Trending News
ક્રાઈમ

પૂર્વ્‌ કચ્છમાં અમુક હાઈવે હોટેલામાં નશાનો ધૂમ કારોબાર : વધુ એક હોટલ પાસેથી ગાંજો ઝડપાયો : તવાઈ કયારે ...?

24 October



પૂર્વ કચ્છમાં આવેલી હાઈવેની અમુક ઢાબા સ્ટાઈલ હોટેલોના પરિસરમાં છાશવારે માદક પદાર્થો પકડવાની ઘટનાઓ બનતી હોવાના વધી રહ્યા છે સિલસિલા : પૂર્વ કચ્છ પોલીસતંત્ર આવી હોટેાલે પર સરપ્રાઇઝ જુબેશ રૂપ કાર્યવાહી કરે તે જરૂરી

સામખીયારીઃ પૂર્વ કચ્છમા નશાના કારોબારી અને ખાસ કરીને કેટલી હાઈવે હોટેલાના પરીસરમાં માદક પદાર્થો ઝડપાવવાના નાના મોટા ઘટનાક્રમો અવીરત વધવા પામી રહ્યા છે. દરમ્યાન જ આવી ઘટનાઓમાં છાશવારે થઈ રહેલા વધારા છતા સરપ્રાઇજ ઝુંબેશરૂપ કાર્યવાહી આવી ઢાબા સ્ટાઈલ હોટલો સામે થવા પામતી ન હોવાથી સવાલો ઉભા થઈ રહ્યા છે તે વચ્ચે જ વધુ એક આવી હેાટલ સમીપેથી ગાંજો પકડાયો છે. સામખીયારી-ભચાઉ હાઇવે રોડ પર હરી ઓમ કાંટાની બાજુમાં આવેલી ચાની હોટલ પાસેથી પોલીસ પેટ્રોલીંગ દરમિયાન વગર પાસ-પરમીટે માદક પદાર્થ ગાંજાનું વેચાણ/કબજો રાખનાર ઇસમ ઝડપાઈ ગયો છે. સામખીયારી પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે રેડ કરી આરોપી વાલાભાઇ ખીમાભાઇ કેરાસીયા (ઉ.વ. ૫૨, રહે. રવેચીનગર, લલીયાણા, તા. ભચાઉ) ને ઝડપી પાડ્યો હતો. તેના કબજામાંથી ૨૯૫ ગ્રામ ગાંજો (કિંમત રૂ. ૧૪,૭૫૦/-), ખાલી પ્લાસ્ટિકની પડીકીઓ, મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૨૦,૩૫૫/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ માદક પદાર્થનો જથ્થો પૂરો પાડનાર અન્ય એક શખ્સ (મોબાઇલ નંબર ધારક) વિરુદ્ધ પણ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Comments

COMMENT / REPLY FROM