Trending News
સ્થાનિક સમાચાર

અંજારના રતનાલમાં ગરીબોનું રાશન અનાજ ચરી જનારા શખ્સનો વિડીયો વાયરલ : ૧ કાર્ડ દીઠ ર૩ કીલોની ચોરી ?

01 June

ભ્રષ્ટાચારીઓ હવે તો હદ વટાવી રહ્યા છે..!




મને ખોટી 
રીતે બદનામ 
કરવામાં આવી 
રહ્યો છે, મે કંઈ 
જ ખોટુ કર્યુ નથી : 
રાજેશ વાળંદ
(રેશનીગ દુકાનદાર-રતનાલ)

રતનાલમાં રાશનકાર્ડ ધારકને પ્રધાનમંત્રી  ગરીબ કલ્યાણ યોજના અન્વયે ૩૦ કીલોના બદલે પ્રતિમાસ અપાતું હતું સાત કિલ્લો જ અનાજ, તો બાકીના ર૩ કીલો કયા ભ્રષ્ટ ધનેડાઓ ખાઈ રહ્યા હતા? એક રાશનકાર્ડમાં જો આટલુ અનાજ ચાંઉ થઈ જતુ હોય તો રતનાલ ગામમાં ૧૦૦૦થી વધુ રેશનીંગ કાર્ડ છે, તેના ર૩ કીલો લેખે આખેઆખી એક ટ્રક ભરાઈ જાય તેટલો લાખોનો સરકારી અનાજ પ્રતિમાસ એક રેશનીંગવાળાને ત્યાથી જતો હતો કાળા બજારમાં..? : આ ભ્રષ્ટ સિન્ડીકેટના ભાગબટાઈ કોની કોની? કેમ ન કરવામાંઆવે તપાસ?

કચ્છભરમાં સસ્તા અનાજના અમુક બની બેઠેલા ભ્રષ્ટ દુકાનદારો દ્વારા કેટલા મોટા ભોપાળા અને અનાજના કૌભાંડો આચરાય છે તેનો પણ વરવો દાખલો આવ્યો સામે


અમે ટીમોને મોકલાવી અને આ ફરીયાદ સંદર્ભેની ખરાઈ કરાવી છે, તપાસ ચાલી રહી છે, જે કંઈ પણ ખેાટુ થયુ હશે તે બાબતે કાર્યવાહી કરાશે : શ્રી હાશ્મી (જિલ્લા પુરવઠા અધિકારી)


ગાંધીધામ : ગુજરાત સરકાર અંત્યોદયના ઉતથાન માટે અનેકવિધ પ્રયાસો કરી રહી છે પરંતુ બીજીતરફ આ જ સરકારના ભ્રષ્ટ બાબુઅીની મીઠનજર તળે અથવા તો છાની ભાગીદારી સાથે અમુક રેશનીંગવાળાઓ એટલી હદે ફાટીને ફુલેકે ચડયા છે કે, ગરીબોના હકકના કોળીયાઓ છીનવી અને નફાખોરી કરનારા કાળા બજારીયાઓને ખુલ્લેઆમ પધરાવી રહ્યા છે અને હવે તો તેના વીડીયો પણ વાયરલ થવા પામી રહ્યા છે. 
સહેજ ફોડ પાડીને વિગતે વાત કરીએ તો રતનાલમા ગરીબોનું રાશન બારોબાર ચરી જવાતુ હોય તેવી રીતે અહીના રેશનીંગવાળાનો એક વીડીયો વાયરલ થયો છે. જેના થતી કચ્છમાં અમુક સસ્તા અનાજના બની બેઠેલા દુકાનદારો અને સંચાલકો કેટલુ મોટુ કૌભાંડ ચલાવી રહ્યા છે તેની પણ ગંધ પ્રસરવા પામી રહી છે. ભ્રષ્ટાચરાીઓ હવે તો હદ વટાવી રહ્યા છે. ગરીબોના અનાજને પણ નથી છોડતા. રતનાલમા રાશનકાર્ડ ધારકને અપાતુ હતુ ૩૦ કીલોના બદલે માત્ર સાત કિલો અનાજ. જાગૃત રેશનકાર્ડધારક લાભાર્થીએ આ બાબતે રેશનીંગ સંચાલકનો પણ બરાબરનો ઉધડો લીધો છે અને તે વીડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થવા પામી ગયો છે. 
બીજીતરફ રતનાલની જે રેશનીંગ દુકાનના દુકાનદારોને વીડીયો વાયરલ થયો છે અને જેમની સામે અંગુલીનિર્દેશ થયા છે તેવા રાજેશભાઈ વાળંદને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અમે કંઈ જ ખોટુ નથી કરતા. મને ખોટી રીતે બદનામ કરવામા આવી રહ્યો છે. વીડીયો વાયરલ થયો છે તે એમનો જ છે તેવુ તેમણે કબુલ્યુ હતુ પરંતુ ખોટા ઈસ્યુ ઉભા કરી અને તેમને બદનામ કરવામાં આવી રહ્ય હોવાનુ રાજેશભાઈએ જણાવ્યુ હતુ. જો કે, અહી સવાલો સર્જતી વાત એ જ છે કે, વીડીયોમાં તેઓ કેમ આવી સ્પષ્ટ વાત કરતા નથી જણાતા? વીડીયો ઉતરી રહ્યો છે તે દરમ્યાન રાજેશભાઈ મૌન રહ્યા હોવાનુ દેખાઈ રહ્યુ છે તેથી કયાંક ને કયાંક તેમની પર થતા આક્ષેપોને તેઓ મુક સહમતી આપી રહ્યા હાયે તેમ દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત તેઓ પર ર૩ કીલ્લા રાશનકાર્ડ દીઠ માલ ગુમ કરી દેવાાયનો આરોપ પણ લગાવાયો છે. હવે વિચારવાનુ તો અહી એ જ છે કે, એક રેશન કાર્ડમાં જો ર૩ કીલ્લા સરકારી અનાજ ચાઉ કરી જવાતુ જ હોય તો પછી રતનાલમાં તો આઠસોથી ૧૦૦૦ જેટલા કાર્ડ આ દુકાનમાં રહેલા હશે તે બધાયના સરેરાશ અનાજ ચોરીનો આંક વિચરાીએ તો એ કયા જઈને અટકશે? એક આખી ગાડી ભરાઈ શકે મહીને તેટલો એટલે કે લાખોનો માલ આ રીતે સગેવગે થતો હોય તેમ જોવાઈ રહ્યું છે.આ ઉપરાંત અહી સવાલ એ પણ થવા પામી રહ્યો છે કે, જો લાખોનો માલ માસકી એક જ રેશનીંગની દુકાનમાથી પગ કરાતો હોય, તો પછી આવા અન્ય ભ્રષ્ટ તત્વોની રેશનીંગની દુકાનમાંથી ગરીબોના કલ્યાણ અર્થ આવતુ નિશુલ્ક અનાજ અન્યત્ર કાળા બજારી માટે જતુ હશે તે રકમનો આંક કેટલો હશે? અને જો એટલો બધો મોટા આંકવાળી કાળા બજારી થતી હોય અને સિસ્ટમ તથા અધિકારીઓ તેનાથી અજાણ હોય તે પણ કેવી રીતે માની લેવાય? ખરેખર રતનાલના ગામમાંથી જે કોઈપણ કારણોસર આ વિષય બહાર આવ્યો છે તે જિલ્લાવ્યાપી તલસ્શર્પી તપાસ ઈચ્છી રહ્યો છે. રતનાલની દુકાનમાં તો જે બન્યુ હોય તેની તપાસ થવી જોઈએ અને નિયમ અનુસારના પગલા પણ લેવા જોઈએ પરંતુ  જિલ્લાભરની ગામડાઓમાં આવેલી આવી રેશનીંગની દુકાનોમાં ખરેખર લાભાર્થી સુધી આવતો સરકારી અનાજનો જથ્થો પહોચી રહ્યો છે કે નહી તેની પણ હવે અલાયદી તપાસ શરૂ કરવી જોઈએ. બીજીતરફ આ બાબતે અંજાર મામલતદારશ્રી ખાંભલાની પ્રતીક્રીયા જાણવાનો પ્રયાસ તેઓના ફોનની સતત ઘંટડી જ રણકતી રહી હોવાથી વિફળ નિવડયો હતો. તો વળી અંજાર પુરવઠા વિભાગના ના.મામલતદાર શ્રીમતી બાયડની સાથે ટેલીફોનીક સંપર્ક સાધીતેમની વાત જાણવાનો પ્રયાસ તેઓએ ફોન ઉપાડીને તરત જ કાપી દેતા તે પણ વિફળ જ નીવડયો હતો. જો કે, જિલ્લાના વર્તમાન કડક અને તટસ્થ તથા પ્રજાભિમુખ પુરવઠા અધિકારી શ્રી હાશ્મીની સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ હતુ કે, આ બાબતે અમે ટીમ મોકલાવી છે, નિવેદનો લેવાયા છે, તપાસ રીપોર્ટ તેયાર થવા પામી રહ્યો છે, અનાજની ઘટ્ટ અથવા તો રેશનકાર્ડમાં ફરીયાદ આધારેનું ખોટું જ થયુ હોય તેમ પ્રાથમિક દ્રષ્ટીએ કહી ન શકાય, સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ જો કંઈ ખોટુ જણાશે તો ધોરણસરના પગલા ચોકકસથી લેવામા આવશે તેવુ શ્રી હાશ્મીએ જણાવ્યુ હતુ.


 

Comments

COMMENT / REPLY FROM