Trending News
સ્થાનિક સમાચાર

મોટી અરલ પ્રાથમિક શાળામાં નવરાત્રી કાર્યક્રમની ઉજવણી

19 October


નખત્રાણા - કચ્છઉદય : તાલુકાના મોટી અરલ ગામના મોટી અરલ પ્રાથમિક શાળા નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય દેવસીભાઈ ગાજણોતર, શિક્ષિકા ટ્‌વીંકલબેન ચૌહાણ અને સ્ટાફ મિત્રો તથા બાળકો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામ લોકોએ પણ ઉત્વાહભેર ભાગ લીધો હતો. વાલી મીટીંગ કરી બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્ટાફ અને બાળકો સાથે ગરબા રમીને માતાજી ની આરાધના કરવામાં આવી હતી. સંચાલન ટ્‌વીંકલબેન ચૌહાણ અન્ય સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યુ હતું.
------

Comments

COMMENT / REPLY FROM