Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ સમીપે ર.૮ની તીવ્રતાનું કંપન અનુભવાયું 

30 May


ભુજ : ભૂકંપના ઝોન-પ મા સમાવિષ્ટ સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના-મોટા આંચકાઓ સમયાંતરે આવતા રહે છે. આજે સવારે ૧૦ઃ૧૯ કલાકે પૂર્વ કચ્છમાં ર.૮ ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું. આ અંગે મળતી વિગતો મુજબ આજે સવારે પૂર્વ કચ્છના ભચાઉ પંથકમાં પેટાળમાં સળવળાટ થયો હતો. સવારે ૧૦ઃ૧૯ કલાકે ભચાઉથી ૯ કિલોમીટર ઉત્તર પૂર્વ દિશામાં કેન્દ્ર બિંદુ ધરાવતા સ્થળે ર.૮ ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ર.૮ અંકિત થઈ હતી. ર૩.૩૭૦ અક્ષાંત અને ૭૦.૩૮પ રેખાંશ પર કંપન અનુભવાયું હતું. ભૂકંપની વિવિધ ફોલ્ટલાઈન ધરાવતા કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના-મોટા આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. નાના-મોટા આંચકાઓ થકી પેટાળમાંથી ઉર્જાનું વિસર્જન થતું રહેતું હોવાથી મોટા માૂકંપનો ખતરો ઘટે છે તેવું તજજ્ઞો જણાવી રહ્યા છે. 


 

Comments

COMMENT / REPLY FROM