કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળકોનો સન્માન સમારોહ યોજાયો
અક્ષયરાજ પોલીસ અધિક્ષક, બનાસકાંઠા, પાલનપુર તેમજ ડો.જે.જે. ગામીત, નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ, પાલનપુરનાઓના શિક્ષણ પ્રત્યે હકારાત્મક અભિગમ અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારી, હોમગાર્ડ તેમજ જી.આર.ડી. જવાનોના બાળકો શિક્ષણમાં આગળ વધી શકે અને સાથોસાથ બાળકોને શિક્ષણક્ષેત્રે રૂચિ વધે અને તેઓને આગળ વધવાની પ્રેરણા મળે તેવા ઉમદા હેતુથી તા.૧૩/પના પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ-ભુજનાઓના દ્વિ-વાર્ષિક ઈન્પેકશન અનુસંધાને પોલીસ, હોમગાર્ડસ તેમજ જી.આર.ડી. જવાનોના બાળકો કે જેમણે એસએસસી ધો.૧૦ તેમજ એચએસએસી ધો.૧ર વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહમાં સારા ટકા સાથે ઉત્તીર્ણ થઈ સમાજ, ગામ અને પોલીસ વિભાગમાં તેઓના વાલીનું નામ રોશન કરેલ તેવા કુલ ૧૯ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓને ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજનાઓના હસ્તે અક્ષયરાજ મક્વાણા, પોલીસ અધિક્ષક, બનાસકાંઠા, પાલનપુર તેમજ ડો.જે.જે.ગામીત નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગ, પાલનપુરનાઓની ઉપસ્થિતિમાં પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને સાથોસાથ વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રેન્જ આઈજી અધ્યક્ષતામાં પાલનપુર પોલીસ વિભાગીય કચેરી ખાતે બાળકોનો સન્માન સમારોહ અને
વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

Comments