Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણા ભાજપનો ગઢ અજય : વિનોદ ચાવડા

05 June

કચ્છ ભાજપની જીતમાં કાર્યકરોની મહેનત રંગ લાવી 



નખત્રાણા તાલુકા ભાજપ દ્વારા આભારદર્શન કાર્યક્રમ યોજાયો : જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, ધારાસભ્ય પી.એમ. જાડેજા સહિત સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યકરો, મોભીઓ રહ્યા ઉપસ્થિત : જંગી જીતના સહભાગી કાર્યકરો અને શ્રી ચાવડાએ માતાનામઢ ખાતે માથુ ઝુકાવ્યું 


નખત્રાણા : કચ્છ મોરબીના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાની જંગી જીત બાદ આજે નખત્રાણા સાઈ જલા મંદિરે યોજાયેલા તાલુકા ભાજપના આભાર દર્શન કાર્યક્રમમાં તમામ મતદારોનો આભાર માનતા નવનિયુક્ત સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે, ભાજપના તમામ કાર્યકરોની અથાગ મહેનત ભાજપના વિજયમાં રંગ રાખ્યો છે. નખત્રાણા તાલુકો ભાજપનો અજય ગઢ રહ્યો છે. ત્યારે સરહદી આ વિસ્તારમાં વિશેષ આણપા બધાની જવાબદારી રહે છે. તેમણે રાજકોટની દુર્ષટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હુતં. જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે કહ્યું કે, વિજય પછી કાર્યકરોને ચિંતન અને મનન કરવાનું છે. જયાં જયાં નબળા બુથ રહ્યા છે ત્યાં બુથને મજબૂત બનાવીએ અને સમગ્ર દુનિયાની નજર ભાજપ પર છે. ત્યારે ભાજપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસયાત્રામાં જોડાઈ અને રાષ્ટ્રવાદની મશાલ આપણે પ્રજવલીત રાખીએ. નખત્રાણા તાલુકાાની ચાર - ચાર જિલ્લા પંચાયતમાં ભાજપને સરસાઈ મળી છે અને ૧૮ની લીડ મળી છે તે તમામ કાર્યકરોને આભારી છે. ધારાસભ્ય પી.એમ. જાડેજાએ કહ્યું કે, નખત્રાણા ભાજપ વિકાસયાત્રામાં જોડાઈને તમામ જ્ઞાતિએ ભાજપની પાસે મતદાન કર્યું છે. તેનો આભાર અને નખત્રાણા તાલુકાની વિકાસની ખુટતી કડીઓ હવે તાકીદ પુરાશે. ગ્રામ પંચાયતથી લઈ છેક દિલ્હી સંસદ સુધી ભગવો છવાયો છે, ત્યારે લોકસભામાં તન, મન, ધનથી મહેનત કરનાર તમામનો આભાર માન્યો હતો.  સ્વાગત પ્રવચન કરતાં તાલુકા ભાજપના પ્રમુખ દિલીપભાઈ નરસીંગાણીએ તમામ મહેમાનોને આવકારી સાદગી પૂર્વક આભારદર્શનની પરંપરાને જાળવવા કહ્યું હતું. જયસુખભાઈ પટેલ, જિ.ભા.ના પૂર્વ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલ્લસિંહજી જાડેજા, પરસોત્તમ વાસાણી, જિ.પં.ના નયનાબેન પટેલ, કરશનજી જાડેજા, ઉત્પલસિંહ જાડેજા, ચંદનસિંહ રાઠોડ, મહેસ સોની મંચસ્થ રહ્યા હતા. સરપંચ સંગઠનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઈકબાલ ઘાંચી, ભરત વાઘેલા, નારાણભાઈ ચાવડા, જબબર જત, નરસીંહ વાઘેલા, દિનેશ વાઘેલા, ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી, કસ્તૂરબેન ગરવા, જીગરસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, મુકેશ રાણવા, કરણા રબારી, ખેંગાર રબારી, જયંતી ભટ્ટ, જાગૃતિબેન પલણ, ભરતભાઈ સોનજીયાણી, રવિ ગરવા, મયુર વાઘેલા, દિનેશ રૂડાણી, રતન સંઘાર, ધીરજ પટેલ, ડાયાલાલ સેંઘાણી સહિત ભાજપના તમામ મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હરિસિંહ રાઠોડે કર્યું હતું. માતાનામઢ ખાતે વિનોદભાઈ ચાવડાએ આશાપુરાજીને શીશ નમાવ્યું હતું. સુરેન્દ્રસિંહ જાડેજા, વેરસલજી તુંવર, જસુભા જાડેજા, રાજુ સરદાર, રમેશભાઈ જોષી, અશોકભાઈ, સુરૂભા જાડેજા, નારાયણ સરોવર ભવાન પટેલ, જીવણ સુમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નખત્રાણા ખાતે સાંઈ જલા મંદિરે શીશ નમાવ્યું હતું અને પૂજારી કાન્તિ મારાજે ધાર્મિકવિધિ કરાવી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM