Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જનરલ મજદુર સંઘના પશ્ચિમ કચ્છના પ્રમુખપદે રમજાનભાઈ સમા(કેરા)ની નિમણુંક 

19 October



ભુજ-કચ્છઉદય : કચ્છ જનરલ મજદુર સંઘના પશ્ચિમ કચ્છના પ્રમુખ રમજાન સમા, રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ મિશ્રા તથા રાષ્ટ્રીય સંયોજક ડો. શૈલેશ જોશીના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળેલ હતી જેમાં કચ્છ જનરલ મજદુર સંઘની પશ્ચિમ કચ્છ વિભાગની પુનઃ રચના કરવામાં આવી હતી. જેમાં પશ્ચિમ કચ્છના અન્ય પદાધિકારીઓની પણ નિમણુંક કરવામાં આવી હતી. જેમાં ઉપપ્રમુખ અબ્દુલગની સમા, મહામંત્રી પદે પરિક્ષીત જે. બીજલાણી(લીગલ સેલમાં નીરૂબેન ઝા (એડવોકેટ), ભુજ શહેર પ્રમુખ (મહિલા વીંગ) રશીદાબેન લુહાર તથા અબડાસા તાલુકા પ્રમુખ પદે સાલેમામધ મામદ જત-હોથીઆઈ,  ઉપપ્રમુખ હીરાભાઈ કારા રબારી-ઝાડવા, હામુભાઈ વંકા રબારી- નખત્રાણા તથા ડ્રાઈવર વીંગના પ્રમુખ પદે પન્નાભાઈ પેથાભાઈ રબારી, સંગઠન મંત્રી અબ્દુલા ઈબ્રાહીમ જત, ઉપપ્રમુખ હોથીઆઈની નિમણુંક આપવામાં આવેલ એમ મહામંત્રી પરીક્ષીત બિજલાણીની યાદી જણાવે છે.
-------

Comments

COMMENT / REPLY FROM