Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણામાં ફર્નિચરની દુકાનમાં રાત્રે આગ લાગતા લાખો રૂપિયાનું ફર્નિચર ભસ્મિભૂત

04 October



માતાના મઢ, ભુજથી ફાયર બ્રિગેડની ટીમ મોડી રાત્રે પહોંચી આવતા પ્રભાતે પાંચ વાગ્યે આગ કાબુમાં આવી : સેવાભાવી, પોલીસ ઘટના સ્થળે તાબડતોબ પહોંચી : નખત્રાણામાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોતા લોકોમાં રોષ

નખત્રાણા - કચ્છ ઉદય : વથાણ ચોકમાં નરનારાયણ ફર્નિચરની દુકાન ધરાવતા વેપારી કેતન મોહનલાલ સોનીની માલિકીની દુકાનમાં રાત્રે ૧૧ વાગ્યે સોર્ટસર્કિટના લીધે ભયંકર આગ લાગતા લાકડાના પલંગ, સોફા સેટ, ગાદલા સહિતના ફર્નિચર આગમાં ભસ્મિભૂત થઈ ગયા હતા. અંદાજીત બેથી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયાના અહેવાલ છે. રાત્રે ૧ વાગ્યે આગે વિકરાળ સ્વરૂપ લેતા અફરાતફરી મચી જવા પામી હતી.  નગરપાલિકાના ચેરમેન ચંદનસિંહ રાઠોડ, હિરેન વ્યાસ, મનોજ રૈયાણી, ખૂશાલ મહેતા, આનંદ સોની, દીપેન જાની સહિત યુવા ટીમ તાકીદે ઘટના સ્થળે પહોંચી મદદરૂપ થયા હતા. હોમગાર્ડ જવાન સુરેશ જોષી ખુબ જ મહેનત કરી અંડર ગ્રાઉન્ડમાંથી સળગતું આગવાળુ ગાદલું જીવના જોખમે બહાર કાઢયું હતું. પાંચાણી ફાર્મના પાણીના ટેન્કરથી આગ બુઝાવવાનો પ્રયાસ થયો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુક્યું હતું. માતાના મઢ, ભુજથી તાકીદે ફાયર બ્રિગેડની ટીમ આવતા પ્રભાતે પાંચ વાગ્યે આગ કાબુમાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નખત્રાણા નગરપાલિકા હોવા છતા ફાયર બ્રિગેડની સુવિધા નથી. મેળા કે અન્ય મોટા લોક મેળામાં અન્ય જગ્યાએથી ઘટના સમયે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવું પડે છે. જેનાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ અને હોમગાર્ડઝના જવાનો પણ તાકીદે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM