મુંદરામાં એમએચઓના નામે ડિઝલના કન્ટેઈનર્સમાં રીપોર્ટમાં ધાંધલીની ગંધ : એજન્સીઓ રાખે બાઝનજર
યુએઈથી આવેલા ચાર કન્ટેઈનરને અમદાવાદથી આદેશ અવ્યા બાદ સાઈડ કરાયા હતા, સાંજે સેમ્પલીંગ કરવાનો આદેશ આવ્યો, તે પહેલા જ સવારે મુકાયેલા સીએફએસમાથી આ કન્ટેઈનર કાઢી, લેન્ડ નામના સીએફએસમાં સિફટ
કરાયા પાછળનું રહસ્ય શું?
ઓરીજીનલ ડોકયુમેન્ટસમાં દર્શાવાયેલ લીકવીડ કાર્ગો દેશી-સ્થાનિક ભાષામાં ૧૦ પીપીએમનો જ હોવાનુ આવ્યુ હતુ સામે, આ પ્રકારનું કેમીકલ અહી લાવવુ જ બેન છે, પરંતુ અમુક ભ્રષ્ટ તત્વો યુએઈથી પ્રતિબંધિત કેમીકલને અહી એમએચઓ દેખાડીને કલીનચીટ મેળવી લેવાની ફિરાકમાં હોવાની ચર્ચા
કંડલા કસ્ટમ કમિશ્નરશ્રી મેડીકલ લીવ પર છે, તેના પછીના અધિકારીઓ આવા ગંભીર પ્રકરણોમાં ઢાંકપીછોડો ન કરે, આ કેસની ફરીયાદો અમદાવાદ કસ્ટમ-ડીઆરઆઈ સુધી પહોંચેલી છે..!
ખાટલે મોટી ખોટ : યુએઈથી આવેલા ડોકયુમેન્ટસમાં ફલેશ પોઈન્ટ કેટલો દર્શાવ્યો હતો? સલ્ફર કન્ટેન્ટ શુ છે? ડેન્સીટી કેટલી હતી? અને સેમ્પલીંગમાં રજુ કરવામા આવેલા દસ્તાવેજમાં શુુ હતુ? : આટલી ચકાસણી થશે તો પણ એમએચઓના નામે ડીઝલ્નો દાણચોરીનો મોટો પર્દાફાશ થશે.?
ગાંધીધામ : મુંદરા અને કંડલા બંદર પર વિશાળ વોલ્યુમમા મીડલ ઈસ્ટના દેશોમાથી કેમીકલની આયાત થવા પામી રહી છે. આ પૈકીના કેટલાક કેમીકલમાં ગ્રેડીગની પાતળી ભેદરેખાઓ હોવાથી તેની આડમાં મોટા પ્રમાણમાં દાણચોરીઓ કરવામા આવી રહી છે અને તેવો જ એક ગંભીર ઘટનાક્રમ બે રોજ પહેલા જ મુંદરામાં પકડાયો હોવાની વાત સામે આવવા પામી રહી છે. મુંદરા કસ્ટમને અમદાવાદ કક્ષાએથી એજન્સીનો ફોન રણકયો અને એક ચોકકસ વેશલ્સમાં અવી રહેલા અમુક કન્ટેઈનરને બાજુ પર રાખવાનો આદેશ આપવામા આવ્યો હતો. આ કન્ટેઈનરમાં યુએઈથી આવી રહેલા અને એમએચઓ ડીકલેર કરેલા જથ્થામાં ડિજલ જ હોવાની બાતમી એજન્સી સુધી પહોચી હોવાના પગલે આ કાર્યવાહી કરવામા આવી હતી.ગઈકાલે આ અંગે બહર આવેલી વિગતો અનુસાર મુંદરામાં આ ચાર જેટલા કન્ટેઈનર અટકાવી દેવાયા હતા અને તેનુ ફસ્ટ ચેક કસ્ટમવીભાગ દ્વારા શરૂ પણ કરવામા આવ્યુ હોવાીન વાત સામે આવી રહી હતી. જો કે, તે વચ્ચે જ આ કેસમાં જેનો ભય હતો તે જ રીતે સેમ્પલ જ ચેન્જ કરી અને એમએચઓના આપવાની ગંધ વહેતી થવા પામી ગઈ છે. એટલે કે સેમ્પલીંગની કામગીરીમાં જ ધાંધલીઓ કરવામાં આવી રહી હોવાની ચર્ચાઓ તેજ બની ગઈ છે. કહેવાય છે કે, ગઈકાલે સવારથી જે સીએફએસમાં આ કન્ટેનરો રાખવામ આવ્યા હતા તેના બદલે એકાએક જ ગઈકાલે સાંજે તેને અન્ય અને પાર્ટીના મેળાપીપણાંવાળા એક લેન્ડ નામના સીએફએસમાં સ્વીફટ કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. જાણકારો કહી રહ્યા છે કે, સેમ્પલ જ ચેન્જ કરી દેવામા આવશે અને એમએચઓના જ સેમપલ રજુ કરવામા આવશે તો આ કન્ટેઈનર અને તેની પાછળ પાઈપલાઈનમાં રહેલા ૧૯ જેટલા કન્ટેઈનરોમાં કંઈ જ પકડાવવા પામશે નહી? હકીકતમાં યુએઈથી જે માલ નીકળ્યો હતો તે કંડલા-મુંદરાની શીપીંગની સ્થાનિક ભાષામાં ૧૦ પીપીએમવાળો હતો એમ મનાય છે અને ૧૦ પીપીએમવાળો માલ કાયદેસર રીતે આયાત કરવા પર જ બેન લાગેલો છે. એટલે કે, આ માલ એમએચઓ ઈન્ડીસ્ટ્રીયલ આઈલ નહી પરંતુ ડિઝલ અને પેટ્રોલ પંપ પર જ પહોચાડવાનુ ડિજલ-ઈંધણ હોવાનુ સામે આવવા પામી રહે છે. કહેવાય છે કે, યુએઈથી નીકળેલા મુદામાલમાં ફલેશ પોઈન્ટ ડોકયુમેન્ટસમાં ૭પ દર્શાવાયો છે સલ્ફર કન્ટેન્ટ પણ આઠ જેટલો છે અને ડેસન્સીટી પણ જો ચેક કરવમા આવશે તો દુધનુ દુધ અને પાણીનુ પાણી થવા પામી જાય તેમ છે. પરંતુ જાણકારો કહી રહ્ય છે કે, દુબઈથી જે આવેલ અને ડીકલેર કરેલ છે તે દસ્તાવેજોના આધારેનો માલ તો અહી લાવી જ શકાતો નથી એટલે દિલ્હીની પાર્ટી અને સીએચએ દ્વારા તેનામાં છેડછાડ કરવામાં આવી હોવાનુ અને રીપોર્ટ જ બદલાવી દેવામા આવ્યા હોવાની ગોઠવણો કરાઈ છે. મુંદરા કસ્ટક કમિશ્નરશ્રીએ આ સમગ્ર કેસમાં જરા સહેજ પણ ઢીલાશ ન રાખવી જોઈએ કારણ કે આ દાણચોરીકાંડની રજેરજની અધારો સાથેની માહીતી અમદાવાદ ડીઆરઆઈ સહિતની અલગ અલગ એજન્સીઓ સુધી પણ પહોચી ગઈ છે. કંડલા કક્ષાએથી જો કલીનચીટ અપાશે તો અન્ય એજન્સીઓ પણ આ કેસમાં ત્રાટકી શકે તેમ છે.

Comments