Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં બીજેએસ લેડિસ વિંગ દ્વારા ‘મોજ રાત્રી’ સાથે મીટીંગનું આયોજન કરાયું 

07 October



ભુજ : ભારતીય જૈન સંગઠન (બીજેએસ) લેડીઝ વિંગ, ભુજ પ્રમુખના નેતૃત્વ હેઠળ વૃંદાવન રિસોર્ટ ખાતે બહેનો માટે આનંદ, મનોરંજન, સ્નેહ અને એકતાથી ભરપૂર “મોજ રાત્રી” સાથે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ સંગીત, ગરબા, વિવિધ મનોરંજક રમતો તથા હાસ્ય-મસ્તી સાથે યાદગાર રાત્રીનો આનંદ માણ્યો હતો. જાણીતા કલાકાર શિવમ ગઢવી દ્વારા સિંગિંગ તથા મ્યુઝિકલ હાઉસીનું  આયોજન કરવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે પ્રમુખ ગીતા પારેખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ાીજેએસ લેડિક વિંગનું સાચું બળ તેની બહેનોની એકતા, સ્નેહ અને સહકારમાં છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા આપણે માત્ર આનંદ માણતા નથી, પરંતુ એકબીજા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવીએ છીએ. ‘મોજ રાત્રી’ પાછળનો હેતુ દરેક બહેનને ખુશીની, મોજની અને યાદગાર પળો આપવાનો હતો. બહેનોના ઉત્સાહ અને સુંદર પ્રતિસાદથી અમને વધુ સારા કાર્યક્રમો યોજવાની પ્રેરણા મળે છે.
કાર્યક્રમના આયોજનમાં મહામંત્રી મનિષા મહેતા તથા ડિમ્પલ ભણશાલીનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. વિવિધ રમતોનું આયોજન અને સંચાલન કાજલ ગાંધી, સોનુ મહેતા અને વૈશાલી શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર વ્યવસ્થા મયૂરી દોશી, સોનુ કોઠારી અને મિરલ શાહ દ્વારા સંભાળવામાં આવી હતી.
કાર્યક્રમ બાદ સભ્ય બહેનો દ્વારા સુંદર અને ઉત્સાહભર્યો ફીડબેક આપવામાં આવ્યો હતો. બહેનોએ આયોજન, રમતો, સંગીત, વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમની પ્રશંસા કરી હતી તથા ભવિષ્યમાં પણ આવા સુંદર અને આનંદદાયક કાર્યક્રમો યોજાતા રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી. “મોજ રાત્રી” આનંદ, એકતા, મૈત્રી અને બહેનોના સહકારની યાદગાર ઉજવણી બની રહી હતી. લેડિસ વિંગના આ આયોજનથી સભ્ય બહેનોમાં નવી ઉર્જા, ઉત્સાહ અને આત્મીયતાનો સંચાર થયો હતો. 
--

Comments

COMMENT / REPLY FROM