ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર્દાફાશ
અંજાર પોલીસે દરોડો પાડી લખાસીંઘ સહિત ત્રણની અટકાયત કરી : છ સામે ગુનો દાખલ
અંજાર : તાલુકાના ખેડોઈ પાસે રંગલા પંજાબ હોટેલ પર આવતા કન્ટેનરોમાં ભંગાર ચોરી કરતી ટોળકીના ૩ જણાને પોલીસે રંંગે હાથે દબોચી લીધા છે. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ખેડોઈ હાઈવે પર રંગલા પંજાબ હોટેલ પર આવતા કન્ટેનરોમાં સીલ તોડી ચોરી કરવાની પેરવી થતી હોવાથી પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે જાવેદ ઈબ્રાહીમશા મકડા (કુંભાર)(રહે. અંજાર), રજાક કુંભાર (રહે.ગાંધીધામ), રાજબીરસીંઘશીખ (રહે. પંજાબ), ગુરજીતસીંઘ શીખ (રહે.ખેડોઈ), ગુરપ્રીતસીઘ ઉર્ફે પેજાસીંઘ (રહે. દીલ્હી દરબાર), વાળા સામે ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓ હોટેલ પર આવતા વાહનોના કન્ટેનરોના સીલ તોડી તેમાંથી માલની ચોરી કરી બોલેરોમાં ભરી ચોરી કરતા હતા.અંજાર પોલીસે રેડ દરમિયાન રજાક કુંભાર, ગુરપ્રીતસીંઘ અને લખબીરસીઘ ઉર્ફે લખાસીઘ (રહે. ભચાઉ)વાળાની અટકાયત કરીતેમની પાસેથી ત્રણ મોબાઈલ કબજે કરીઆગળની કાર્યવાહી હાથ ધરી હતી.
.........
અંજારના પીઆઈ સિસોદીયાની ટીમની કાર્યવાહી કાબીલેદાદ :
લાખાને ઝડપ્યો છે, તો હવે તેના નેટવર્કનો કરી દેખાડો ભાંડાફોળ
રંગીલા હોટેલ ખેડોઈ પાસેના ભંગાર ચોરીના કારનામાનો અંજાર પોલીસે પર્દાફાશ કરી દેખાડયો છે તેની સાથે જ જે ત્રણ શખ્સોને પકડાયા છે તેમાં ભચાઉવાળા લાખાનો સમાવેશ થાય છે, આ લાખાની ન માત્ર ખેડોઈ બલ્કે સામખીયાળીથી ગાંધીધામ અને ગાંધીધામથી-અંજાર-મુંદરા હાઈવે પર અંદાજીત ૪૦થી વધુ જેટલી ઢાબા સ્ટાઈલ હોટલો ધમધમે છે, જે પૈકીની મોટાભાગની અસામાજીક પ્રવૃતીના અડ્ડા સમાન જ રહેલી છે : અગાઉ ભચાઉ પાસેથી આ લાખાની હોટેલની પાછળની ઓરડીમાં દારૂનો મોટો પોઈન્ટ પોલીસે પકડી પાડયો હતો
ઝડપાયેલા લાખાના કડક રીમાન્ડ લેવાશે તો વાગડથી માંડી અને મુંદરા સુધીની હાઈવે હોટલોમાં ચાલતી અસામાજીક પ્રવૃતીઓના અડ્ડાઓ-તેની માયાજાળા થશે બેનકાબ
કચ્છની ઢાબા સ્ટાઈલ હાઈવે હોટેલોની આડમાં બેનામી ધંધા માટે લાખો તગડા વહીવટ કરતો હોવાનુ અને તેનો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે તેવી શેખીઓ અનેકવખત મારી ચૂકયો છે, અંજાર પીઆઈ સિસોદીયાએ ધરપકડ કરીને લાખાને ભોંય ભેગો પાડી દીધો છે
ગાંધીધામ : કચ્છમાં વિવિધ સ્ટેટ નેશનલ હાઈવે પર હાવેલી અમુક ઢાબા સ્ટાઈલ હોટેલોમાં બેનામી ધંધાઓ આચરવામાં આવી રહ્યા હોવાની છુટીછવાઈ ઘટનાઓ બનતી જ રહેતી હોય છે અને તેમાં લાખા નામના શખ્સની ભૂમિકા હમેશા ચકચારમાં આવતી રહી છે. પરંતુ આ લાખો જાણે કે, જવાબદારોને તગડા વહીવટો-સેકસન આપીને જ કચ્છના હાઈવે પર આવેલી ઢાબા સ્ટાઈલ ૪૦ જેટલી અલગ અલગ હોટેલોમાં બેનામી ધંધાઓને બેખોફીથી ધમધમાવતો હોય તેમ મુદામાલ તો સમયાંતરે પકડાતો જ હતો પરંતુ લાખાની ધરપકડ થવા પામતી ન હતી. અંજારના પીઆઈ શ્રી સિસોદીયાએ ખેડોઈ પટ્ટામાં લાખાની હોટેલમાં ભંગાર ચોરીના ચાલતા કારનામાને ન માત્ર ખુલ્લો પાડી દીધો છે પરંતુ તેની સાથોસાથ જ લાખા નામના શખ્સની પણ ધરપકડ કરી લીધી છે અને તેથી જ તેઓની ટીમની કાર્યવાહી અહી પ્રસંસનીય ગણવી જ રહી. હવે જયારે લાખાને પકડોય છે ત્યારે તેના કડકમાં કડક રીમાન્ડ મેળવવા જોઈએ અને રીમાન્ડ દરમ્યાન ખેડોઈની તેની હોટેલમાં જે ભંગાર ચોરી ચાલતી હતી તે કેટલા સમયથી ચાલતી હતી, કોની કોની મદદગારી છે, ચોરાઉ મુદામાલ કોને વેંચવામાં આવતો હતો, એ તો બધુ બહાર લાવવુ જ જોઈએ પરંતુ કહેવાય છે કે, આ લાખાની જો આગવી ઢબથી કડક પુછતાછ થશે અને તેનો ગુનાહિત ઈતિહાસ પણ ચકાસવામાં આવશે તો ખ્યાલ આવશે કે, કચ્છમાં ઢાબા સ્ટાઈલ હોટેલોમાં કેવા કેવા પ્રકારના ગંભીર ગુનાઓને અંજામ આપવામાઆવી રહ્યો છે. કહેવાય છે કે , આ લાખો ૪૦થી વધુ જેટલી હોટલોના સંચાલકો પડદા પાછળથી ખુદ જ કરી રહ્યો છે. રેકર્ડ અને નામ પર પોતે કયાય નથી પરંતુ આવી ઢાબા સ્ટાઈલ હોટેલોમાં બેનામી ધંધાઓના નેટવર્ક તેણે જ ધમધમાવી રહ્યા છે. જો પોલીસ કડકાઈથી પુછતાછ કરશે તો બીજા ઘણા બધા ગુનાઓના ભેદ પણ આ કેસની સાથે જ ઉકેલાઈ શકે તેમ હોવાનુ જાણકારો કહી રહ્યા છે.

Comments