Trending News
સ્થાનિક સમાચાર

સામખિયાળી-લાકડીયા ધોરીમાર્ગ બન્યો રકતરંજીત : ૩ મોત

24 May

ટ્રેઈલરે ટ્રેકટરને હડફેટે લેતા લેતા સર્જાઈ કરૂણાંતિકા


રાધનપુર તરફથી આવતા ટ્રેઈલરે ટ્રેકટરને હડફેટે લેતા બન્યો બનાવ : 
બે જણના ઘટના સ્થળે જયારે એકનું સારવાર દરમ્યાન થયું મોત


ભચાઉ : સામખિયાળી - લાકડીયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ જણના મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ અંગેની વિગતો મુજબ આજે સવારે સવા આઠ વાગ્યાના અરસામાં રાયમલ બાપાની મઢી નજીક આ બનાવ બન્યો હતો. રાધનપુર તરફથી પુર ઝડપે આવતા ટ્રેઈલરે એરંડા ભરીને ભચાઉ માર્કેટયાર્ડ જતા ટ્રેકટરને ટક્કર મારતા ટ્રેકટર પલ્ટી જતા ટ્રોલીમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જયારે એકનું સારવાર દરમ્યાન મોત થવા પામ્યું છે. આ ઘટનામાં ટ્રેકટરની ટ્રોલીમાં બેઠેલા શીવલખા ગામના ર૦ વર્ષિય લકીરાજસિંહ અજીતસિંહ જાડેજા, પપ વર્ષિય જીલુભા ભુરજી જાડેજા અને મીતેશ હરખાના કરૂણ મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવમાં ટ્રેકટર ચાલકનો ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માત સર્જીને ટ્રેઈલરનો ચાલક ભાગી ગયો હતો. લાકડીયા પોલીસે મોરબી હાઈવે પર હોટલ નજીકથી ટ્રેઈલરને શોધી લીધો છે. જયારે ચાલકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. એક જ ગામના ત્રણ લોકોના મોત થતા ગામમાં પણ શોકનું ફરી વળ્યું હતું. લાકડીયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM