Trending News
સ્થાનિક સમાચાર

તો પૂર્વ કચ્છમાં આયાતી કોલસાના કાળા-કારોબારના નેટવર્કનો  થાય પર્દાફાશ : મહેન્દ્ર-પ્રવિણ ટોકળીનો બેનામી ધંધો ખુલેે.!

31 May

કંડલાથી રાજસ્થાન કોલસાની હેરફેરમાં ફરીયાદ ટાંકણે સુચક ઈશારો



કંડલાથી આયાતી કોલસાની સાત ગાડીઓ ભીલવાડા-રાજસ્થાન મોકલવાના બદલે હેરફેર થયાની ફરીયાદ નામદાર અદાલતમાં થયા બાદ પોલીસ હરકતમાં આવી છે, સાત ટ્રેક ડ્રાયવર અને તેઓ જેના ઈશારો કોલસો સગેવગે કરી ગયા, તેમને જડપથી પકડી, મોબાઈલ કોલ્સ ડીટેલ્સ સહિતની ચકાસીઓ થશે તો લાકડીયા, સામખીયાળી, આડેસર હાઈવે પટ્ટામાં કોલસા ચોરીના પુનઃ ઉભા થઈ ગયેલા વાડાઓ અને તેના કોલસાચોર સુત્રધારોના ચહેરાઓ થશે બેનકાબ

આયાતી કોલસાની હેરફેરમાં ગાલમેલ કરવા હાઈવે પર વાડા ઉભા કરી અને સારી ગુણવત્તા વાળા કોલસાના બદલે હલકી ગુણવત્તાનો કોલસો ભરી દેવાના બેનામી ધંધામાં અગાઉ સામસામે હરીફ રહેલા પ્રવિણ અને મહેન્દ્રએ હવે હાથ મીલાવી લીધા અને બન્ને સાથે મળી અને ભાગીદારીથી આ બેનામી ધંધાનુ સામ્રાજય વિકસાવી રહ્યા હોવાની ઉઠી રહી છે ચર્ચા


ગાંધીધામ : કંડલાથી રાજસ્થાન જવા નીકળેલ ર૮ લાખથી વધુનો કોલસો ભીલવાડા રાજસ્થાન પહોંચવાના બદલે ગાડીઓ રસ્તામાં જ વચ્ચે કયાંક સગેવગે થઈ ગઈ હોવાની ફરીયાદ ભોગગ્રસ્ત વેપારી દ્વારા તાજેતરમાં જ કરવામાં આવી હતી. ખરેખર આ બાબતે ફરીયાદ હવે ગાંધીધામ એ ડીવીઝનમાં નોધાઈ જ છે તો પોલીસે વેળાસર જ જેઓની સામે ફરીયાદ નોધાઈ છ તેઓને ઝડપી લઈ અને તેમના મોબાઈલના કોલ ડીટેલ્સ સહિતની માહીતીઓ અંકે કરવી જોઈએ. 
જો પોલીસતત્ર આ બાબતે ટ્રક ડ્રાયવરો તથા તેઓ જેના ઈશારો આ કોલસાનો લાખોનો જથ્થો અધવચ્ચે જ ઠાલવી દીધો છે તેની ઘનિષ્ઠ તપાસ કરશે તો પૂર્વ કચ્છમાં ફરીથી આયાતી કોલસાના કાળા કારોબારનાધમધમટતા નેટવર્કનો મોટો ભાંડાફોડ થવા પામી શકે તેમ જાણકારો માની રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, હાલમાં જે રાજસ્થાન મોકલવાનો કોલસાનો જથ્થો કયાં ઔજલ થઈ ગયો? તે નામદાર અદાલતમાં ફરીયાદ થયા બાદ તપાસ ચાલી જ રહી છે ત્યારે હવે પોલીસે આ બાબતે વેળાસર જ ફરીયાદમાં જેઓની સામે પણ તહોમત દેખાડેલા છે તેઓને પકડી અને તેમના મોબાઈલ કોલ્સ ડીટેલ્સ ચકાસવા જોઈએ. ડ્રાયવરો કોલસો કયા ઉતાર્યો? કોના કહેવાથી આ કોલસો જે-તે સ્થળમાં ઉતારવામાં આવ્યો હતો? કોઈએ દાદાગીરી પૂર્વક કોલસો વાડાઓમાં ઉતરાવી લીધો છે કે પછી મીલીભગતથી જ કોલસા સગેવગે કરી દેવામા આવ્યા છે? આ બધાય જ વિષયોની જો ચકાસણીઓ કરવામાં આવશે તો પૂર્વ કચછમાં જ લાકડીયા, સામખીયાળી અને આડેસર સહિતના પટ્ટાઓમાં ગેરકાયદેસર રીતે કોલસા ચોરી કરી અને તેના સંગ્રહ તથા માલમાં ગુણવત્તામાં હેરફેર કરવાના વાડાઓ તેરી ભી ચુપ મેરી ભુ ચુપના તાલે ધમધમી જ ઉઠયા હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. આ વિસ્તારમાં અગાઉનીમાફક જ ફરીથી પ્રવીણ-મહેન્દ્ર આણી ટોળકી પડમાં આવી જવા પામી ગઈ છે. આ ટોળકીઓ અગાઉ પણ કોલસાચોરી અથવા તો કોલસાના માલની ગુણવત્તામાં હેરફેર કરવાની દીશામાં ચકચારમાં રહી જ ચુકયા છે. વિદેશથી ઉચ્ચ ગુણવત્તાનો આવતો કોલસો આવા વાડાઓમાં લઈ જવામાં આવે છે ત્યાં સારી ગુણવત્તાનો કોલસો ઉતારી-ડમ્પ કરી દેવામા આવે છે અને તેમાં હલ્કી ગુણવત્તાની કાળી ભુક્કી -પાણી સાથે ભરી દેવામા આવતીહોય છે એટલે વજન યથાવત જ કરી દેવામા આવે છે. ઘણા બધા કિસ્સામાં માલ જયારે વેપારીઓ પાસે પહોચે છે ત્યારં ફરીયાદો સામે આવતી હોય છે અથવા તો પછી આ રીતે માલ પહોચાડવાના બદલે સગેવગે જ કરી દેવામાં આવતો હોય છે.  લાકડીયા-સામખીયાળી અને આડેસર સહિતના હાઈવે પટ્ટા આ માટે કોલસાના કાળા બજારીયાઓ માટે સોફટતાર્ગેટ જ રહેતો આવ્યો છે અને આ બેનામી ધંધો ટોકળી દ્વારા ફરીથી શરૂ કરવામા આવી ગયો છે. હાલમાં એક ફરીયાદ સામે આવી છે તે કેસમાં જીણવટભરી તપાસ કરવામા આવશે તો  ઘા બધા રહ્ય ખુલવા પામી શકે તેમ મનાય છે. કયા કયા ભ્રષ્ટ ખાખીધારીઓ આ કોલસા ચોરીના વાડાઓમાં પ્રવીણ અને મહેન્દ્રની ટોળકીને છુટ આપવાના બદલામાં તગડા હપ્તાઓ-સેકસન લઈ રહ્યા છે તેના પરથી પણ પડદો ઉચકાઈ શકે તેમ છે.

..........


મહેન્દ્ર-પ્રવિણ ગેંગ જીએસટીની પણ કરે છે 
કરોડોની ચોરી : તંત્ર કેમ કોમામાં?


ગાંધીધામ : કચ્છમાં વિદેશથી આવતા આયાતી કોલસાને કચ્છ બહાર ગંતવ્ય સ્થળ પર પહોચતા પહેલા જ હાઈવે પટ્ટામાં માટેા વાડાઓ બનાવી અને તેમાં ગેરકાયદેસર રીતે કોલસાની ગુણવત્તાઓમાં ફેરફાર કરી અને ચોરી કરવામાં આવી રહી હોવાની સકેત આપતી એક ફરીયાદ થવા પામી જ ગઈ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રવીણ, મહેન્દ્ર આણી ટોળકી અહી મોટા પ્રમાણમાં જીએસટીફ ચોરી પણ આચરી જ રહયા છે. જીએસટી તંત્રએ પણ આવા કોલસાના કાળા બજારીયાઓની સામે સરપ્રાઇજ તવાઈ બોલાવી અને કડક કાર્યવાહી કરવી જોઈએ.

.........


ચોરાઉ કોલસાની ખરીદી કરે છે કોણ?


પોલીસે ખરેખર કરવી જોઈએ જીણવટભરી તપાસ : ચોરી કરેલો કોલસો કોને વેંચવામાં આવે છે?
ગાંધીધામ : કંડલામાં આવતા આયાતી કોલસાનો જથ્થો કચ્છ બહાર નીકળે તે પહેલા જ અમુક ભેજાબાજ ટોળકી દ્વારા તેની ગુણવત્તામાં ફેરફાર કરી દેવામાઆવે છે અને સારી કવોલીટીના કોલસાની ધુમ ચોરીઓ કરવામા આવી રહી છે. પોલીસ હાલમાં જયારે એક કેસમાં તપાસ કરી રહી છે ત્યારે ચોરાઉ કોલસો કાઢી લીધા બાદ સારી ગુણવત્તાનો આ કોલસો કોને આપવામાં આવે છે? પ્રવીણ અને મહેન્દ્ર પાસેથી આ ચોરાઉ કોલસાની ખરીદી કરે છે કોણ? કઈ કઈ કંપનીઓમાં આ જીએટી ભર્યા વિનાનો કોલસો બારોબાર પહોંચી રહ્યો છે?

...........

Comments

COMMENT / REPLY FROM