Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં આધેડની જાણ બહાર મકાનના નામે અઢી લાખની લોન લેવાઈ

01 June



મહાદેવ નાકે બેસતા વકીલ સામે ફરિયાદ


ભુજ : શહેરમાં આધેડની જાણ બહાર મકાનના નામે અઢી લાખની લોન લેવાતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી અંજાર તાલુકાના મથડા ગામે રહેતા કાળુભાઈ વેરશીભાઈ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે તેમના ઘરે રીપેરીંગ કામ અર્થે લોન લેવા માટે તેઓ આશાપુરા રીંગરોડ પર આવેલ વકીલ મોહમ્મદ શૌકત એ. સમેજાની ઓફિસે ગયા હતા અને લોનની જરૂર હોઈ લોન લેવા વાત કરી હતી અને વકીલે હાલમાં લોન મંજુર નહીં થાય, મંજુર થશે ત્યારે તમને કહીશ તેમ કહ્યું હતું. બાદમાં ર૦રરમાં વકીલનો ફોન આવ્યો કે તમે બે વર્ષ પહેલા જે અરજી આપી ગયા હતા તે લોન મંજુર થઈ છે. તમારા ડોકયુમેન્ટ આપો. જેથી ફરિયાદીએ અંજારમાં આવેલ બેંક ઓફ બરોડના ખાતા નંબર અને બે - ત્રણ આપ્યા હતા. બાદમાં ઘરે ફોટો લેવા માટે માણસ આવ્યો હતો. મામલતદાર કચેરીમાં ગયા ત્યારે વકીલને પુછતા તેણે સરકારી કામ છે. લોન તમારી આવી જશે તેમ કહ્યું હતું. અવારનવાર માત્ર લોન થઈ જશે તેવા જવાબો આપવામાં આવતા હતા. બે મહિના પહેલા એક નોટીસ આવી, નોટીસ લઈને તેઓ વકીલ પાસે ગયા ત્યારે તેણે કહ્યું કે, મારા માણસોએ મારી સાથે ગદ્ધારી કરી છે. હું તમારા રૂપિયા ભરાવી આપીશ અને નોટરી લખાણ કરાવી આપું છું, જે બેંકમાં આપી દેશો એટલે રૂપિયા ભરવા નહીં પડે. બાદમાં કોર્ટમાં લઈ જઈ મીડીયેશન કરાવ્યું હતું. બાદમાં ફાયનાન્સરની નોટીસ આવી અને તેઓએ કહ્યું કે, તમારા મકાન પર અઢી લાખની લોન લેવાઈ છે. જે ભરપાઈ કરી દેજો. ૧૧ હપ્તા ભરાયા છે. જો હપ્તા નહીં ભરાય તો ધરપકડ થશે. બાદમાં જાણવા મળ્યું કે, લોનના પૈસા શૌકત સમેજાએ કાઢી લીધ છે. ફોન કરતા ફોન ઉપાડયો નહીં અને ઓફીસે જતા ઓફીસ બંધ જણાઈ હતી જેથી વકીલે ઠગાઈ કરતા એ ડિવિઝનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.

Comments

COMMENT / REPLY FROM