Trending News
સ્થાનિક સમાચાર

ઝારખંડમાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા કચ્છી યુવાન દર્શન ચાંદ્રાને સારવાર માટે સુરત ખસેડાયો 

18 November




સાંધાણ ગામ અને ચાંદ્રા પરિવારની એકતા તથા સમાજના સહયોગથી એર એમ્બ્યુલન્સ દ્વારા યુવાનને સુરત લાવવામાં આવ્યો 

ભુજ - કચ્છઉદય : ઝારખંડ ખાતે મોટરસાયકલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચાંદ્રા પરિવારના યુવાન દર્શન બુધિયાભાઈ ચાંદ્રાને એઈમ્સ હોસ્પિટલમાંથી એર એમ્બ્યુલન્સ દ્વારા સફળતાપૂર્વક સુરત લાવવામાં આવ્યા છે અને અહીં નિષ્ણાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
બે દિવસ અગાઉ ઝારખંડમાં થયેલા આ ગંભીર અકસ્માતમાં દર્શનને ગંભીર ઈજાઓ પહોંચતા ત્યાંની એઈમ્સ હોસ્પિટલના આઈસીયુમાં બેભાન હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં ઝારખંડના મર્યાદિત સાધનો અને સમયની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનો અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા તાત્કાલિક ધોરણે તેમને સુરત ખસેડવાનો અત્યંત જોખમી અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન દર્શનની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી ભોપાલ થઈને એર એમ્બ્યુલન્સ દ્વારા અને સુરત પહોંચ્યા બાદ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરીને તેમને સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ કટોકટીના સમયમાં દર્શનની સારવાર માટે વાપી, વલસાડ, સુરત તેમજ ’સેવા સમાજ’ અને શ્રી ઓઘવરામ આરોગ્ય નિધિ જેવી માતૃસંસ્થાઓ ઉપરાંત સાંધાણ ગામ અને સમગ્ર ચાંદ્રા પરિવાર દ્વારા મોટા પાયે આર્થિક સહાય અને વ્યવસ્થા કરવામાં આવી છે. સમાજના સિનિયર ડૉક્ટરોની ટીમ એક-એક મિનિટનું અપડેટ મેળવી રહી છે અને સુરત ખાતે કચ્છના ડૉ. મયુરના મુખ્ય ચાર્જ હેઠળ છ નિષ્ણાત તબીબોની વિશેષ ટીમ દ્વારા દર્શનની સારવારનું સમગ્ર સંકલન અને દેખરેખ રાખવામાં આવી રહી છે.
નાના કુટુંબ અને ગામ દ્વારા આટલા ઓછા સમયમાં દર્શાવેલી ઉત્કૃષ્ટ એકતા અને માનવતાના દર્શનથી સમગ્ર જ્ઞાતિનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે. દર્શન હાલ મેડિકલ દ્રષ્ટિએ સંપૂર્ણ તકેદારી અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ સુરત ખાતે સારવાર હેઠળ છે, ત્યારે તેમના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM