કચ્છમાથી કેન્દ્રીય એજન્સીએ ૧ સન્ધિને ઉઠાવ્યો?
દિલ્હી નોઈડા ડીઆરઆઈ ત્રાટકી?
સુરતના મૌલવીના પાકીસ્તાની કડીવાળો કેસ, કે પછી શ્રીલંકન ચાર આતંકીઓનું કનેકશન? અટકળો તેજ : યા તો પછી ડિઝલની આયાતમાં ગાલમેલ કરવા બદલ ડીઆરઆઈના અગાઉના કેસમાં ચર્ચાસ્પદ બનેલ શખ્સને પાઠવાયુ સમન્સ?
ગાંધીધામ : પાકીસ્તાનની જળ-જમીન અને વાયુ સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય વેપાર-વાણીજય પણ મોટા પ્રમાણમાં ચાલે છે અને તેને પગલે જ પાછલા કેટલાક સમયથી અહી કેટલીક રાષ્ટ્રીય એજન્સીઓ પણ તવાઈ બોલાવી અને મોટા પ્રકરણનો પર્દાફાશ કરતી રહેતી હોય છે.
દરમ્યાન જ આજ રોજ ચર્ચાતી વિગતો અનુસાર કચ્છમાથી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ એક સંદિગ્ધ શખ્સને ઉઠાવ્યો હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં પણ સુરતના મૌલવીના પાકીસ્તાની કડીઓનો કેસ તથા શ્રિલંકન ચાર આઈએસઆઈએસ આતંકીઓ ઝડપાયાના કેસ પણ બહુ ગાજી રહ્યો છે ત્યારે કચ્છમાથી ઉઠાવાયેલ શખ્સ કઈ એજન્સી લઈ ગઈ છે, શખ્સ કયા કેસમાં સંડોવાયેલ છે તેનો સચોટ વિગતો બહાર નથી આવી પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, ડિજલની આયાત-નિકાસએ તેને લગતા વ્યાપારથી સંકળાયેલ અને અગાઉ પણ ડીઆરઆઈ દ્વારા જેના પર મિસડીકલેરેશનનો કેસ કરી પ૦ કન્ટેઈનરો ઝડપી અને તપાસ ચલાવી જ રહી છે તેવા એક શખ્સને ઉઠાવ્યો છે. જો કે, આ બાબતને પણ ડીઆરઆઈ તરફથી સત્તાવાર સમર્થન મળવા પામ્યુ નથી.

Comments