Trending News
સ્થાનિક સમાચાર

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે રાજકોટના બે ઝડપાયા

13 May

ગઈકાલે લોદ્રાણી પાસે પીછો કરીને પીકઅપ વાહનમાંથી ઝડપાયો હતો શરાબ 



પાયલોટીંગ કારને પણ ઝડપી લેવાઈ : કચ્છથી શરાબ લઈને જતા હતા


રાપર : મતદાન પૂર્ણ થયા બાદ ફરી એકવાર જિલ્લામાં શરાબની હેરાફેરી વધી ગઈ છે. ગઈકાલે લોદ્રાણી પાસે પીછો કરીને પીકઅપ વાહનમાંથી ૪.ર૦ લાખનો શરાબ ઝડપી લેવાયા બાદ હવે આડેસર પોલીસે શરાબ ઝડપી લીધો છે. નાંદા રણમાં શરાબની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે કરવામાં આવેલી તપાસમાં ૪.૩ર લાખનો શરાબ ઝડપી લેવાયો છે. આ અંગેની વિગતો મુજબ પોલીસવડા સાગર બાગમાર દ્વારા જિલ્લામાં શરાબની ગેરકાયદે હેરફેર અટકાવવા માટે અપાયેલી સૂચના અન્વયે આડેસર પીઆઈ બી.જી. રાવલને બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી હતી. નાંદાના રણમાં ગાડી નં.જીજે૦૩-બીડબ્લ્યુ-૧૧૮૪ દારૂની હેરફેર કરવામાં આવતી હતી. જેના આધારે ગાડી રોકાવી પાયલોટીંગમાં રહેલી સ્વિફટ ગાડી નં.જીજે૦૩-એમએ-૭૧ર૮ પણ કબજે લેવામાં આવી હતી. કેમ્પર ગાડીમાં તપાસ કરતા વોડકાના ૪,૩ર૦ ક્વાર્ટરીયા કિંમત રૂા.૪,૩ર,૦૦૦ મુદ્દામાલ મળી આવ્યો હતો. જે સાથે રાજકોટના હઝરતઅલી ઈકબાલભાઈ શેખ અને સાહીદઅલી ઈસમાઈલઅલી શેખની અટક કરવામાં આવી હતી. આ દારૂ ક્યાં આપવા જવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. આડેસર પીએસઆઈ બી.જી.રાવલે જણાવ્યું કે, ઝડપાયેલા બન્ને શખ્સો દારૂ ભરેલી ગાડીમાં બેઠા હતા. તેઓની આગળ પાયલોટીંગમાં સ્વિફટ ગાડી હતી. દારૂ ભરેલી ગાડી ઝડપાઈ જતા સ્વિફટ બેઠેલા શખ્સો રાતના અંધારામાં ગાડી મુકીને ભાગી ગયા હતા. આ દારૂ જામનગરના શખ્સે મંગાવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રણમાર્ગે અવાર-નવાર શરાબની હેરાફેરી ઝડપાય છે. 


..........


છસરા પાસે ૧.ર૬ લાખનો શરાબ ઝડપાયો, ચાલક ફરાર 

મુન્દ્રા : મુન્દ્રા-અંજાર નેશનલ હાઈવે પર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે છસરા પાટીયા પાસે એક શંકાસ્પદ કાર નીકળતા થોભાવવામાં આવી હતી. જોકે, ચાલકે પૂર ઝડપે ગાડી ભગાડી જેથી પ્રાગપર પોલીસની ટીમે પીછો કર્યો હતો. બેફામ જતી કાર આગળ જતા ટ્રકમાં ભટકાઈ અને અંધારાનો લાભ લઈ ચાલક ભાગી ગયો હતો. ટાટા કંપનીની નેક્સન ગાડીમાં નંબર પ્લેટ લગાવી ન હતી. તપાસ કરતા ગાડી નં.જીજે૧ર-ડીજી-૬૪૦૪ મા હોવાનું ધ્યાને આવ્યું હતું. ૭ લાખની ગાડી તેમજ દારૂની ૧પ૬ બોટલ કિંમત રૂા.૭ર,પ૪૦ અને ૪૩ર બિયરના ટીન મળી કુલ ૧,ર૬,પ૪૦નો શરાબ કબજે લેવાયો હતો. રાતના અંધારામાં ગાડી મુકીને ચાલક ભાગી ગયો હતો. પ્રાગપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

 

Comments

COMMENT / REPLY FROM