સંસ્કૃત પાઠશાળા ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે ૧૦૧ કુમારીકા અને ૨૫ બુટકોનું પૂજન થશે
ભુજ - કચ્છઉદય : ભુજના હાટકેશ અંબિકા મહિલા મંડળ, બાલ નવરાત્રી મંડળ અને સંસ્કૃત ગીતાજી કેન્દ્ર દ્વારા નવરાત્રીના પ્રથમ નોરતે તા.૧૧/૧૦ ના સાંજે ૬ઃ૩૦ કલાકે સંસ્કૃત પાઠશાળા ભુજ ખાતે ૧૦૧ કુમારીકા અને ૨૫ બટુકોને દૂધ પાણીથી પગ ધોઈ, કુમકુમ તિલક કરી ,પૂજન કરી અને લ્હાણી અપાશે. પ્રારંભમાં શક્રાદય પઠન, આરતી, સ્તુતિ બાલિકાના સંસ્કૃત ગરબા યોજાશે. શક્રાદય પઠન રોહિતભાઈ પાઠક, જયશ્રીબેન હાથી કરશે. ત્યારબાદ ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પાઠશાળાના સલાહકાર હર્ષદભાઈ ઠક્કર તેમજ શહેરના આગેવાનો અને વરિષ્ઠ નાગરિકો, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓના હસ્તે પૂજન - અર્ચન યોજાશે એવું સંસ્કૃત પાઠશાળાના મુખ્ય સંચાલક વિભાકરભાઈ અંતાણી અને જયશ્રીબેન હાથીએ જણાવ્યું હતું. બાલિકા અને બટુકોએ વાલી સાથે સાંજે નવરાત્રીના પ્રથમ નોરતે ૬ઃ૧૫ કલાકે સંસ્કૃત પાઠશાળા ભુજ ખાતે હાજર રહેવું તેમજ તે માટેના ટોકન તા.૧૦ના સાંજે વત્સલાબેન શુક્લ અને દર્શનાબેન મુન્સી પાસેથી લઈ જવાના રહેશે.
---------

Comments