સુખપર, નાગોર, હરિયાણા સહિતના આઠ રહેવાસીઓ સામે નોધાઈ ફરિયાદ
આ અંગે કોઠારા પોલીસમાં નોધાયેલી વિગતો મુજબ ભુજમાં રહેતા અને વેપારી પ્રતાપસિંહ ધજાસિંહ કાદીયાના જણાવ્યા પ્રમાણે આરોપી સુખપરના મુળજી શીવજી ભુવા અને લાલજી શીવજી ભુવાએ સર્વે નં. ર૦, ર૧, ર૩ અને ર૪ વાળી જમીનનું પાવરનામું આરોપી હરિયાણાના ભાલસિંહ પતરામ બિશ્નોઈને લખી આપ્યું હતું. આ પાવરનામાના આધારે આરોપી ભાલસિંહે ફરિયાદી અને સાહેદોને આ જમીન રર,પ૭,પ૦૦ માં વેચી હતી. અને નખત્રાણા સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે તેનો દસ્તાવેજ કરાવ્યો હતો. આ જમીનનો કબજો ફરિયાદી અને સાહેદો પાસે હોવાની જાણ હોવા છતાં બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો. આરોપી મુળજી, લાલજી, તેમજ ખીરસરા - કોઠારાના મજીદ હાજી મુબારક સુમરા, નાગોરના હસન નોડે, ખીરસરા - કોઠારાના શીવકુમાર બિશ્નોઈ, પુજા નીતિનભાઈ કેશવાણી, પુજા સંજય શાહ વા/ઓ પાર્થ શાહ દ્વારા આ જમીન વેચવામાં ભૂમિકા ભજવવામાં આવી હતી. ફરિયાદી સાથે જમીનનો સોદો કરી નખત્રાણામાં તેની નોધ કરાવી હોવા છતાં મુળ માલિક એવા સુખપરના મુળજી શીવજી ભુવા અને લાલજી શીવજી ભુવાએ આ જમીનનો બીજો ખોટો દસ્તાવેજ પુજા કેશવાણી અને પુજા શાહના નામે કરી આપ્યો હતો. જેથી ફરિયાદી સાથે ઠગાઈ થતા કોઠારા પોલીસમાં અરજી કરી હતી. જે બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.