Trending News
સ્થાનિક સમાચાર

માધાપર કરાઓકે ગીત-સંગીત સંગઠન ‘ગાતા રહે મેરા દિલ’ દ્વારા અબોલા જીવોના કલ્યાણ માટે કાર્યક્રમ યોજાયો

07 October



માધાપર - કચ્છઉદય : માધાપરનાં કરાઓકે ગીત સંગીત સંગઠનના ૨૭ જેટલા કલાકારોને લઈને ૫૦ જેટલા સુમધુર કંઠે ગીતો ભુજના સેવનસ્કાય હોલમાં રજુ કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં ભુજનાં જોરાવરસિંહજી રાઠોડ, શંકરભાઈ સચદે, અજીતભાઈ માનસતા, નવીનભાઈ આઈયા, જટુભા રાઠોડ, સપ્તરંગ સંસ્થાના ઝવેરીલાલ સોનેજી, રસિકભાઈ મકવાણા, ભરતભાઈ પ્રજાપતિ, પંકજભાઈ, શ્રી દહિસરિયા, ભુપેન્દ્રભાઈ મહેતા, રાજેશભાઈ જોષી, પંકજભાઈ યાદવ, અરવિંદભાઈ સિયાણી, પ્રદિપભાઇ ધીરવાણી, જીતુભાઈ સોની, કિરણભાઈ શાહે  અબોલા જીવોનાં કલ્યાણ માટે આર્થિક યોગદાન આપ્યું હતું. 
આ સંગઠન છેલ્લા પાંચ વર્ષથી સતત નિત્ય ગાય, કુતરા, ખિસકોલી, માછલીઓ, કીડીઓ અને પક્ષીઓ માટે ચણ - જળ માટે માધાપર ખાતે કાર્યરત છે. આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય  શંકરભાઈ સચદે, ઝવેરીલાલ સોનેજી, રસિકભાઈ મકવાણા, ધર્મેન્દ્રભાઈ જેસર તેમજ કિરણભાઈ શાહ, સંસ્થાનાં પ્રમુખ નીતિન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન શંકરભાઈ સચદે, અજીતભાઈ માનસતા, ઝવેરીલાલ સોનેજી તેમજ રસિકભાઈ મકવાણાએ કર્યું હતું.
અશોકભાઈ ધામેચા, અશોકભાઈ મંગરિયા, કિરણભાઈ શાહ, પ્રદિપભાઇ ધીરવાણી, જીતુભાઈ સોની, હરેશભાઈ સોની, નીતિનભાઈ પાઠક, દોલતભાઈ તેજવાણી, હેમાબેન તેજવાણી, જયાબેન તેજવાણી, જગદીશભાઈ તેજવાણી, જુલીબેન સોની, જીજ્ઞાબેન સાકરીયા, હેમંત દોશી, સંજયભાઈ ભટ્ટ, રશ્મિન ઠક્કર, રાજેશભાઈ જોષી, તરૂણ સોની, ભુપેન્દ્રભાઈ મહેતા, દિપેન હંશોરા, હર્ષદભાઈ દોશી, જીજ્ઞાબેન ડાભી, મહેન્દ્રભાઈ ગજ્જર, પૂજાબેન અયાચી, ભરત સોની, નીતિન પંડ્યાએ લયબદ્ધ ગાયકી વડે સૌ નિમંત્રિત દાતાઓનો હરખીલો તાળીઓનો પ્રતિસાદ મેળવ્યો હતો. આ સંગીતનાં માધ્યમ વડે નાણાં બચાવી અબોલા જીવોનાં કલ્યાણ માટે નિત્ય આહાર મળે એવાં શુભકાર્યને સફળતા અપાવવા માટે સંગઠન કમિટીના પંકજભાઈ દહિસરિયા, મહેશભાઈ ચાવડા, કિરણભાઈ શાહ, પ્રદિપભાઇ ધીરવાણી, જીતુભાઈ સોની, રાજેશભાઈ જોશી અને ભરત સોનીએ સહકાર આપ્યો હતો. આભારવિધિ મહેશભાઈ ચાવડાએ કરી હતી.
----------

Comments

COMMENT / REPLY FROM