Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે.ઈન્જીનીયરની લાલઆંખ :  મિસડીકલેરેશનકાંડમાં ભ્રષ્ટ અધિકારી સસ્પેન્ડ  સસ્પેન્ડન્ડ

01 June

સીએચએ-કસ્ટમની ભ્રષ્ટ સિન્ડીકેટમાં ફફડાટ



મુંદરામાં સરકારની તિજોરીને કરોડોના આર્થિક ફટકા પાડનારાઓનું આવી બન્યું : ફળ ડીકલેર કરી અને ડુંગળીની નિકાસ કરવાના ઝડપાયેલા કારસા, અટકાવાયેલા કન્ટેનરોને પણ ચાલ આપવાના હથકંડાની વાત શ્રી એન્જીનીયરના કાને પહોંચતા  વિના વીલંબે જ કસ્ટમના એક ભ્રષ્ટ ઈન્સપેકટરને આપી દેવાયું પાણીચું


દિલ્હીની એનેક્ષ એર સર્વીસ નામના કસ્ટમ બ્રોકર(સીએચએ)નું લાયસન્સ પણ કરી દેવાયું છે તત્કાળ રદ : આગળની કાર્યવાહી તેજ


ખાટલે મોટી ખોટ : કસ્ટમતંત્રએ ખુદ જે કન્ટેઈનર રોકાવ્યું, તપાસ ચાલી રહી હતી, તે જ સિજ સમાન મુદામાલને ચાલ આપવાની હિંમત એક માત્ર ઈન્સપેકટર કક્ષાનો કર્મચારી કરી શકે ખરો? ચોકકસથી તેની પાછળ મોટા અને ભ્રષ્ટ અન્ય અધિકારીઓના પીઠબળ અથવા તો દીશા-નિર્દેશ હોવા જ જોઈએ : મુંદરા પોર્ટ પરથી જયારે ર૧ હજાર કરોડનું હેરોઈન પકડાયુ ત્યારે કયા ઉચ્ચ અધિકારીઓની સામે પગલા લેવાયા? કોઈ જ નહી? એકઝામિનર કક્ષાના નાના અધિકારીઓની જવાબદારી ફીટ કરી દેવાય છે, તે કેટલા અંશે યોગ્ય? કરોડોના મસમોટા કન્સાઈનેન્ટમાં દાણચોરી કે ઘાટાળાઓ આસીટન્ટ કે એડીશન્લ કમિશ્નરોની મદદગારી કે સુચના વિના પાર જ  ન પડે?


ગાંધીધામ : દેશના મહાબંદરોમાં ગણનાપાત્ર પોર્ટ પૈકીના એક એવા મુંદરા બંદર પર પાછલા અમુક સમયથી એક યા બીજી રીતે ભેજાબાજ દાણચોર તત્વો ગંભીર પ્રકારના મિસડીકલેરેશનના કૌભાંડોને અંજામ આપી રહ્યા છે અને દર વખતે આવા કૌભાંડોમાં કસ્ટમની ભ્રષ્ટ રીતીનીતીઓેને લઈને પણ સવાલા ઉઠતા રહેતા હતા પરંતુ હવે અહીના કસ્ટમ કમિશ્નર શ્રી કે એન્જીનીયરે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી તેઓ જરા સહેજ પણ વિલબ કર્યા વિના દેશની તિજોરીને નુકસાન પહોચાડનારાઓને નશ્યત કરવાના કડક પગલા લઈ રહયા છે. 
દરમ્યાન જ મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે. ઈન્જીનીયર દ્વારા આવી જ એક કડક અને ધાક બેસાડતી કાર્યવાહીની વિગતો સામે આવવા પામી રહી છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર થોડા સમય પહેલા જ અહીથી દાડમ અને કેરીનું કન્સાઈનમેન્ટ ડીકલેર કરી અને તેની આડમાં ઉંચા ભાવ વાળી ડુંગળી નિકાસ કરવાનો પેતંરો અજમાવાયો હતો. પ્રાપ્ત માહીતી મુજબ આ પ્રકારના કન્સાઈનમેન્ટને જે તે વખતે તપાસ દરમ્યાન અટકાવી દેવાયુ હતુ અને મિસડીકલેરન હોવાની પ્રાથમીક તપાસો આ મુદામાલને હોલ્ડ કરીને ચાલી રહી હતી તે વચ્ચે જ કસ્ટમના જ ભ્રષ્ટ બાબુઓની મીલીભગતથી કસ્ટમે રોકાવેલો અને અટકાવેલો આ મુદામાલ પગ કરાવાવની પેરવી કરવામાં આવી હતી. આ બાબતે મુંદરા કસ્ટમના કમિશ્નરશ્રીને ખ્યાલ આવી જતા તેઓ જરા સહેજ ક્ષણવારનો પણ વિલંબ કર્યા વિના આ પ્રકરણની ઘનિષ્ઠ તપાસ કરાવી હતી અને તેમાં સંડોવાયેલા કસ્ટમના એક ભ્રષ્ટ અધિકારીને તત્કાળ અસરથી સસ્પેન્ડ જ કરી દેવાનો આદેશ કરી દીધો છે. એટલુ માત્ર જ નહી પરંતુ કસ્ટમે રોકેલા માલને જે સીએચએ દ્વારા પગ આપવાની હિમંત કરાઈ હતી તેવા દિલ્હીના એનેક્ષ એર સર્વીસ નામના સીએચએ કસ્ટમ હાઉસ બ્રોકરનુ લાયસન્સ પણ રદ કરી દેવામા આવ્યું છે. આ મામલે મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રીએ પણ સત્તાવાર સમર્થન આપેલુ છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનુ જણાવ્યુ હતુ. તથા તપાસ દરમ્યન હજુય જે કંઈ પણ અથવા તો જેની કેાઈની પણ વધુ સંડોવણી સામે આવશે તેઓની સામે પણ કડક રાહે પગલા લેવામા આવશે તેવી ખાત્રી શ્રી એન્જીનીયરે ઉચ્ચારી હતી. મુંદરા કમીશ્નરશ્રીની આ પ્રકારની લાલઆંખ ભરી કાર્યવાહીથી અહી વકરી ગયેલ ભ્રષ્ટ કસ્ટમના લાપરવાહો અને અમુક સીએચએની ભ્રષ્ટ ટોળકીમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

 

Comments

COMMENT / REPLY FROM