ગાંધીધામમાં બિમાર માતા - પુત્રીએ એક સાથે દમ તોડતા અરેરાટી
બારોઈમાં પગ સ્લીપ થતા હેમરેજ થવાથી યુવાનનું મોત : ખીરસરામાં ગુમ યુવાનનો ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળ્યો : કડોલમાં ટ્રક વાયરને અડી જતા ચાલકને કરંટ લાગવાથી મોત
ગાંધીધામ : જિલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવો સામે આવ્યા છે. જેમાં ગાંધીધામમાં બિમાર માતા - પુત્રીએ એક સાથે દમ તોડતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. જયારે બારોઈમાં પગ સ્લીપ થતા હેમરેજ થવાથી યુવાનનું મોત થયું હતું. આ તરફ અંજારના ખીરસરામાં ગુમ યુવાનનો ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળ્યો હતો, જયારે કડોલમાં ટ્રક વાયરને અડી જતા ચાલકને કરંટ લાગવાથી મોત થયું હતું. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ નવી સુંદરપુરી ધોબીઘાટમાં રહેતા પપ વર્ષિય હીરાબેન પુનમભાઈ ચૌહાણ અને ૪૦ વર્ષિય દમયંતીબેન પુનમભાઈ ચૌહાણની તબિયત સારી ન હોવાથી સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં વધુ સારવારની જરૂરીયાત હોવાથી હીરાબેનને સારવાર માટે ભુજ લાવવામાં આવતા બપોરે ૧ર.૦પ કલાકે તબીબે જી.કે.માં મૃત જાહેર કર્યા હતા. જયારે દમયંતીબેનની તબીયત ખરાબ થતા વધુ સારવાર માટે જી.કે.માં ખસેડાયા જયાં તબીબે તેઓને ૧૩.૦૬ કલાકે મૃત જાહેર કર્યા હતા. બન્નેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ કરાવાયું હતું. હાલ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે એડી દાખલ કરી છે. બિમારી માતા - પુત્રીનું એક સાથે મોત થતા પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.મુંદરામાં બારોઈ ખાતે આવેલ શાંતિનીકેતન કોલોની મકાન નં. ૪૦માં રહેતા કૌશિકભાઈ ઠાકોરભાઈ બ્રહ્મભટ્ટ પોતાના ઘરે રૂમમાં ન્હાવા જતા હતા ત્યારે પગ સ્લીપ થતા પડી જવાના કારણે માથામાં ઈજાઓ થવાથી તેમનું સારવાર દરમ્યાન મોત થતા મુંદરા પોલીસમોું એડી દાખલ કરવામાં આવી છે. આ તરફ અંજાર તાલુકાના ખીરસરા ગામે રહેતા રર વર્ષિય કાસમ ગુલમામદ કટીયા પોતાના ઘરેથી બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ગુમ થયા હતા અને રાત્રીના દસ વાગ્યાના અરસામાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગે દુધઈ પોલીસે એડી દાખલ કરીને મોતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે. જયારે સુરજબારી નાકા પાસે કરંટ લાગવાના કારણે ડ્રાઈવરનું મોત થવા પામ્યું હતું. ભચાઉ પોલીસે જણાવ્યું કે, ટ્રક નંબર જી.જે.૧ર.બી.ઝેડ. ર૬૭૧ માં મશીનરી ભરીને મુળ રાજસ્થાન અને હાલે ગાંધીધામમાં રહેતા હિંમતારામ ધીરજરામ ચૌધરી ભરૂડીયા ગામ જતા હતા ત્યારે કડોલ પાસે ટ્રકને ઈલેકટ્રીક વાયર અડી જતા ઈલેકટ્રીક કરંટ લાગવાના કારણે ડ્રાઈવર હિંમતારામને ઈજાઓ થતા સારવાર માટે આદીપુર અને બાદમાં અમદાવાદ લઈ જતા હતા ત્યાં સામખિયાળી પાસે ધબકારા બંધ થતા સારવાર માટે માતૃ સ્પર્શ હોસ્પિટલ લઈ ગયા હતા. જયાં તબીબે મૃત જાહેર કરતા ભચાઉ પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Comments