Trending News
સ્થાનિક સમાચાર

રાજ્ય કક્ષાએ અંડર-૧૭ અને ૧૯ કુસ્તીમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર - ભુજની વિદ્યાર્થિનીઓએ રજત તેમજ કાંસ્ય ચંદ્રકો મેળવ્યા

23 October



ભુજ - કચ્છઉદય : રમત-ગમત પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત કુસ્તી અંડર-૧૭ અને અંડર-૧૯ રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન દ્વારકા જિલ્લા મુકામે થયેલું હતું, જેમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓ જિલ્લા કક્ષા વિજેતા થઈ અને દ્વારકા મુકામે કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં રાજ્યમાં ૪ રજતચંદ્રક અને ૬ કાંસ્યચંદ્રક આમ કુલ ૧૦ ચંદ્રક મેળવીને શાળા તેમજ કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વિજેતાઓમાં રાબડીયા જસવંતી, ચૌહાણ હેત્સી, કેરાઈ વૈભવી, હિરાણી સાનવીએ રજતચંદ્રક અને પટેલ ખુશી, વાઘમશી દિયા, પોકાર જૈની, બાંભણિયા નવ્યા, વેલાણી જીયા, કેરાઈ વૈષ્ણવીએ કાંસ્યચંદ્રક મેળવેલ છે
દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ, મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંસ્થાનાં પ્રમુખ કાનજીભાઈ મેપાણી, મંત્રી પ્રવીણભાઈ પીન્ડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
----

Comments

COMMENT / REPLY FROM