખૌ દરિયામાં અગાઉ ડ્રગ્સ પકડાયું હોવાથી કોસ્ટગાર્ડ દ્વારા પહેરો વધારવામાં આવતા ડ્રગ્સ માફિયાઓએ રૂટ બદલ્યો છે. કંડલા અને તુણાના દરિયા મારફતે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યો છે. ડ્રગ્સ લાવીને ખાડીઓમાં છુપાવી દેવામાં આવે છે. ભરતી આવે ત્યારે ખાડીમાં પાણી ભરાઈ જાય જેથી શક પડતો નથી. પેકેટ એવી રીતે પેકિંગ કરવામાં આવે છે. જેનાથી ડ્રગ્સને નુકસાની ન થાય. જે રીતે મીઠીરોહર, ખારીરોહર પટ્ટામાં બિનવારસુ કોકેઈન પકડાઈ રહ્યું છે. તે જોતા સ્થાનિકે પણ કોઈ મદદગાર હોવાની ભીતિ છે. કોકેઈનનું મોટા ભાગે સ્મગલિંગ મોટા ભાગે અમેરિકા, મેક્સિકો, આફ્રિકાના દેશો મારફતે થાય છે.


 

Comments

COMMENT / REPLY FROM