મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
જી રામજી અંતર્ગત વિકસિત ગ્રામ પંચાયત પ્લાન બનાવવા એક દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન કચ્છ જિલ્લામાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોની નોંધણી માટે વિશેષ સર્વે હાથ ધરાશે ખારેક સંશોધન મુન્દ્રા ખાતે “ખારેકનું લાલ સુંઢીયું : ઓળખ અને નિયંત્રણ” વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો દ્વારકા જિલ્લા ભાજપના મોરચાના હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક અમદાવાદ રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મનો ૧૨૦ દિવસમાં કાયાપલટ કરવાનો લક્ષ્યાંક નખત્રાણા નવા નગરમાં ગૌશાળા નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું  પિતાના ઠપકાથી ઘર છોડીને નીકળેલી ૧૦ વર્ષની બાળકીનું શી-ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન સામખીયાળીમાં શર્મનાક ઘટના : દુષ્કર્મ, મારકૂટ અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાનો ગંભીર ગુનો આદિપુરમાં બુલેટની ટક્કરે પગે જતા યુવકનું મોત મુંદરામાં ભોરારા પાસે બોલેરો હડફેટે યુવકનું મોત આદિપુરમાં સગીરા પર નેપાળી શખ્સ દ્વારા દુષ્કર્મ ખીરસરા - કોઠારામાં લાખોની જમીન બારોબાર વેચી દેવાઈ

રણોત્સવ ધોરડો ખાતે ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

WhatsApp X

પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને 

ભુજ - કચ્છઉદય : વિશ્વપ્રસિદ્ધ ધોરડો રણોત્સવમાં દેશ-વિદેશથી આવતા હજારો પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન અંતર્ગત ભુજ ફાયર વિભાગ દ્વારા રણોત્સવ ધોરડો ખાતેના વિવિધ રિસોર્ટ અને ટેન્ટ સિટીના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી. પ્રવાસીઓની સુરક્ષાના ભાગરૂપે ધોરડો રણોત્સવ ખાતે આવેલ વિવિધ ટેન્ટ, રિસોર્ટ અને હોટલોના સ્ટાફને ભુજ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અંગેની ખાસ તાલીમ આપવામાં આવી હતી.

આ બે દિવસીય તાલીમ દરમિયાન ભુજ ફાયર વિભાગના નિષ્ણાત અધિકારીઓ દ્વારા હોટલ, રિસોર્ટ તથા ટેન્ટના કર્મચારીઓને આગ લાગવાની આકસ્મિક ઘટના સમયે ત્વરિત અને સચોટ પગલાં કઈ રીતે લેવા તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમમાં ફાયર એક્સટિંગ્વિશર (અગ્નિશામક સાધનો) નો યોગ્ય ઉપયોગ, ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ કે રસોડામાં લાગતી આગને પ્રાથમિક તબક્કે જ કાબૂમાં લેવાની પદ્ધતિઓ, તેમજ આપાતકાલીન પરિસ્થિતિમાં પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા (ઇવેક્યુએશન) અંગેના લાઈવ ડેમો યોજવામાં આવ્યા હતા. રણોત્સવની સીઝન દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ ધોરડો ખાતે રોકાણ કરતા હોય છે ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને પ્રવાસીઓ સુરક્ષિત વાતાવરણમાં પ્રવાસનનો આનંદ માણી શકે તે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ સુરક્ષા ઝુંબેશ અંતર્ગત તમામ હોટલ, ટેન્ટ અને રિસોર્ટ સંચાલકોને ફાયર સેફ્ટીના સાધનો હંમેશા કાર્યરત રાખવા તથા સ્ટાફને સતત જાગૃત અને સજ્જ રાખવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

આ તાલીમ કાર્યક્રમમાં ધોરડો ખાતેના ટેન્ટ, રિસોર્ટ અને હોટલોના સ્ટાફે મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ અગ્નિશમન તથા બચાવ કામગીરી અંગેની મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી. સમગ્ર રણોત્સવ દરમિયાન પ્રવાસીઓની સલામતી જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને ભુજ ફાયર વિભાગ દ્વારા આગામી સમયમાં પણ નિયમિત નિરીક્ષણ અને સુરક્ષાલક્ષી જાગૃતિ પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.