આડેસર પીઆઇ બી.વી બોરીસાગર નો વધુ એક સપાટો : ફુલપરાવાંઢની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
આડેસર પોલીસની નાઇટ રાઉન્ડ દરમિયાન કાર્યવાહી : બે ક્રેટા કાર સહિત રૂ. ૨૧.૦૩ લાખનો મુદ્દામાલ કબજે, બે શખ્સો ફરાર
રાપર : પૂર્વ કચ્છના ફુલપરાવાંઢ (સણવા) ગામની સીમમાં આડેસર પોલીસ દ્વારા નાઇટ રાઉન્ડ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોર્ડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગર અને ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ફુલપરા ગામ પાસે શંકાસ્પદ સફેદ ક્રેટા કાર મળી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂ ઉતારી ટાયર બદલતા કરમણભાઈ દેવાભાઈ કોલી (રહે. ફુલપરાવાંઢ, તા. રાપર) તથા એક અજાણ્યો શખ્સ નજરે પડતાં પોલીસને જોઈ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી જીજે-૧૨-ડીએ-૬૬૬૩ નંબરની સફેદ ક્રેટા અને જીજે-૦૪-ડીએન-૯૫૮૯ નંબરની કાળી ક્રેટા કારમાંથી વ્હાઇટ લેસ વોડકા, ઓલ સીઝન ગોલ્ડન કલેકશન વ્હિસ્કી, રોયલ ચેલેન્જર ફાઇન રિઝર્વ વ્હિસ્કી, ૮ ઁસ્ સ્પેશિયલ રેર વ્હિસ્કી અને કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરની કુલ ૨,૯૨૮ બોટલ/ટીન કિંમત રૂ. ૩,૦૩,૨૦૦ તથા બંને ક્રેટા કાર કિંમત રૂ. ૧૭ લાખ મળી કુલ રૂ. ૨૧,૦૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે કરમણભાઈ દેવાભાઈ કોલી, એક અજાણ્યો શખ્સ તથા તપાસમાં નીકળે તે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગર, આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ રાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.હે.કો. વિશાલભાઈ પુંજાભાઈ,
પો.હે.કો. તેજાભાઈ નોથાભાઈ અને પો.કો. વિજયભાઈ વરજમભાઈ જોડાયા હતા.

Comments