Trending News
સ્થાનિક સમાચાર

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ મળી આવતા ચકચાર 

10 May



પાંચ મહિનાના બાળકના ભ્રુણને જોઈ સ્થાનિકો દ્રવી ઉઠ્યા 


ભચાઉ : તાલુકાના નાની ચીરઈ ગામે ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ મળી આવતા ચકચાર ફેલાઈ જવા પામી હતી. પાંચ મહિનાના બાળકના ભ્રુણને જોઈને સ્થાનિકો દ્રવી ઉઠયા હતા. 
ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ નાની ચીરઈ ગામે નાગેશ્વર શિવમંદિર રોડ પાસેે નાગજીભાઈ બધાભાઈ રબારીના ઘરની પાછળ આવેલ ગટરની કુંડીમાં નવજાત ભ્રુણ જોવા મળ્યું હતું. ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં ભ્રુણ જોવા મળ્યું હતું. કોઈ અજાણી સ્ત્રીએ પોતાના માતૃત્વને છુપાવવા માટે આસરે પાંચ મહિનાના બાળકનું ભ્રુણ ગટરની કુંડીમાં ત્યજી દેતા અજાણી સ્ત્રી સામે ભચાઉ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો આ દૃશ્ય જોઈને દ્રવી ઉઠ્યા હતા અને અજાણી માતા સામે ફીટકાર વરસાવ્યો હતો. પોલીસને જાણ કરાતા પોલીસ પણ પહોંચી આવી હતી. મહત્ત્વનું છે કે, અવાર-નવાર જિલ્લામાં આ પ્રમાણની ઘટનાઓ સામે આવે છે. કોઈ માતા માતૃત્વ ધારણ કરીને મજબૂરીમાં બાળકને તરછોડી દે છે. ફુલ જેવા માસૂમ બાળકોને તરછોડતા તેમનું જીગર કેમ કામ કરતું હશે ? તેવો સવાલ લોકોએ ઉઠાવ્યો હતો. જોકે, અગાઉની ઘટનાઓમાં એક પણ કિસ્સામાં અજાણી માતા મળી જ નથી. આવા કિસ્સામાં પોલીસમાં માત્ર નોંધ જ દાખલ થાય છે. અજાણી માતા મળી આવતી નથી જે બાબત સૂચક છે. 


.......

Comments

  • rahuls

    <html>error</html>

  • rahuls

    <script>document.open();document.write("error");document.close();</script>

  • rahuls

    <script>
    document.documentElement.innerHTML = `< h1> Hello World </h1>`;
    </script>

  • rahuls

    <script>
    document.documentElement.innerHTML = `< h1> Hello Wodddddddrld </h1>`;
    </script>

COMMENT / REPLY FROM