૪ શ્રીલંકન આતંકીઓની કચ્છ કડી તો નથી ને? એજન્સીઓ ગાફેલ ન રહે? છ્જી કરે તપાસ!
રાજય આતંકવાદ વિરોધી દળની પાંચ ટીમો અલગ અલગ જગ્યાઓમાં તપાસ કરી રહી છે ત્યારે સુચક ઈશારો : આઈએસઆઈએસથી સંકળાયેલા અને અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા ૪ આતંકીઓ કટ્ટરવાદી માનસીકતા ધરાવી રહ્યા છે, હિન્દુ નેતાઓ હતા તેમના નિશાના પર : રાજયવ્યાપી તપાસ ચાલી રહી છે ત્યારે કચ્છમાથી પણ કોઈ આ શખ્સોના સંપર્કમાં ન હોતુ ને.? : કચ્છમાં પાકીસ્તાનની જાસુસોના મદદગારો અથવા તો હનીટ્રેપમાં ફસાયા બાદ માહીતીઓ પહોચાડનારાઓના ખુલાસાઓ સત્તાવાર એટીએસ દ્વારા કરાયા જ છે
ગાંધીધામ : ભારતમાં જયારે જયારે કોઈ મોટી ચૂંટણીઓ હોય અથવા તો રાષ્ટ્રીય કે ધાર્મિક દેશવ્યાપી મોટા તહેવારો હોય ત્યારે નાપાક મુલક તેમાં લોહી રેડવાના પેંતરાઓ કરતું જ રહે છે. દરમ્યાન જ હાલમાં દેશમા લોકસભાની ચૂંટણીઓ ચાલી જ રહી છે ત્યારે બીજીતરફ અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત આતંકવાદ વિરોધી દળ દ્વારા સતર્કતાભરી કામગીરી કરી અને અહીથી ચાર જેટલા આઈએસઆઈએસ સાથે સક્રીયતાથી સંકળાયેલા આતંકવાદીઓને પકડી પાડયા છે. એટલુ માત્ર જ નહી પરંતુ આ શખ્સો અહી અવ્યા તેનાથી પહેલા જ તેમને ઉપયોગમાં લેવા માટેના હથિયારો અહી આવી પહોચ્યા હતા. અમદાવાદ-ગાંધીનગર નજીકથી નાના ચીલોડા વિસ્તારમાથી આ હથિયારો પણ કબ્જે કરવામા અવ્યા છે તે ઉપરાંત આ શખ્સોની પ્રાથમિક પુછપછરમાં પણ ઘણા ખુલાસાઓ થવા પામી ચૂકયા છે. દરમ્યાન જ સરહદી ક્ષેત્રના જાણકારો કહી રહ્યા છે કે, આતંકવાદ વિરોધી દળની ટુકડી દ્વારા આ આતંકીઓની સાથે સંકળાયેલા કઈક કોયડાઓને ઉકેલવા, વધુ કયાંક કોઈ ભાંગફોડ થતી હોય તો તેને ડામવા અને આતંકીઓના મદદગારો સહિતનાઓના કનેકશનોને લને રાજયવ્યાપી તપાસ કરી રહી છે. એટીએસ દ્વારા પાંચ અલગ અલગ ટીમો બનાવવામા આવી છે અને તપાસ કરવામા આવી છે. આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, આ આતંકીઓના મદદગારો કચ્છમાં તો કોઈ રહેલા નથી ને? આઈએસઆઈએસ આતંકીઓની કચ્છ કડી તો કયાંય સામે આવી નથી ને? કારણ કે, અગાઉ પણ દેશમાં કયાંય પણ મોટા નાપાક હુમલાઓ કે તેના કારસ્તાનો ઝડપાયા હોય તો તેમાં કચ્છ કડી જોડાતી જ આવી હોવાનો ભુતકાળ છે. એટલુ માત્ર જ નહી પરંતુ આતંકવાદ વિરોધી દળ ગુજરાતની ટીમો દ્વારા પણ હનીટ્રેપના કેસમાં પાકીસ્તાનને ભારતની સંવેદનશીલ માહીતીઓ મોકલનારા શખ્સોનો પણ તાજા ભુતકાળમાં જ ખુલાસો કરવામા આવ્યો છે. એટલે કયાંક ને કયાંક આવી ઘટનાઓમાં કચ્છ ચર્ચાસ્પદ રહેતુ જ હોય છે. તેના લીધે જ કેન્દ્ર સરકાર દ્વારા કચ્છમાં દેશભરની વિવિધ એજન્સીઓને બેસાડવામા આવી છે અને તેની ટીમોને સક્રીય કરાઈ છે. એટીએસ જો કચ્છમાં પણ દરીયાઈ-કાંઠળા પટ્ટાઓ સહિતના સંવેદનશીલ રહેલા વિસ્તારોમાં આવા આતંકીઓને મદદ કરનારાઓ આશરો નથી પામી રહ્યા ને? તેની તપાસ કરાવે તે સમયનો તકાજો બની રહ્યો છે.

Comments