કચ્છમાં મેડિકલની માંગને ધ્યાનમાં રાખી વધુ બે કોર્ષ શરૂ
ભુજ : કચ્છમાં મેડિકલનો વ્યાપ હવે વધવા લાગ્યો છે. મેડિકલની તમામ સેવાઓ આધુનિક બની રહી હોવાથી રોજગારીની તકો પણ વધવા લાગી છે. આ હકીકતને ઘ્યાનમાં રાખી ભુજ અદાણી મેડિકલ કોલેજ દ્વારા ક્રમશઃ જુદા જુદા કોર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કોર્ષ પૈકી ડિપ્લોમા ઈન રેડિયો ઈમેજીંગ ટેકનોલોજી અને ડીપ્લોમા ઈન રીનલ ડાયાલિસિસ ટેકનોલોજીના નવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે, જેની માંગ વધુ છે. કચ્છ યુનિવર્સિટી સલંગ્ન આ બે નવા અભ્યાસક્રમોમાં બીએસસી પછી પ્રવેશ મેળવી શકાય છે. વર્ષ ૨૦૨૪-૨૫ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ ઉપર પ્રવેશ આપવામાં આવે છે.
-----

Comments