આદિપુર પીજીવીસીએલમાં અધિકારી-કર્મીઓ મસ્ત-પ્રજા ત્રસ્ત : કાળજાળ ગરમીમાં આડેધડ વીજકાપ : આબાલવૃદ્ધો ત્રાહીમામ
સોમવારે ઔદ્યોગીક નગરીના રામબાગ રોડ પર બપોરે ૧ર કલાકે એકાએક જ લાઈટ કાપી દીધી, કોઈ જ પ્રકારની આગોતરી જાણ નહી, રામબાગ વિસ્તારમાં વીજધાંધીયાની સમસ્યા રૂટીન બની હોવાનો બળાપો : કમ્પલેન લેનારાઓ અને અહીના ઈન્જીનીયર શ્રી પરમાર ભોગગ્રસ્તોના ફોન ઉપાડવાનું જ ટાળતા રહે છે :
આવા પેંધી ગયેલાઓને આદિપુરના બદલે વાગડની સરહદો દેખાડો!
ફાઈવ-એ અને બી વિસ્તારમાં રૂટીન વીજધાંધીયાની વધી રહી છે ફરીયાદ
ગાંધીધામ : દેશ સહિત ગુજરાત અને કચ્છમાં પણ હાલના સમયે ન માત્ર કાળજાળ બલ્ જીવલેણ પુરવાર થતી ગરમી આકાશમાંથી વરસવા પામી રહી છે. એકતરફ કુદરત ગરમીનો હાહાકાર વરસાવી રહી છે તો બીજીતરફ કૃત્રિમ રીતે આપ્રજાજનો પર વીજતંત્ર-પીજીવીસીએલ તંત્ર અને તેના પેંધી ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ત્રાસ આપી રહ્યા હોવાની સ્થિતી નિર્માણ થતી હોય તેમ જોવાઈ રહ્યું છે. પૂર્વ કચ્છના જોડીયા શહેરો પૈકીના એક આદિપુર રામબાગ રોડ પર પીજીવસીએલ કચેરી અને તેના જવાબદાર વીજતંત્રના અધિકારી શ્રી પરમાર અને અહી લાઈટ બાબતે કમ્લેન લખનારા કર્મચારીઓ એટલા બિનધાસ્ત બની ગયા છે કે, વીજધાંધીયાઓ ઓછા થાય તે સમસ્યાઓ હળવી કરવાની વાત તો તેઓની દુરની રહી પરંતુ ભોગગ્રસ્તોના ફોન જ ઉપાડવાની તસ્દી શુદ્ધા તેઓ લેતા જ ન હોવાની ફરીયાદો વધી રહી છે. રામબાગ વિસ્તારના ફીડરોમાં પાછલા એકાદ પખવાડીયાથી મોટા પ્રમાણમાં વીજધાંધીયાની ફરીયાદો સામે આવી રહી છે. દીવસ-રાત જોયા વિના આડેધડ વીજળી ગુલ થવા પામી જાય છે. આબાલવૃદ્ધો એટલે કે બાળકો અને વૃદ્ધા આ કાળજાળ ગરમીમાં વીજતંત્રની અણધડ નીતી અને મનસ્વી વલણથી થતા વીજકાપમાં અકળાઈ રહ્યા છે. અહીના ઈન્જીનીયર શ્રી પરમાર સાહેબ તો ફોન ઉપાડતા જ નથી પરંતુ જયા કમ્પલેન લખાવવાની હોય છે તે કર્મચારી પણ ફોન ઉપાડવાનુ જરૂરી માનતો જ ન હોવાની સ્થિતી સર્જી રહ્યો છે. ખરેખર પ્રજાજનોના હિતના ભોગે અને મનમાની પૂર્વક વર્તી રહેલા આ વિસ્તારના વીજતંત્રના લાપરવાહોને હવે વાગડની સરહદો દેખાડવાનો સમય આવી ગયો છે. આવાઓને આદિપુર ગાંધીધામના બદલે વાગડનારણ વિસ્તારમાં બદલી ફેકવા જોઈએ તેવો કચવાટ ભોગગ્રસ્તોમાથી સામે આવી રહ્યો છે. જાણકારો તો એમ કહી રહ્યા છે કે, અગાઉ મીટરનુ ફીટીંગ ઠેકેદારો-કોન્ટ્રાકટરો મારફતે કરવામા આવતુ હતુ પરંતુ હવે તો પ૦૦-૧૦૦૦ની લાલચમાં કે ખર્ચો કાઢવાની લાલસામાં આ સટ્ફ જ હવે મીટર ફીટ કરવા દોડી જઈ રહ્યા છે. અને મીટર લગાવ્યા બાદ તેમાં સમસ્યાઓ ઉભી થાય છે તે વખતે આ કર્મચારીઓ-સ્ટાફ જરા સહેજ પણ દાદ આપતો જ ન હોવાનો ક્રમ બનાવી રહ્યા છે.

Comments