Trending News
સ્થાનિક સમાચાર

મુરચબાણમાં મોર નાચ્યો..! કોણે જોયો?ના તાલે ખનીજવિભાગે બેન્ટોનાઈટ ઝડપ્યું બાદમાં તપાસ તદન ઠંડાબક્ષા કેમ સરકી ગઈ?

30 May

ખનીજચોરી રાજકીય ઝભ્ભાલેંગાની ઓથ વિના ન થાય.!



આતો હવામાનના કારણે નખત્રાણા, લખપતમાં ઝાપટાં રૂપે તો ક્યાંક પડેલા વરસાદથી બેન્ટોનાઈની ખન્ન અટક્યો પણ હવે ફરી મશીન સજ્જ થઈ શરૂ થઈ ગયાઃ સુજલામ સુફલામના રૂપકડા નામે તળવો-જળાશયો ઉંડા કરવાના નામ હેઠળ ખનીજચોરી કરવામાં આવતી હોવાની ફરીયાદ બાદ ભુજ ફલાઈંગ સ્કવોર્ડે લખપતમાં  વાહનો-મશીન સહિતનો મુદામાલ કબ્જે કરી દયાપર પોલીસને સોંપ્યો, અને વેરીફીકેશ કરાશેનું કહ્યા બાદ કોઈ જ કાર્યવાહી આગળ વધ્યાનું ન જણાતા ઉઠી રહ્યા છે તરેહ તરેહના સવાલો

મુરચબાણમાં તંત્રએ માત્ર 4 લાખનો ફટકારેલો દંડ પાસેામાં પુણી સમાન =
સર્વાંગી તપાસ થાય તો મોટું રોચલ્ટી ચોરી કૌભાંડ ખુલે
----             

સિંચાઈ વિભાગેે વર્ક ઓર્ડર આપ્યો હોય તળાવ ઉંડા કરવાનો તો કયા આધારે આપ્યો હતો? કઈ જગ્યાનો આપ્યો હતો? કેટલા રોયલ્ટી પાસે ખનીજ વિભાગ પાસેથી પાર્ટીએ મેળવેલ હતા? કેટલાની રોયલ્ટી ભરી હતી? સિંચાઈ વિભાગ વર્ક ઓર્ડર તળાવ ઉંડા કરવાના આપે છે તો જયા ખનીજ બેલ્ટ હોય ત્યાં ખનીજ વિભાગ એનઓસી જ તળાવો ઉડા કરવાની ન આપે? તો સિંચાઈ વિભાગે મંજુરી આપતા પહેલા આવી કોઈ એનઓસી ખાણખનિજ વિભાગની લીધી હતી ખરી? જો આ બધુ જ ન હોય તો પછી ભુજ ફલાઈંગ સ્કવોર્ડે હજુય પણ કાર્યવાહી કરવામાં કોની શરમનો નડી રહ્યો છે ધુમટો? 


ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા ચોમાસાની ઋતુ આવે તે પહેલા જ રાજયભરમાં જળાશયો અને તળાવો ઉંડા કરવા અને તેમાં ચોમાસાના કુદરતી જળસ્ત્રોતનો સંગ્રહ કરવાને માટે સુજલામ સુફલામ યોજના તળે ખાણેત્રાઓ કરવાનું અમલી બનાવવામા આવતુ રહે છે. ચાલુ વરસે પણ આ યોજના અમલી બનાવાઈ છે પરંતુ તેની આડમાં લખપત પટ્ટામાં મોટાપાયે અમુક તત્વો દ્વારા રીતસરની ખનીજચોરી જ આદરવામાં આવતી હોવાની ફરીયાદો બહાર આવ્યા બાદ ભુજ ફલાઈંગ સ્કવોર્ડની ટુકડી દ્વારા લખપત વિસ્તારમાં આવા જ એક સંભવત વિસ્તારમાથી ખનીજ ખનન પાસ પરવાના વિના થયા હોવાની શંકાના આધારે તપાસ કરવામા આવતા સ્થળ પર તે જગ્યાના પાસ પરવાનાઓ ઉપલબ્ધ થવા ન પામતા ચાર જેટલા વાહનો જેમાં એક હિટાચી એકસકેવેટર મશીન પર ઝડપી અને નજીકના દયાપાર પોલીસ સ્ટેશનને સોપી દેવામા આવ્યા હતા. 
ભુજ ફલાઈંગ સ્કવોર્ડની ટુકડીએ તે વખતે કરેલી કાર્યવાહીમાં જણાવ્યુ હતુ કે, સુજલામ સુફલામના તળાવ ઉંડા કરવા પેટે અહી ખોદકામ અને ખનન કરાયુ હોવાનુ પ્રામથીક તબક્કે જણાવાયુ છે. જેમના વર્કઓર્ડર સહિતની વિગતો વેરીફીકેશન કરવામા આવશે અને તે બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાશે. હવે અહી સવલાો આ તબક્કે એ થવા પામી રહયા છે કે, આજથી આઠ-દસ દીવસ પહેલા આ પ્રકારની કાર્યવાહી કરવામા આવી હતી,  તો શું હજુ સુધી વર્ક ઓર્ડર પાર્ટીએ રજુ નથી કર્યા? શું તંત્ર હજુય વેરીફીકેશનની કાર્યવાહી નથી આટોપી શકયુ? તંત્રએ મુરચબાણ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનન પ્રવૃતી પર જે તવાઈ બોલાવી હતી તેમાં શું કાર્યવાહી હવે થવા પામી છે તે જાણવા ભુજ ફલાઈંગ સ્કવોર્ડનો સંપર્ક કરાયો હતો પરંતુ શ્રી શાહના ફોનની ઘંટડીઓ જ રણકતી રહી હોવાથી તે વિફળ નીવડયો હતો અને તેની સાથે જ અહી કયાંક ને કયાંક તપાસ ઠંડા બક્ષામાં જઈ રહી હોય તેવા સવાલો પણ ઘેરાવવા પામી 
રહ્યા છે. કારણ કે, ખનીજચોરી રાજકીય ઓથ વિના કરવી સંભવ બનતી નથી અને તંત્ર દ્વારા અહી જે રીતે કાર્યવાહી કરવા ધસી જવાની સ્ફુર્તિ દર્શાવાઈ હતી તેટલી જ ઝડપ મુદામાલ ઝડપી લીધા બાદ કદાચ વેરીફીકેશનની કાર્યવાહી કહો કે તે પછીની કોઈ કાર્યવાહી જ કેમ ન હાયે તેમાં જણાતી નથી. તેની પાછળનુ રહસ્ય શું છે? 
આ ઉપરાંત અહી સવાલ તો એ પણ થઈ રહ્યા છે કે, મુદામાલ પકડાયા બાદ પાર્ટીએ એવો દાવો કર્યો હો કે, સુજલામ સુફલામ તળાવો ઉંડા કરવાનો તેમની પાસે વર્કઓર્ડર છે તો અહી વિચારવા જેવુ છે કે, જયાં ખનીજ હોય ત્યાં તળાવો ઉંડા કરવાની પરવાનગી અપાય જ કેમ? આપી છે તો કોણે આપી છે? 
ઉપરાંત સિંચાઈ વિભાગ કદાચ વર્ક ઓર્ડર કોઈ જગ્યાનો આપે તો તેમણે પણ જે-તે જગ્યાએ ખનીજ નથી ને તે માટે ખાણખનિજ વિભાગથી એનઓસી લેવાનુ થતુ હોય છે? આ કેસમાં આવુ એનઓસી લેવાયુ હતુ ખરૂ? તે પણ અહી તપાસનો વિષય બની રહ્યો છે. પ્રારંભિત તબક્કે આ કેસમાં જે રીતે ભુજ ફલાઈંગ સ્કવોર્ડની ટીમે ત્વરીતા અને સમય સુચકતા દાખવી છે તે જ રીતે જો હવે પછીની કાર્યવાહી કરવામા આવશે તો આ પ્રકરણમા ઘણુ બધુ બહાર આવશે અને સુજલામ સુફલામના નામે ખનીજચોરી કરનારા મોટા માથાઓના નામો પર બહાર આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

........


માત્ર મુરચબાણ નહી લખપત પટ્ટામાં ૧૪થી વધુ
મશીનો મારફતે થાય છે ધૂમ ખનીજચોરી...!


ગાંધીધામ : કચ્છના પેટાળમાં ભરપુર ખનીજ ધરબાયેલ છે. આ ખનીજમાથી સરકારને જેટલી આવક થવી જોઈએ તેનાથી વધુ તો ચોરી કરવામાં આવી રહી છે. અને લખપત પટ્ટામાં સુજલામ સુફલામના નામે ચાલતી ખનીજચોરીનું નેટવર્ક પણ તેનો દાખલો જક હી શકાય તેમ છે. મુરચબાણ પટ્ટામાં કાર્યવાહી કરાઈ છે તે તો માત્ર પાસેરામાં પુણી સમાન જ હોવાનુ મનાય છે. જાણકારો કહી રહ્યા છે કે, આવા તો અલગ અલગ ૧૪ જેટલા મશીનો લખપત પટ્ટામાં બેખોફીથી ખનીજચોરીને અંજામ આપી રહયા છે. ફલાઈંગ સ્કવોર્ડની ટુકડી એક જ સ્થળના કેસમાં પણ નિવેડો લાવવામાં જો આટલો સમય લગાડી જાય તો અન્ય મશીનો જયા ચાલી રહ્યા છે તેવોને તો કેટલો છુટોદોર મળી જાય તે વિચરાવાની વાત બની રહી છે. 

..........

Comments

COMMENT / REPLY FROM