મુંદરામાં હાઈડ્રો કાર્બન ઓઈલના નામે બાયોડિઝલ આયાતના કાળા કારોબાર પર એજન્સી ત્રાટકી : ટુંકમાં થશે ધડાકા
તો ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ડીઝલ આયાતનું દેશવ્યાપી મોટું કૌભાંડ ખુલશે
ઈન્ડીસ્ટ્રીયલ ઓઈલના બહાના હેઠળ આવતા કેમીકલમાં બાયોડીઝલ બંદરો મારફે દેશમાં ઠલવાતુ હોવાના કારસાની પ્રારંભીક તપાસ થઈ તેજ : યુએઈથી આવેલા મોટા જહાજના કેટલાક કન્ટેઈનરો આવ્યા એજન્સીના રડારમાં : મુંદરા કસ્ટમ, ડીઆરઆઈ સહિતની એજન્સીઓએ ચોકકસ બાતમીના આધારે કન્ટેઈનરો બાબતે સતર્કતા રાખી છાનબીન આદર્યાની ચર્ચા : અટકાવાયેલા કે બાતમીવાળા તો બે-ચાર કન્ટેઈનર જ છે પરંતુ હકકીતમાં ૧૯ જેટલા કન્ટેઈનરો ઈનલાઈન-ક્યુમાં હોવાની ચર્ચા
ખાટલે મોટી ખોટ : અખબારી એહવાલ બાદ કસ્ટમ અને ડીઆરઆઈ જેવી એજન્સીઓ તો કયાંક ને કયાંક સતર્ક થઈ હોય તેમ લાગે છે પરંતુ અંજાર-મુંદરા પ્રાંત અધિકારી-મામલતદારશ્રીઓ, રેવેન્યુ વિભાગ હજુય પણ હાઈડ્રો કાર્બન ઓઈલ, નેપ્થા, સહિતની વસ્તુઓની આયાતમાં મિસડીકલેરેશ ઉપરાંત સલામતી વ્યવસ્થાઓના પણ ધજાગરા ઉડાળતી અવસ્થામાં જ આયાત કરવામાં આવતા હોવાથી બારૂના ઢેર પર બેઠેલા કંડલા-મુંદરા સંકુલમાં માટા ધડાકા-હોનારતની રાહ જ જોઈ રહ્યા હોય તેમ દેખાય છે : ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે, હવે મુંદરા-અંજાર પ્રાંતે ધડાધડ નોટીસો ફટકારી પેશોની મંજુરી તથા પેશો નોટીફાઈડ સીએફએસ બાબતે કરવી જોઈએ ધાક બેસાડતી કાર્યવાહી
ખાટલે મોટી ખોટ : આ કન્ટેઈનરોમાં મિસડીકલેરેશન ખુલે તો કસ્ટમના લાપરવાહોના પણ ચડવા જોઈએ તપેલા, મુંદરા કસ્ટમના અગાઉના એક કર્મચારી અને દીલ્હીની પાર્ટીના આ કન્સાઈનમેન્ટમાં રહેલા સીએચએ બન્નેની જાતિ-જ્ઞાતિઓ એક જ હોવાથી કયાંક ને કયાંક આ ગોઠવણીઓમાં પણ તેઓની સિન્ડીકેટ કામ કરી ગઈ હોવાનુ દેખાય છે? દિલ્હીની પાર્ટીએ મંગાવ્યુ છે કન્સાઈમેન્ટ, સીએચએ તરીકે કચ્છનો લોકલ અજય નામનો શખ્સ હોવાની છે ચર્ચા, જો કે, તે પણ પરવાનો તો મુંબઈથી જ ભાડુઆતી લઈ અવ્યો છે, તપાસ ઉંડાણપૂર્વક થાય તે છે જરૂરી
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના બે એવા મુંદરા અને કંડલા બંદર પર ખાસ કરીને યુએઈથી મોટા પ્રમાણમાં અલગ અલગ પ્રકારના ઓઈલની મોટી આયાત કરવામાં આવી રહી છે. યુએઈથી આવતા કેમીકલ-ઓઈલના ગ્રેડીંગના પાતળા ભેદનો ગેરલાભ ઉઠાવી અને કેટલાક ભેજાબાજ તત્વોની સિન્ડીકેટ તેમાં મોટા પ્રમાણમાં ગાલમેલ અને હેરફેર કરી અને ઓઈલ તથા ઈન્ડીસ્ટ્રીયલ ઓઈલ દેખાડી તેની આડમાં દેશમાં ગેરકાયદેસર અને સ્મગલીંગ યુકત ડીઝલ અને તેમાં પણ હલ્કી ગુણવત્તાનો બાયોડિઝલ જેને મિક્ષ ઓઈલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો મોટા પ્રમાણમાં ખડકલો કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન જ આવા જ કન્સાઈનમેન્ટ પર કચ્છમાં કાર્યરત વીવિધ એજન્સીઓએ બાજ નજર રાખી અને તેને તપાસના રડારમાં લીધા હોવાની વિગતો સામે આવવા પામી રહી છે.
મીનરલ હાઈડ્રો કાર્બલ ઓઈલ(કે જે ઈન્ડી. યુઝ ઓઈલ)ના નામે ડીઝલનો મોટો જથ્થો દેશની સીમામાં ઘુસાડવામાં આવી રહ્યો હેાવાની આશંકાઓ સાથે જ એજન્સીઓ સર્તક જ બનેલી હતી અને યુએઈઅથી મુંબઈ થઈ અને મુંદરા પહોંચેલા અમુક કન્ટેઈનરો સાઈડ કરાવાયા હોવાની ચર્ચા તેજ બની છે. મુંદકા કસ્ટમ વિભાગ ઉપરાંત ડીઆરઆઈ પણ આ અંગે હરકતમાં આવી હોવાનુ સામે આવી રહ્યુ છે. અને જો હકીકતમાં આ અગે ચોકકસથાઈ અને કડકાઈથી તપાસ કરાવમા આવશે તો જે અટકવાયેલ છે તે તો માત્ર પાસેરામા પુણી સમાન છે પરંતુ તેની સાથેના જ ઈનલાઈન રહેલા એટલે કે કતારમાં ઉભેલા અન્ય ૧પથી વધુ જેટલા કન્ટેઈનરોમાં પણ આ જ પ્રકારના હાઈડ્રો કાર્બન મીનરલ જ મળી આવવા પામશે અને એક મોટા મીસડીકલેરેશન કૌભાંડ પરથી પડદો ઉચકાવવા પામી શકે તેમ છે. હાલતુરંત આ અંગે ડીઆરઆઈ અથવા તો કસ્ટમ સહિતનાઓ મગનું નામ મરી પાડવાનુ ટાળી જ રહ્યા છે પરંતુ ટુંક જ સમયમાં તપાસ જો તટસ્થતાથી થશે તો આ કેસમાં વધુ કેટલાક મેાટા ખુલાસાઓ પણ થવા પામી શકશે છે તેમ જાણકારો માની રહયા છે.
..........
નહી તો ભયાનક હોનારત-દુર્ઘટના સર્જાશે..!
કચ્છ કલેકટર-ડીએસઓ-એસપીશ્રી બને ગંભીર
ગાંધીધામ : કસ્ટમ વિભાગે પેટ્રોલિયમ પદાર્થોને લઈને હવે મુંદરામાં કસ્ટમવિભાગ હરકતમાં આવ્યુ હોય તેમ દેખાય છે. પરંતુ કચ્છ કલેકટરશ્રી, ડીએસઓ-પુરવઠા વિભાગ, અને એસપીશ્રી હજુ પણ કયાંક ને કયાંક ચુંંટણીમોડમાં વધારે વ્યસ્ત જેાવાઈ રહયા છે. ખરેખર તેઓએ પેટ્રોલિયમ પદાર્થોમાં દાણચોરી તથા સુરક્ષાને લઈને ચાલતી લાલીયાવાડી અંગે પ્રાથમીકના ધોરણે તપાસ કરવી જોઈએ. નહી તો બારૂદના ઢેર પર બેઠેલા સંકુલમાં ભયાવહ હોનારત થવા પામી જશે.
.......
કસ્ટમે કન્ટેઈનર અટકાવ્યા-ફર્સ્ટ ચેક શરૂ :
જો જો સેમ્પલીંગમાં સમજુતી ન થઈ જાય?
ગાંધીધામ : યુએઈથી આવતા કન્ટેઈનરમાં મિસડીકલેરેશન હોવાની મજબુત વિગતો બાદ હવે એજન્સીઓ એકશનમાં આવી ગઈ છે. અને ગત રોજ આવેલા વેશલ્સના કન્ટેઈનરને આજે બાજુ પર મુકી દેવાયા છે. આજ રોજ સીએફએસમાં ગયેલા આ કન્ટેઈનરોને હોલ્ડ પર મુકી અને તેનુ ફર્સ્ટ ચેકીંગ કસ્ટમ દ્વારા શરૂ કરી દેવામા આવ્યુ છે અને આજે સાંજે ચાર કલાકે પાર્ટીને તથા સીએચએને સેમ્પલીગ માટે પણ કહી દેવાયુ છે. હવે જોવાની વાત એ છે કે, આવા પ્રકરણોમાં ઢાંકપીછોણા કરવા માટે સેમ્પલીંગમાં મોટા ઘોટાળાઓ કરવામા આવતા હોય છે. આજે પણ સેમ્પલ એકના બદલે બીજા લેવાઈ જાય અને બધુ જ સમુસુથરૂ પાર પડી અને આ કન્સાઈનમેન્ટને કલીનચીટ આપી ન દેવાય તે જોવુ ખુબજ જરૂરી બની રહ્યુ છે.
........

Comments