Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન લીંડબજશ ખાટવાની સસ્તી નીતી છોડે :  નહી તો કંડલાનો ટ્રાફિક અન્યત્ર ડાયવર્ટ થશે : જાણકારાની લાલબત્તી

18 May

વે બ્રીજ ઠેકા બંધ થતા ટ્રાન્સપોટેેશન અટકયું : માલ પરીવહન પ્રભાવિત : વેપારીઓ ત્રાહિમામ





કાર્ગોની સિદ્ધીના ખોટા ખોંખારા ખાનારા ડીપીએ-કંડલાના અમુક બની બેઠેલાઓ વેપારીઓની પીડા સમજો : ૪૫ દીવસમાં કાર્ગો હેન્ડલીંગના ઈતિહાસ રચ્યાના દાવો  કરનારા ડીપીએ પ્રશાસનને ભોગગ્રસ્તનો ટોણો : હાલમાં પણ કોલસા સહિતના પરીવહન કારોના કામો પડી ગયા છે મંદ, વે બ્રીજ સંચાલન રદ થતા ટ્રાન્સપોર્ટેશને લાગી ગયુ છે બ્રેક : મંદીની સ્થિતીમાં વેપારીને પડી રહ્યો છે બમણો ધુમ્બો : પ્રશાસન આવું જ વલણ અપનાવશે તો વેપારીઓ ચોકકસથી મોઢું ફેરવતા થઈ જશે


ગાંધીધામ :  દેશના મહાબંદર પૈકીના એક એવા ડીપીએ કંડલા પોર્ટ પ્રશાસનને જાણે કે, સસ્તી પ્રસિદ્ધીનો લુણો લાગ્યો હોય તેમ પોર્ટ પહેલા નંબરે આવ્યુ, કાર્ગોમાં ઈતિહાસ રચ્યુ, ના જ લીંબડજશ ખાટતું ફરી રહ્યુ છે અને તેમાંને તેમાં પોર્ટ યુજર્સ તથા વેપારીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી બની જવા પામતી હોવાનો કચવાટ સામે આવવા પામી રહ્યો છે તેથી જ પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ડીપીએ પ્રશાસન વેપારીઓની વ્યથાને સાંભળે, સમસ્યાઓને જુએ, તેનો વેળાસર નિકાલ કરે અને લીંબડજશ ખાટવાની સસ્તી નીતીઓથી દુર રહે નહી તો અહીનો ટ્રાફિક અન્યત્ર ડાયવર્ટ થતા વાર નહી લાગે.
આ બાબતે ગાંધીધામ-કંડલા સંકુલના વેપારી આલમમાંથી ઉઠતી ચર્ચાઓ અને રોષની જો વિગતે વાત કરીએ તો એકતરફ દેશના મહાદબંર એવા ડીપીએ કંડલા દ્વારા ખુદ કાર્ગો હેન્ડલીંગમાં નવા વિક્રમ રચ્યા હોવાના દાવાઓ ઠોકી રહ્યા છે તો બીજીતરફ એ જ કાર્ગો હેન્ડલીંગમાં જેની મહત્વપૂર્ણ અને ચાવીરૂપ ભુમિકા રહેલી મનાય છે તેવા ટ્રાન્સપોર્ટેશ અને તેનાથી સંકળાયોલી વેપારીઓની સ્થિતી કંઈક અલગ જ અને કફોડી બનેલી હોવાનુ મનાઈ રહ્યું છે. 
જાણકારો કહી રહ્યા છે કે, ડીપીએ કંડલા પોર્ટ દ્વારા અપાયેલ ખાનગી પાર્ટીનો ઠેકો તેના ભષ્ટચચરા અને કોભાડો ખુલા પડી જતા વે બ્રીજ સંચાલનના રદ કરી દીધો છે. હવે આ ઠેકો રદ કરાય છે તે તો પારદર્શક વહીવટની દીશામાં કદાચ સારૂ કદમ માની શકાય તેમ છે પરતુ આ ઠકો કરી કરી દેવાયો છે તે પછીની ગંભીર અસરો બાબતે પણ જરા સહેજ વિચાર ન કરાયો હોય તેવી સ્થિતી ઉભી થવા પામી હોવાનુ ભોગગ્રસ્ત વેપારી વર્ગમાથી ઉઠવા પામી રહ્યો છે. 
કહેવાય છે ડીપીએ -કંડલા પોર્ટ પ્રશાસન અને તેના બની બેઠલાઅ અમુક અધિકારીઓ જાણે કે માત્ર અને માત્ર પોતાની સ્વઘોષિત પ્રસિદ્ધીઓ કરાવવામાં તથા ગજવા ગરમ કરવામાં જ રટ્ટ પડયા હોય તેમ પોર્ટ યુજર્સ અને વેપારીઓ સહિતનાઓ જાય તેલ લેવા તેવો તાલ કરીને બેસી ગયા છે અને તેમાં ને તેમાં જ પોર્ટથી ટ્રાફિક અન્યત્ર ડાયવર્ટ થવા પામી રહ્યો હોય તેવી પણ સ્થિતી જાણકારો જોઈ રહ્યા છે. 
સહેજ વિગતવાર વાત કરીએ તો અહી વે બ્રીજ સંચાલન ઠેકાઓ રદ કર્યા બાદ હવે ટ્રાન્સપોર્ટેશન અને વાહનોના પરીવહનને પણ અસર થવા પામી ગઈ છે. આ વાહનોની ગતિ પર જાણે કે બ્રેક આવી ગયો હોય તેવી સ્થિતી ઉભી થઈ છે. એક તો પાછલા અમુક સમયથી કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક વસ્તુઓની આયાત-નિકાસ પર પ્રતિબંધ લાદી દેવામા આવતા ટ્રાન્સપોર્ટેશનનો ધંધો આમેય મંદો ચાલતો હતો, હવે પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે, વાહનો અને વેપારીઓ પાસે કામ છે , તો પોર્ટ પ્રશાસન મંદ પડી ગયુ હોય તેવી સ્થિતી જોવાઈ રહી છે. આવામાં ન છુટકે કયાંક ને કયાંક વેપારીઓએ અન્યત્ર મોઢું ફેરવવા જેવી સ્થિતી આવી જાય તો નવી નવાઈ નહી કહેવાય.
કંડલા પોર્ટમાં આમેય જેટીઓ ખાલી પડી છે, અગાઉ જે આઠથી પદર દીવસના વેઈટીંગ પીરીયડ રહેતા હતા તેના બદલે અડધોઅડધ જેટીઓ ખાલી જ ભાસી રહી છે અને હવે પોર્ટ પ્રશાસનની આવી સુસ્ત અને લાપરવાહીવાળી નીતીઓ રહી તો વેપારીઓ ચોકકકસથી અન્યત્ર મોઢું ફેરવી જ જશે એટલે કે ટ્રાફિક અન્યત્ર ડાયવર્ટ થવા પામી શકે તેમ જોવાઈ જ રહ્યું છે.હાલમાં પણ વેપારીઓ-ટ્રાન્સપોર્ટસ સહિતનાઓને જે પીડાઓ હોય તેને વેળાસર જ પોર્ટ પ્રસશાને ગંભીરતાથી ધ્યાને લઈ તેમને સાંભળવા જોઈએ અને તે સમસ્યાનો વેળાસર નિકાલ કરવામા આવે તે બાબતે વિચાર કરવો જોઈએ. 
અહી ભોગગ્રસ્તો અમુક વધારે બળાપો ઠાલવતા કહી રહ્યા છે કે, ડીપીએ કંડલા પોર્ટ મોટી મોટી વાતો કરી રહી છે, બંડ પોકારી રહી છે કે કાર્ગોમાં ઈતિહાસ વિક્રમજનક સિદ્ધીઓ હાંસલ કરી પરંતુ તેના જો આકડાઓ ચકાસવામા આવશે તો અભિનંદન તો વાડીનાર પોર્ટને આપવુ પડશે જે કંડલા પોર્ટમાં અમુક ટકા શેર ધવરાતુ બંદર છે. એટલે કાર્ગો હેન્ડલીગના સારા આંકડાઓ તો વાડીનાર પોર્ટને આભારી જ કહેવાશે. તમે તો સવાર પડેને નીતીઓ-ટેરીફ, ચાર્જીસ, વલણ બદલાવતા ફરો છે તેમાં કયાંથી આ રીતે કાર્ગો હેન્ડલીંગના ઈતીહાસ રચી શકવાના જ હતા? આ ઉપરાંત અમુક જાણકારો તો એમ પણ સુચવી રહ્યા છે કે, કાલસા સહિતના ધંધા વેપાર કંડલા ડીપીએમાથી ખુબજ મોટા પ્રમાણમાં પરીવહન ક્ષેત્રે ધમધમી રહ્યા છે. તેની સાથોસાથ જ આસપાસમાં અદ્યતન અને વિશેષ સુવીધાઓ સભર આવા કાર્ગો માટેના હરીફો તૈયાર થવા પામી જ રહ્યા છે. જો ડીપીએ પ્રશાસન હવે તેની નધણીયાતી નીતી નહી છોડે તો વેપારીઓ પાસે સારા વિકલ્પનો તખ્તો પણ ઉભો થયેલો દેખાય જ છે અને કંડલા ડીપીએથી મોઢું ફેરવી અને આ વિકલ્પો તરફ વળતા પણ કદાચ વાર નહી કરે તેવી ચીમકી પણ દર્શાવાઈ રહી છે. જાણકાર તો કહી રહ્યા છે કે, હાલમાં વેપારીઓને કોલસા જેવા માલની ખુબ જ જરૂર છે, ડીમાન્ડ રહેલી છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશનને પોર્ટમા જાણે અજાણે બ્રેક મારી દીધી હોય તો આ માલ પહોચશે કેમ? અને જરૂર હોય ત્યારે જ માલ ન મળે તો વેપારી અન્યત્ર જતા પણ વિચાર શેનો કરવાના છે? એટલે માત્ર અભાસી આંકડાઓ અને રૂપકડા ચિત્રો રજુ કરી અને લીંબડજશ ખાટવાના બદલે પોર્ટ યુજર્સ સહિતના વેપારીઓની સાચી ચિંતા કરવી 
પોર્ટના રેવેન્યુ જનરશેન તથા સાંખ બન્ને માટે મહત્વનું બની રહેશે તેમ જાણકારો કહી અને વેળાસર જ કોલસા જેવા માલનુ પરીવહન ઝડપી બને, વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટેશનની જરૂરીયાત અને સમયની માંગને તંત્ર સમજે તે જ સૌના હિતમાં હોવાનુ મનાય છે.

Comments

COMMENT / REPLY FROM