Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના ખારીરોહર સમીપે : ડ્રગ્સના ૧૩ પેકેટ ઝડપ્યા : નશાના કારોબારીઓમાં ફફડાટ

04 June




આતંકવાદ વિરોધી દળ, પૂર્વ કચ્છ એસઓજી, ગાંધીધામ બી ડીવીઝન પોલીસની સંયુકત કાર્યવાહી : વહેલી સવારે બિનવારસુ અવસ્થામાં ડીપીએ-કંડલાની જમીનમાં બાવળીયાની ઝાડીમાથી ડ્રગ્સ બરામદ થયો તે પૃથકરણ સહિતની પ્રક્રીયાઓ માટે એસઓઅજીએ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી : સબંધિત વિસ્તારમાં બી ડીવીઝન પોલીસે ડ્રોન કેમેરા સહીતની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ



ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા રાજયને ડ્રગ્સમુકત બનાવવાના અભિયાનને વેગવાન બનાવી રહ્યુ છે તેવામાં જ રાજયના આતંકવાદ વિરોધ દળે કચ્છમાં ફરીથી સપાટો બોલાવી દીધો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર કચ્છના દરીયાઈ વિસ્તાર ડ્રગ્સ પેડલર્સ મોટ સોફટ તાર્ગેટ જ હોય તેવી સ્થિતીનું નિર્માણ સમયાંતરે થતુ રહે છે પરંતુ ગુજરાતના ગૃહમંત્રી અને પોલીસદળ તથા એજન્સીઓ સજજ હોવાથીઆવા ડ્રગ્સ માફીયાઓના મનસુબાઓ પાણી જ  ફરી વળતુ હોવાની સ્થીતી નિર્માણ થતી રહે છે. હાલમાં પણ આજરોજ વહેલી સવારે પૂર્વ કચ્છ એલસીબી તથા એસઓજી દ્વારા સંયુક્ત રીતે ખારીરોહર સમીપે બાવળોની ઝાડીમાં તપાસ કરતા ૧૩ ડ્રગ્સના બિનવારસુ પેકેટ પકડી પાડ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તો વળી આજરોજ સવારે ૧૧ વાગ્યાના અરસામાં આંતકવાદ વિરોધી દળની  ટુકડી અહીં આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર કચ્છમાં  વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વ કચ્છ પોલીસની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડીને ખારીરોહર વિસ્તારમાંથી ડ્રગ્સના પેકેટ કબજે કર્યા હોવાનું માનવામાં આવે છે.અલબત્ત આ બાબતે પોલીસ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. બે દિવસથી સમગ્ર જિલ્લાનો પોલીસ સ્ટાફ ચૂંટણીની મતગણતરીમાં રોકાયેલો હોવાથી વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.મતગણતરી પૂર્ણ થતા સત્તાવાર ખુલાસા થાય તેવી વકી સેવાઈ રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, એક વર્ષ અગાઉ મીઠીરોહરની દરિયાઈ ખાડીમાંથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસે ગુપ્ત ઓપરેશન બહાર પાડીને આ પેકેટ કબજે કર્યા હતા જોકે બાદમાં તેના રીસીવર કે હેન્ડલરનું નામ ખુલવા પામ્યું ન હતું. આ બાબતે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

........


ચૂંટણીઓ વખતે કચ્છમા નાપાક  છમકલાઓ થતા જ રહે છે..!

ગાંધીધામ : ભારતમાં જયારે જયારે કોઈ મોટો રાષ્ટ્રીય તહેવાર હોય, ધાર્મીક પર્વ હોય અથવા તો મહત્વની ચૂંટણીઓ યોજાતી હોય તેવા સમયે નાપાક મુલક તેના ઈરાદાઓ પાર પાડવાની દીશામાં કોઈને કોઈ ગંભીર છમકલાઓને અંજામ આપી જ જતા હોય છે. પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ તાલુકાના ખારીરોહર પટ્ટાના બિનવારસુ વિસ્તારમંથી ડ્રગ્સના ૧૩ જેટલા પેકેટસ મળવા પામીગયા છે ત્યારે સરહદી ક્ષેત્રના જાણકારો કહે છે કે, આવા રાષ્ટ્રીય આયોજનો ટાંકણે યા તો કચ્છની કોઈ સરહદેથી ઘુસણખોર જડપાતો હોય છે અથવા તો બિનવારસુે બોટ પકડાતી હોય છે કે પછી આવા ડ્રગ્સના છમકલાઓ  કરવામાં આવતીહોય છે. આ વખતે પણ એકતરફ દેશભર અને કચ્છ ગુજરાતમા ચુંટણીઓ ચાલી રહી છે ત્યારે બીજીતરફ ડ્રગ્સના બિનવારસુ પેકેટ બરામદ થવા પામી જવા સુચક જ માની શકાય તેમ છે તેવું જાણકારો જણાવી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM