સિનિયર સિટીઝન કાઉન્સીલ - કચ્છ દ્વારા યાત્રા પ્રવાસ યોજાયો
ભુજ - કચ્છઉદય : સિનિયર સિટીઝન કાઉન્સીલ - કચ્છ દ્વારા સંસ્થાના પ્રમુખ શશીકાંત ઠક્કર તથા હોદ્દેદારો, સભ્યોની હાજરીમાં યાત્રા પ્રવાસને પ્રસ્થાન કરાવાયું હતું. આ યાત્રામાં ૮૦ વડીલોએ ભાગ લીધો હતો. યાત્રાળુઓને રામેશ્વર મહાદેવ (પાલારા) મંદિર, રૂદ્રમાતા મંદિર, રૂદ્રાણી, કાળો ડુંગર જેવા ધાર્મિક સ્થળોએ દર્શન કરાવવામાં આવ્યા હતા તેમજ સાંજે રોડ ટુ હેવનની મુલાકાત લઈ અનેરો આનંદ માણવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી દિલીપ જોષી, ખજાનચી જયેન્દ્રસિંહ બી. જાડેજા, સહમંત્રી જ્યોતિબેન કોઠારી, ઓડિટર સબીકા બીબી પીર, ચંદ્રકાન્ત પી. જેઠી, એ.આર. જુમાણી, ગનુભા મકવાણા, કોકીલાબેન મહેતા, પ્રદિપ જોષી, દામજીભાઈ દરજી, કમલકાંત ભટ્ટ, સજ્જનસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, એ.કે. શેખ, દિલીપ ચોથાણી હાજર રહ્યા હતા. પ્રમુખે દરેક સભ્યો અને યાત્રિકોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
----------

Comments