Trending News
સ્થાનિક સમાચાર

એજન્સીઓના ગજગ્રાહમાં અંતે માંડવીનો કુખ્યાત ડ્રગ્સ માફીયો હૈદર દબોચાયો : હવે વધુ ઘટસ્ફોટ થશે

02 June



દેર સે આયે દુરસ્ત આયે..!


એજન્સીઓના ગજગ્રાહમાં અંતે માંડવીનો કુખ્યાત
ડ્રગ્સ માફીયો હૈદર દબોચાયો : હવે વધુ ઘટસ્ફોટ થશે


 અબ આયા ઉંટ પહાડ કે નીચે : કચ્છ-ગુજરાત સહિત ભારતમાં ડ્રગ્સના ગમે ત્યાં મસમોટા કારનામાઓ પકડાય અને જે શખ્સનુ નામ ચર્ચામાં સતત આવતુ રહેતુ હતુ તે હૈદરની એટીએસ દ્વારા ૬૦કરોડના ચરસ પ્રકરણમાં અંતે કરઈ લેવાઈ ધરપકડ

ખાટલે મોટી ખોટ : અબ આયા ઉંટ પહાડ  કે નીચે : એટીએસ અને નેવી જેવી એજન્સીઓના ગજગ્રાહના લીધેજ આ હૈદર પકડાયો છે, બાકી આ શખ્સ ડ્રગ્સનેલઈને સાચી ખોટી બાતમીઓ  તો એજન્સીઓને લાંબા સમયથીઆપતો જ રહેતો હતો : એટીએસને છોડી અને નેવી તરફ હૈદર વધારે ઢળી ગયો હોવાથી તો એટીએસઅ દ્વારા તેને ફીટ કરીને નથી ઉપાડી લેવાયો ને? : વાસ્તવીકતા જે હોય તે પણ હવે હૈદર ની પુછતાછમાં ડ્રગ્સ માફીયાઓ, તેની કચ્છનીઅન્ય કડીઓ, સાગરીતો, દેશમાં બીજા ડ્રગ્સ કાંડમાંભુમિકા સહિતના મામલે પણ ખુલાસાઓ થવા જ જોઈએ



ઝડપાયેલ ૧૭૩ કિલો ડ્રગ્સ પૈકી હૈદરને ૧૦૦ કિલો ડ્રગ્સ આપવાનો થયો ખુલાસો



ગાંધીધામ : ગુજરાત રાજય આતંકવાદી વિરોધી દળ દ્વારા કાસ્ટગાર્ડને સાથે રાખી અને એક સંયુકત એાપરેશન એનસીબીના સહયોગથી અરબી સમદ્રમા હાથ ધરવામા આવ્યુ હતુ અને તેમા ચોકકસ બાતમીના આધારે જ તપાસ કરતા ૬૦કરોડનુ ડ્રગ્સ ૧૭૩ કીલ્લો ચરસ અને મહારાષ્ટ્રના મંગેશ તુકારામ અને હરદાસરામનાથકુલાલને ઝડપી લીધા હતા. પુછતાછમાં તેનો સાગરીત અને મુખ્ય સુત્રધાર પુનામા રહેતો સુત્રધાર કૈલાશ વૈજનાથહોવાનુ ખુલ્યુ હતુ આથીતેને પણ ઝડપી લેવાતા તેના દ્વારા જ સમગ્ર કારસો ઘડાયાનુ સામે આવ્યુ હતુ. 
આસમગ્ર ડ્રગ્સ પ્રકરણમાં પાકીસ્તાના ડ્રગસ માીયા સાથે સંપર્ક કરવનારાો કચ્છના માંડવીનો અલીઅસગર હાલેપૌત્ર હોવાનુ ખુલતા તેની પણ જે તે સમયે જ અટક કરી લેવાઈ હતી. અને હવે આ પ્રકરણમાં માંડવીના હૈદર થૈમની સંડોવણી પણ ખુલી જવા પામી છે. હૈદર અને મુખ્ય સુત્રધાર કૈલાશ દિવાળી પર ભુજની એક હોટેલમા સાથે રોકાયા હતા. આમ કેલાનસી પુછપછરમા હેદરનુ નામ ખુલતા ગુજરાત એટીએસ હૈદરની ધરપકડ કરી લીધી છે અને તેને પોરબંદરની કોર્ટમાં રજુ કરી સાત દીવસના રીમાન્ડ મંજુર થવા પામ્યા છે. હવે જયારે હેદરના સાત દીવસના રીમાનડ મંજુર થયા છે ત્યારે આ કેસમાં કઈક નવા ઘટસ્ફોટ થવાપામી શકે છે તેમ જાણકારો કહી રહ્યા છે.
કચ્છ-ગુજરાતમાં જ નહી પરંતુ ભારતમાં કયાંય પણ ડ્રગ્સના ડીલીંગ થાય તો તેમાં કચ્છના હેદરની ભુમિકાઓ રહેલી જ હોવાની સચોટ આશંકાઓ વખતોવખત આ પ્લેટફોર્મ પરથી દર્શાવાતી જ રહી છે. પરંતુ હેદર એજન્સીઓને એક યા બીજી રીતે ઉલ્ટા ચશ્મા પહેરાવી અને ખુદના માદક પદાર્થોના કન્સાઈનમેન્ટ ઠાલવતો જ રહ્યો હોવાનુ સતત સામે આવતુ રહ્યુ હતુ. હૈદર કયારેક એટીએસતો કયારેક નેવીના પડખે રહી અને એજન્સીઓને ગોથે ચડાવીને અથવા તો સત્તાના વ્યાપનો લાભ લઈ અને આ પ્રકારના મોટા મોટા ડ્રગ્સના કન્સાઈનમેન્ટ ઠાલવતો રહ્યો હોય અથવા તો પછી તેમાં સદાય વચેટીયાનીભૂમિકાઓ ભજવતો રહ્યો હોવાનુ પણ મનાતુ રહ્યું છે. હવે આ કેસમાં તપાસનીશ એજન્સીઓ કડક પુછતાછકરે તો ડ્રગ્સકાંડને લઈને ઘણા ખુલાસાઓ થવા પામી શકે છે તે વાત નકારી શકાય તેમ નથી.
------------------



હવે એજન્સી નાપાક ડ્રગ્સ કડીઓ પણ હૈદરથી ખોલાવે


હૈદર જેવા શખ્સો પાકીસ્તાન, ઈરાન,અફઘાન જેવા દેશોમાં આંખે પાટ્ટા બાંધીને મોકલી દેવામા આવે તો પણ ડ્રગ્સ કયાંથીમળશે તે જગ્યાએ પહોચીશકે તેટલી નિપુણતા આ નશાના કારોબારમા ંધરાવતા હોવાની છે ચર્ચા


ગાંધીધામ : માંડવીના હેદરને ડ્રગ્સ કેસમાં જયારે પકડી પડાયો છે અને તેની ધરપકડ ક કરી લેવાઈ છેત્યારેહવે તેના રીમાન્ડ દરમ્યાન કડક પુછતાછ કરામા આવશે તો આંતરરાષ્ટ્રીય અને ખાસકરીને નાપાક મુલકના ડ્રગ્સ માફીયાઓના નામો પણ બહાર આવી શકે તેમ છે. અહી પણ સુત્રધારનો પાકીસ્તાની આક્કાઓસાથે સંપર્ક કરવામા હૈદરનોરોલ રહેલો છે કે નહી? તે વાત સામે આવી જાય તો ચોકકસથી ઘણા બધા પ્રકરણો પરથી રહસ્યો ખુલી શકેતેમ છે. 
------------------------

હૈદર તો ઝડપાયો, હવે કચ્છના છેવાડાના વાંઢના
રહેવાસી મલુકનો કયારે ચડશે વારો..!


ગાંધીધામ : ઈરાન-અફઘાન-પાકીસ્તાન સહિતના દેશોમાં મોટા ડ્રગ્સ માફીયાઓના સંપર્ધ ધરાવતા શખસોમાં હેદર સદાય ચર્ચામાં આવતો રહ્યો હતો અને તેની ધરપકડ કરી લેવાઈ છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, હૈદર તો દબોચાયો હવે મલુકનો તપેલો કયારે ચડશે? હેદરની જો ઘનિષ્ઠ પુછતાછ કરવામા આવશે તો કચ્છમાં છેવાડાના વાંઢ સમાન કાઈ વિસ્તારનો મુળરહેવાસી મુલક પણ ચોકકસથી આ ગેરપ્રવૃતીઓમાં સંડોવાયલ હોવાનુ ખુલવા પામી શકે છે. 
------------------



૬૦ કરોડ ચરસકેસ : માંડવીના હેદરની 
એટીએસ દ્વારા ધરપકડ


ગાંધીધામ : ગઈ તા. ૨૯/૪/૨૦૨૪ ના રોજ પોરબંદર ખાતે પકડાયેલ ૧૭૩ ાખ્ત હશીશના ગુનામાં મહારાષ્ટ્રથી કૈલાશ વૈજનાથ નામના શખ્સને એટીએસ એ 
પકડેલ હતો. જે માંડવી સલાયાના હૈદરશા થઇમ સાથે દિવાળી ઉપર ભુજ ખાતે  હોટલમાં રોકાયેલ હતો. ઉપરોક્ત મરાઠી આરોપીની પૂછપરછમાં હૈદર થઈમનું નામ ખુલતા ગુજરાત એટીએસ દ્વારા ગઈકાલ તા. ૩૧/૫ના રોજ હૈદર 
થઈમને ઉપરોક્ત ગુનામાં અટક કરી પોરબંદર કોર્ટમાં રજુ કરતાં તા. ૬/૬/૨૪ સુધીના દિન ૭માં રિમાન્ડ મળેલ  છે.

 

Comments

COMMENT / REPLY FROM