Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપાના નપાણીયા અમુક વહીવટી અધિકારીઓની બલીહારી? જિલ્લાની પ્રથમ મનપામાં પાણી માટે તલસાટ : કોઈના પેટનું નથી હલતું પાણી?

24 October

 એન્જિનિયરો તો ઠીક, પાણી પુરવઠા વાળા પર પણ કમિશનર-ડેપ્યુટી કમિશનરની નથી પકડ!


બની બેઠેલા ડેપ્યુટી કમિશનરને ‘મારું શું?’નો જ લૂણો લાગ્યો ઼ હંગામી એન્જિનિયરો અને પા.પુ.વાળા તંત્રને નથી ગણકારતા ઼ પ્રજાના ભોગે ઉદ્યોગોને બખ્ખાં કરાવતા માટીપગા અમુક અધિકારીઓની લીલાલહેર! : ગાંધીધામની કમનશીબી તો જુઓ, કેવા એન્જીનીયરો અને અધિકારીઓ મળ્યા છે? રોડ-રસ્તામાં પણ 
જે બમ્પ બનાવ્યા છે તેમાં પણ સામેથી આવતા ધોળા પટ્ટા દેખાવવાના બદલે વાહન બમ્પ પરથી ઉતરે ત્યારે પટ્ટા દખાય છે? આવી લાલીયાવાડીઓ ચાલી રહી છે અને કોઈ જોવા વાળુ પણ નથી?રૂ

 કમિશ્નરશ્રી તો લાજનો ધુમટો જ ઓઢીને બેઠા હોય તેમ તાબાના અધિકારીઓ દીવસ કહે તો દીવસ અને રાત કહે તો રાતનો જ કરી રહ્યા છે તાલ.? : હંગામી એન્જીનીયરની સામે સમ ખાવા પુરતા ધાક બેસાડતો દાખલો હજુ સુધી નથી કર્યો પુરવાર., બીજી તો શું અપેક્ષાઓ આવા અધિકારીઓમાં રાખવાની રહી..? શહેરને રોડ રસ્તાઓ, વરસાદી નાળાના કામો, ખાડાઓ, પાણી, જેવી પ્રાથમિક બાબતોમાં નર્કાગાર બનાવી દીધુ છે, બની બેઠેલ અમુક એન્જીનીયરો તદન મનસ્વી રીતે વર્તી રહ્યા છે ઉપરાંત પણ શહેર-સરકારના હિતમાં કમિશ્નરશ્રીએ કોઈની સામે લાલઆખ કરી હોય તેવો દાખલો મોજુદ નથી : ભોગગ્રસ્તોમાં ભારોભાર કચવાટ

દિવાળીના તહેવાર ટાંકણે જ પ્રજા પાણી માટે વલખાં મારે છે, ઉદ્યોગોમાં કોઈ કકળાટ નથી!

મનપામાં બની બેઠલા હંગામી અમુક એન્જીનીયર કેટલી હદે ચલાવી રહયા છે લાલીયાવાડી.. : રોડ રસ્તાઓ, બમ્પ, વરસાદી નાળા સહીતના કામોમાં ચાલી રહી છે મનસ્વી રીતીનીતીઓ : આ તત્વો કોના ભરોસે આ બધુ રામરાજય ચલાવી રહ્યા છે?


ગાંધીધામ : કચ્છ જિલ્લાની પ્રથમ અને ગૌરવવંતી ગાંધીધામ મહાનગરપાલિકા માં પીવાના પાણી મુદ્દે પ્રજામાં ભારે આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. એક તરફ રાજ્ય સરકાર સરહદના છેવાડાના વિસ્તારો સુધી નર્મદાજળ પહોંચાડવાના મોટા-મોટા દાવા કરી રહી છે, તો બીજી તરફ મેટ્રો શહેર ગણાતા ગાંધીધામમાં પ્રજાજનોને પીવાના પાણી માટે ૫ થી ૧૧ દિવસ સુધી તલસાટ કરવો પડી રહ્યો છે. મહાપાલિકાના વહીવટી તંત્ર, કમિશનર તેમજ ‘બની બેઠેલા’ ડેપ્યુટી કમિશનરને જાણે ‘મારું શું? મારું શું?’ નો જ લૂણો લાગ્યો હોય તેમ વહીવટ કથળી ગયો છે. મનપાના હંગામી એન્જિનિયરો તો આ ઉચ્ચ અધિકારીઓને દાદ જ આપતા નથી, અને હવે પાણી પુરવઠા શાખાના કર્મચારીઓ પણ તંત્રને ગાંઠતા ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૌથી ગંભીર અને ચોંકાવનારી બાબત એ છે કે ગાંધીધામના ટેક્સપેયર નાગરિકો તહેવારો નજીક હોવા છતાં બેડાંયુદ્ધ કરવા મજબૂર બન્યા છે, જ્યારે બીજી તરફ ઉદ્યોગોમાં ક્યાંય 
પાણીની તંગી કે કકળાટ સામે આવ્યો નથી! કચ્છીજનો અને સામાન્ય પ્રજાના હિત માટે જે નર્મદાની પાઇપલાઇન બિછાવાઈ હતી, તેના ભોગે હવે ઉદ્યોગોને બખ્ખાં કરાવવામાં આવી રહ્યા છે. ગાંધીધામ મનપાના ‘પાણીભગા’ અધિકારીઓ અને સરકારી બાબુઓ આડેધડ ઉદ્યોગોના પાણીના બિલ બનાવી, કટકીઓ કરીને લીલાલહેર કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. જાણકારોનું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી મનપામાંથી અગાઉની નગરપાલિકાના ભ્રષ્ટાચારનો સ્વાદ ચાખી ચૂકેલા અધિકારીઓને બહારનો રસ્તો નહીં દેખાડાય, ત્યાં સુધી ગાંધીધામની પ્રજાનું ક્યારેય ભલું થવાનું નથી.ગાંધીધામ શહેરમાં સર્જાયેલી પીવાના પાણીની કટોકટી વચ્ચે તાજેતરમાં અણઘડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો હતો. રામબાગ ટાંકામાં નવી લાઇનના જોડાણ માટે ૪ દિવસના શટડાઉન બાદ અને ટપ્પર ડેમમાં બે મોટરો બગડી જવાના કારણે ગાંધીધામમાં પેયજળનું ભયાનક સંકટ ઊભું થયું છે. લોકો રૂ. ૧૫૦૦/- ખર્ચીને પ્રાઇવેટ ટેન્કરો દ્વારા પાણી મેળવવા મજબૂર બન્યા છે.દરમિયાન,  સેક્ટર વિસ્તારમાં ૧૧ દિવસના લાંબા વિરામ બાદ મનપા દ્વારા પાણીનું વિતરણ શરૂ કરાયું હતું. જોકે, પાણી શરૂ થયાની માત્ર ૫ જ મિનિટમાં વિતરણ બંધ થઈ જતાં રહવાસીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. તપાસ કરતાં વાલ્વમાં ખરાબી સર્જાતાં વિતરણ અટકી ગયું હોવાનું બહાર આવ્યું હતું. ૧૧ દિવસે માંડ આવેલું પાણી ક્ષણોમાં જતું રહેતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. હવે વાલ્વ રિપેરિંગ અને વિતરણનું સમયપત્રક જોતાં રહવાસીઓને પાણી માટે વધુ ચાર દિવસ રાહ જોવી પડે તેવી વિકટ પરિસ્થિતિ નિર્માણ પામી છે.જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, ગાંધીધામમાં નિર્માણ પામેલી આ જળ-સંકટની સ્થિતિ સંપૂર્ણપણે તંત્ર દ્વારા ઊભી કરાયેલી માનવસર્જિત આપત્તિ છે. દિવાળી જેવા મોટા તહેવારના ટાંકણે જ મનપાના અણઘડ આયોજન અને અધિકારીઓની ઘોર લાપરવાહીના કારણે પ્રજા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. અહી યાદ અપાવી શકાય કે નર્મદાની લાઈનો જે વરસો પહેલા બિવાઈ છે તે પ્રજાજનો, કચ્છીમાડુઓ માટે નર્મદાજળ ફાળવવા માટે બીછાવવામા આવી છે નહી કે ભુકંપ બાદ આવેલા ઉદ્યોગો માટે. પરંતુ આજે ઔદ્યોગીક એકમોમાં કયાંય કોઈ પણ પ્રકારની પાણી સંકટની રાવ ઉભી નથી થતી, ઉદ્યોગોને આજે લીલાલહેરની સ્થીતી રહેલી છે અને આમપ્રજાજનો પાણી માટે વલખા મારતી અવસ્થામાં અવી ગયા છે? અધિકારી, તંત્રની લાપરવાહી અને બેજવાબદારી નહી તો બીજુ શું સમજવુ?

Comments

COMMENT / REPLY FROM