Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રામાં ઘઉં દળાવવા ગયેલી સગીરાની છેડતી કરી માર મરાયો 

20 May



માંડવી અને આધોઈમાંથી બે સગીરાના અપહરણ


ગાંધીધામ : જિલ્લામાં સગીરાઓને સાંકળતી ત્રણ ઘટનાઓ પોલીસ ચોપડે ચડી છે. જેમાં મુન્દ્રામાં સગીરાની છેડતી કરવામાં આવી છે, જ્યારે માંડવી અને આધોઈમાં અપહરણની ઘટના ચોપડે ચડી છે. 
આ બાબતે મુન્દ્રા પોલીસમાંથી મળેલી માહિતી મુજબ આરોપી રમજાન ઉર્ફે બાનાડો સિધિક જુણેજાએ ફરિયાદીની સગીરવયની દીકરીને વોઈસ ક્લિપ મોકલાવી મળવા માટે બોલાવી હતી. સગીરા મળવા માટે ન ગઈ દરમીયાન તે લોટ દળાવવા ગઈ ત્યારે આરોપીએ તેને પોતાના ઘરમાં ખેંચી ગળાના ભાગે નખ વગાડી પટ્ટાથી માર મારી છેડતી કરી હતી. આ બાબતે ભોગ બનનારે પરિવારના કહેતા પિતાએ આરોપી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પીઆઈ જે.વી. ધોળાએ આરોપીની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે માંડવીમાં ૧૪ વર્ષિય સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાગ ગામના રજાક સિધિક સુમરા નામના શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હોવાની ફરિયાદ માંડવી પોલીસમાં નોંધાઈ છે, જ્યારે ભચાઉ તાલુકાના આધોઈ ગામે માળિયાના અને હાલે મચ્છુનગરમાં રહેતા રમેશ વિજય ચાવડા નામના શખ્સે કાયદેસરના વાલીપણામાંથી ૧૪ વર્ષિય સગીરાનું અપહરણ કર્યું હોવાની હકીકતો તળે ગુનો દાખલ કરાવયો હતો. બન્ને કિસ્સામાં પોલીસે સગીરાની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM