Trending News
ક્રાઈમ

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

18 November



ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના બળદીયા ગામની સીમમાં સગીર વયની દીકરીને બદકામના ઇરાદે અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં માનકૂવા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીની સગીર દીકરી ગત તા. ૧૬/૧૧ ના રોજ પોતાના ઘરેથી નીકળી ગઈ હતી અને પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારબાદ ફરિયાદી રૂબરૂ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ કામના આરોપી અરવિંદ ખમુ કોલી (રહે. કેરા, તા. ભુજ) દ્વારા સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી બદકામના ઇરાદે અપહરણ કરી પોતાની સાથે અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવી હતી. જ્યાં આરોપીએ સગીરા સાથે બળજબરીથી અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને જો આ બાબતે કોઈને જાણ કરશે તો ભોગબનનાર તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે માનકૂવા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૩૭(૨), ૮૭, ૬૪(૨)(એમ), ૩૫૫(૩) તથા પોક્સો એક્ટ કલમ ૪(૧), ૫(એલ), ૬ મુજબ ગુનો નોંઘી આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે આગળની વધુ તપાસ માનકૂવા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ. હેરમા દ્વારા ચલાવવામાં આવી રહી છે.

Comments

COMMENT / REPLY FROM