વિજાપર ગામે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી સામે આડેસર પોલીસની કડક કાર્યવાહી!
અકબર અયુબ હિંગોરજાનું ગેરકાયદેસર વીજ કનેક્શન કાપ્યું, વીજચોરી બદલ ૮૦ હજારનો દંડ ફટકારાયો
રાપર તાલુકાના વિજાપર ગામે શરીર સંબંધિત ગંભીર ગુનાઓ સહિતના ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી અકબર અયુબ હિંગોરજાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા આડેસર પોલીસ અને ઁય્ફઝ્રન્ની ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ વીજ કનેક્શન કાપી વીજચોરી બદલ ૮૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

Comments