Trending News
સ્થાનિક સમાચાર

શિણાય ખોડિયાર માતાજીના મંદિરે પાટીદાર સમાજનો ભવ્ય રાસોત્સવ યોજાયો

27 October




એક હજારથી વધુ સમાજબંધુઓની ઉપસ્થિતિમાં ભક્તિ, પરંપરા અને એકતાના રંગે રંગાયું મંદિર પરિસર

ગાંધીધામ-કચ્છઉદય : શિણાય સ્થિત ખોડિયાર માતાજીના મંદિર ખાતે સૌરાષ્ટ્ર પાટીદાર યુવક મંડળ, ગાંધીધામ, આદિપુર, અંજાર દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં એક હજારથી વધુ સમાજબંધુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વડીલો, યુવાનો, બહેનો અને બાળકોએ પરંપરાગત રાસ-ગરબાની રમઝટ સાથે ઉત્સવને યાદગાર બનાવ્યો હતો.
માતાજીની આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. અંતાણી મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાના સૂર-તાલ વચ્ચે ખેલૈયાઓએ રાસ-ગરબાની મોજ માણી હતી. ભક્તિભાવ અને ઉત્સાહથી ભરાયેલા મંદિર પરિસરમાં સમાજની સાંસ્કૃતિક પરંપરાઓની ઝલક જોવા મળી હતી. સમાજના સભ્યો વચ્ચે એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માટે જમણવારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે આદિપુર સમાજના પ્રમુખ ગોરધનભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ, અંજાર સમાજના પ્રમુખ જયંતીભાઈ ખાનપરા તથા ઉપપ્રમુખ અરવિંદભાઈ પાડલિયા, ગાંધીધામ સમાજના ઉપપ્રમુખ હિંમતભાઈ રાદડિયા અને ગાંધીધામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ નવનીતભાઈ ભલાણી સહિત ત્રણેય સમાજના હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત પોલીસ નિરીક્ષક ગજેરા સાહેબ, પોલીસ ઉપનિરીક્ષક જયભાઈ અમૃતીયા, નાયબ મામલતદાર ઈલાબેન ફુલતરીયા, પીજીવીસીએલનાં વંદનાબેન કગથરા, ડૉ. માનસીબેન પોલરા, ડૉ. અમિતભાઈ પોલરા, ધવલભાઈ સોરઠિયા, રાજભાઈ ગામી અને ધર્મેન્દ્રભાઈ જાગોદરા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.
મહોત્સવને સફળ બનાવવા મંડળના ખજાનચી અશોકભાઈ બરાસરા અને આશિષ પાડલિયા સાથે કારોબારી સભ્યો સંજય કગથરા, ગીરીશ કડીવાર, પ્રકાશ વરસડા, પંકજ ઘોડાસરા, દિનેશ કાલાવડિયા, રાજેન્દ્ર કાલાવડિયા, અશ્વિન વેકરિયા, અમિત લાડાણી, પુલસ્ત્ય સરખેદી, કલ્પેશ કોટડિયા, વિષ્ણુ મોરી, ગૌરવ ડઢાણિયા, ધવલ નરોડિયા, મિત માણસુરિયા, ભાવિન જાગાણી, ઉત્સવ ભીમાણી, હિતેશ મોરડિયા, સ્મિત ખાનપરા અને ભાવિન સાવલિયાએ આયોજનની વિવિધ જવાબદારીઓ સંભાળી હતી.
સમાજના સભ્યોના સહકાર અને ઉત્સાહભર્યા સહભાગથી યોજાયેલો આ રાસોત્સવ સાંસ્કૃતિક વારસાના જતન સાથે સમાજની એકતા અને સંગઠનનું પ્રતીક બન્યો હતો. 
--------

Comments

COMMENT / REPLY FROM