Trending News
સ્થાનિક સમાચાર

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ નથી થતી ને? એજન્સી બને સતર્ક

12 May

દુશ્મન બહાર જ નથી, અંદર પણ છે..!




મિસાઈલ અને ડ્રોન ઘટકોના ઉત્પાદનમાં વિશેષતા ધરાવતી હૈદરાબાદની ફર્મમાં કાર્યરત એરોનોટિકલ એન્જનિયરની ગુજરાતના ભરૂચમાંથી કરાયેલી ધરપકડ ટાંકણે સુચક સંકેત

આતંરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ જિલ્લમાં પણ થોડા સમય પહેલા જ કોડકી રોડ ખાતેના સીમાસુરક્ષા  દળની સીડબલ્યુસી હસ્તકની કચેરીનો પટ્ટાવાળો ત્રણ વર્ષથી પાકીસ્તાને માહીતીઓ હનીટ્રેપની આડમાં મોકલતો હોવાનો થઈ ચૂકયો છે ખુલાસો, તે બાદ ભુજ સહિત કચ્છમાથી ૬થી આઠ લોકોની એજન્સીએ કરી લીધી છે પુછતાછ : હવે જયારે ભરૂચમાં ફરીથી જાસુસી કાંડ બહાર આવ્યુ છે ત્યારે સીમાવર્તી વિસ્તારમાં આઈએસઆઈના ખુફીયા સ્લીપર સેલ તો સક્રીય નથી ને? આ બાબતે પણ ગંભીરતા દાખવી બની રહે છે અનિવાર્ય

ગાંધીધામ : ભારતના દુશ્મન સામેપાર જ બેઠા છે અથવા તો દેશબહાર જ બેઠા છે તેવુ સમજી લેવાનુ કોઈ કારણ નથી. ગુજરાતના ભરૂચમાં વધુ એક વખત જાસુસીકાંડનો ખુલાસો થયો છે તે સુચવી જાય છે કે, ઘાતકીઓ ઘરની અંદર પણ પેધી ગયા છે. સરહદો પર કેન્દ્ર સરકારે જાપ્તો સજજડ બનાવી દીધો છે ત્યારે હવે સામેપારથી નાપાક મુલક તેમના આતંકી તત્વોને સાયલન્ટ સ્લીપર સેલ તરીકે સક્રીય રાખી હોય તેવી ઘટનાઓ એક પછી એક સતત સામે આવવા પામી રહી છે. આ બાબતે વાત સહેજ વિગતે માંડીએ તો ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરના રહેવાસી અને મુળ બિહારના મૂઝફફરપુરના રહેવાસી પ્રવીણ મિશ્રા પર ભારતી શસ્ત્ર દળો અને સંરક્ષણ સબંધિત સંશોધન અને વિકાસ ફર્મસ વિશેની ગુપ્ત માહીતી એકઠી કરીને તેને પાકીસ્તાને આપવાનો ઓરાપ લાગ્યો છે. અહી સવાલ થઈ રહ્યા છે કે મિસાઈલ અને ડ્રેનના પાર્ટસના ઉત્પાદન સાથે સંકળાયેલી હૈદરાબાદની એક કંપની સાથે મિશ્રાના જોડાણ નહી હોય તેની શું ખાત્રી? મિશ્રાએ પોતાની નકલી ઓળળ આપી હતી, અન્ય કોઈની ઓળખનો ગેરઉપયોગ કર્યો અને ભારતીય મહીલા હોવાનો દાવો કરીને કોઈ વ્યકિત દ્વારા હનીટ્રોપ કર્યા પછી મિસાફઈલ અને ડ્રોન વિશે તકનીકી વિગતો તેણે સામેપાર જાહેર કરી દીધી હોવાનુ પ્રાથમિક ધોરણે સામે આવવા પામ્યું છે. આવા સમયે યાદ અપાવી શકાય કે, થોડા સમય પહેલા જ પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે સ્પર્શતા કચ્છ જિલ્લાના વડામથક ભુજ ખાતે આવેલા સુરક્ષા વિભાગના હેડકવાર્ટરમાથી પણ એક શખ્સ હનીટ્રેપમાં ફસાઈ અને સામેપાર ત્રણ વર્ષથી સંવેદનશીલ માહીતીઓ પહોચાડતો હોવાનુ સત્તાવાર રેકર્ડ પર સામે આવવા પામયુ હતુ. આંતરવાદ વિરોધી દળે ભુજમાં કોડકી રોડ પર આવેલ એજન્સી હસ્તકના વિભાગમાં કાર્યરત એક શખ્સને ઉઠાવી અને તેની પુછતાછ તે વખતે કરવામા આવી હતી. તે પછી સપ્તતાહ સુધી ચાલેલા ધમધમાટમાં ભુજ સહિત કચ્છમાથી પાંચથી સાત જેટલા અન્ય શખ્સોની પણ પુછતાછ કરવા તેમને પણ ઉઠાવાયા હતા. સીમા સુરક્ષા દળના સીપી ડબલ્યુ ડી વિભાગમાં પટ્ટાવાળા તરીકે બેથી તઢરણ વર્ષ સુધી સેવા બજાવનાર કોઈ શખ્સ સામેપાર માહીતીઓ મોકલે તો તેણે કઈ કઈ માહીતીઓ નહી માકલી આપી હોય!
હવે ભરૂચમાં જયારે ફરીથી આવો જ એક સંવેદનશીલ કીસ્સો નાપાક જાસુસીકાંડનો ખુલવા પામ્યો છે ત્યારે કચ્છમાં કાર્યરત એજન્સીઓએ પણ સતકર્તા દાખવી જ ઘટે. આપણે સૌ જાણીએ છીકે એક કચ્છમાં દેશભરની અલગ અલગ એજન્સીઓ ધામા નાખીને બેઠી છે તે વચ્ચે પણ સામેપારની ખુફીયા એજન્સી આઈએસઆઈ જાસુસીના માથાજાળને વકરાવી જ જાય છે. અને કચ્છમાં પણ તેના કિસ્સાઓ સમયાંતરે બહાર આવતા જ રહે છે.

Comments

COMMENT / REPLY FROM