Trending News
સ્થાનિક સમાચાર

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપાર કરાયો : ગાંધીધામ બી ડીવીઝન પીઆઈની કડકાઈ સરાહનીય

16 May

કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એસપીશ્રીની ટીમનો સપાટો


શરીર સબંધી ગુનાઓ આચરતા મીઠીરોહરના ઇશમને કચ્છ,મોરબી,પાટણ તથા સુરેન્દ્રનગર જીલ્લાઓમાંથી એક વર્ષ માટે તડીપાર કરતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ : બી ડીવીજન પોલીસ મથકે શરીર સબંધી સહિત પાંચ ગુનામાં આરોપી છે સીકલો

ગાંધીધામ : શહેરના બી ડીવીજન પોલીસ મથકે નોંધાયેલા પાંચ ગંભીર ગુનામાં આરોપી રહેલો અસામાજીક તત્વ સમાજમાંં ગેરપ્રવૃતી ફેલાવતો હોઈ પોલીસે તેની સામે પાંચ જિલ્લામાંથી એક વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ કર્યો હતો.બી ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર ગંભીર પ્રકારના શરીર સબંધી ગુનાને અંજામ આપતોહોઈ, તેમજસમાજની અંદર અસામાજીક પ્રવૃત્તી ફેલાવતોહોઈ ગુુનાહીત માનસીકતા ધરાવતા મીઠી રોહરના સીકંદર ઉર્ફે સીકલોઅબ્દુલ ધોના (ઉ.વ.ર૪)ને અંકુશમાં લેવા માટે તડીપાર કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી જે મંંજુર  થતા તેની અટકાયત કરવામાં આવી હતી. અમીઠીરોહરના સિકંદર ઉર્ફે સિકલાને કચ્છ, મોરબી, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. આ બાબતે સતાવાર રીતે જાહેર કરવામા આવેલી પ્રેસયાદીમાં જણાવ્યા અનુસાર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ,  સરહદી રેન્જ-ભુજ નાઓ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં અવાર નવાર શરી૨ રાંબધી ગુનાઓ આચરતા ઈશમો ઉપર જરૂરી પગલાઓ લેવા સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષાડ શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ ત૨ફથી પણ જરૂરી સુચના તેમજ અટકાયતી પગલા લેવા જણાવવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.ડી.ચૌધરી નાઓ દ્વારા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર ગંભીર પ્રકારના શરીર સંબધી ગુનાઓ કરતા હોય અને તેના કારણે સમાજની અંદર અસામાજીક પ્રવુતી ફેલાતી હોય અને તેવા ગુનાહીત માનશીકતા વાળા ઇસમોની પ્રવુતીને અંકુશમાં લાવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા સારૂ મીઠીરોહર ગામના ઈશમ વિરૂધ્ધ તેના ગુનાહીત ઇતીહાસ આધારે અત્રેના કચ્છ જીલ્લા માથી તેને તડીપાર કરવા સારૂ દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ અંજાર નાઓ ત૨ફ મોકલી આપવામા આવેલ જે તડીપા૨ દરખારત મંજુર થતા મજકુર ઇરામને હુકમની બજવણી કરી કચ્છ જીલ્લા તથા કચ્છ જીલ્લાને અડીને આવેલ મોરબી,પાટણ તથા સુરેન્દ્રનગર જીલ્લાઓની હદ માથી એક વર્ષ માટે તેને તડીપાર કરવામાં આવેલ છે.તડીપાર થયેલ ઇસમ સિકંદર ઉર્ફે સિલો અબ્દુલભાઈ ઘોના ઉ.વ.૨૪ રહે- મીઠીરોહર તા-ગાંધીધામ ૩ મર્ડર આરોપી વિરૂધ્ધ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેમજ અંજાર પોલીસ સ્ટેશનમાં ખુનની કોશીષ તેમજ પોલીસ ઉપર હુમલો કરવા સહીતના ગુનાઓ નોંધાયેલ છે.આ સફળ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી તથા પો.સબ ઇન્સ. શ્રી એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.


........


સિકલા સામે મર્ડર-પોલીસ પર હુમલા સહીતના ગુના નોંધાયેલા છે

ગાંધીધામ બી ડીવી પો.સ્ટે..ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૭૨૧૧૭૪/ ૨૦૨૧ ઈ.પી.કો ૬-૩૩૨ તથા જી.પી.એક્ટ ૬-૧૩૫, ગાંધીધામ બી ડીવી પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૭૨૧૧૬૨૯/૨૦૨૧ ઈ.પી.કો ૫- ૩૦૭,૩૨૩,૫૦૬(૨),૨૯૪(૫) તથા જી.પી.એક્ટ ૫-૧૩૫, અંજાર પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૩૨૨૦૧૩૨/૨૩૨૨ ઈ.પી.કો ક- ૩૦૭,૩૨૬,૩૨૩,૧૧૪ તથા જી.પી.એક્ટ -૧૩૫, ગાંધીધામ બી ડીવી પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૭૨૨૧૧૮૪/૨૦૨૨ ઈ.પી.કો ૬- ૩૨૩,૨૯૪(ખ),૪૨૭,૫૦૬(૨) મુજબ, ગાંધીધામ બી ડીવી પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૭૨૩૦૨૨૭/૨૦૨૩ ઈ.પી.કો ૬- ૩૨૩,૩૨૪,૩૨૫,૨૯૪(ખ) તથા જી.પી.એક્ટ ૬-૧૩૫ મુજબ દાખલ થયેલ છે.

 

Comments

COMMENT / REPLY FROM