Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉમાં ગેરકાયદે ખનીજ વહન કરતા ચાર ટ્રક ઝડપાયા

28 October


સુરજબારી ટોલ પ્લાઝા પર તપાસ દરમિયાન રૂ. ૧.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત : વાહન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી

ભચાઉ - કચ્છ ઉદય : કચ્છમાં ગેરકાયદે ખનીજ વહન સામે કાર્યવાહી કરતાં ભચાઉના મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે સુરજબારી ટોલ પ્લાઝા ખાતેથી ચાર ટ્રકો ઝડપી પાડ્યા હતા. રોયલ્ટી પાસ વિના ખનીજનું વહન થતું હોવાનું તપાસમાં સામે આવતાં ચારેય ટ્રકો સહિત કુલ રૂ. ૧ કરોડ ૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટની સૂચના અનુસાર તા. ૨૭ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૧૦ વાગ્યે સુરજબારી ટોલ પ્લાઝા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ખનીજનું વહન કરતા ચાર ટ્રકચાલકો પાસે રોયલ્ટી પાસની માંગણી કરવામાં આવતાં તેઓ પાસ રજૂ કરી શક્યા ન હતા. આથી સંબંધિત ટ્રકમાલિકો સામે ગુજરાત ખનિજ (ગેરકાયદે ખનન, પરિવહન અને સંગ્રહ નિવારણ) નિયમો, ૨૦૧૭ હેઠળ કાર્યવાહી હાથ ધરી ચારેય ટ્રકો જપ્ત કરવામાં આવ્યા હતા. ગેરકાયદે ખનીજ વહન સામે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
------

Comments

COMMENT / REPLY FROM