Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામનાં એએસઆઈ કિંજલબેન ખોખરિયાએ બે સુવર્ણચંદ્રક જીત્યા

28 October


૧૦૦ મીટરની દોડ અને ચક્રફેંકમાં પ્રથમ સ્થાન મેળવી લખનઉ ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી

ગાંધીધામ - કચ્છ ઉદય : દેવગઢ બારિયા ખાતે એથ્લેટિક્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા યોજાયેલી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ગાંધીધામનાં એએસઆઈ કિંજલબેન નારણભાઈ ખોખરિયાએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને બે સુવર્ણચંદ્રક જીત્યા છે. તેમણે ૧૦૦ મીટરની દોડ અને ચક્રફેંક સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી આ સિદ્ધિ હાંસલ કરી હતી. બંને સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે કિંજલબેનની ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. હવે તેઓ રાષ્ટ્રીય સ્તરે પણ શ્રેષ્ઠ દેખાવ કરીને રાજ્યનું નામ રોશન કરવા માટે પ્રયત્નશીલ છે. તેમની આ સિદ્ધિથી ગાંધીધામ સહિત કચ્છનું ગૌરવ વધ્યું છે.
------

Comments

COMMENT / REPLY FROM