પ્રધાનમંત્રી આવાસ યોજનાથી માંડવીના જાગૃતિબેનનું "ઘરનું ઘર" નું સપનું થયું સાકાર
ભુજ - કચ્છઉદય : કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ મધ્યમવર્ગના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ યોજનાઓ થકી સામાન્ય પરિવારોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. આવી જ એક મહત્વકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના, જે આવાસવિહોણા પરિવારોને પાકું મકાન આપી તેમના સપના સાકાર કરી રહી છે.આ યોજનાના લાભાર્થી છે કચ્છના માંડવીના જાગૃતિબેન પરમારનું પાકા આવાસનું વર્ષો જૂનું સપનું આજે હકીકત બન્યું છે. જાગૃતિબેન પરમારે જણાવ્યું હતું કે, ગામના આગેવાનો પાસેથી તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે માહિતી મળી હતી. આ યોજના હેઠળ પાકું મકાન બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે તે જાણીને તેમણે વધુ માર્ગદર્શન મેળવી આવાસ સહાય માટેનું ફોર્મ ભર્યું હતું. તેમની અરજી મંજૂર થતા જ સરકાર દ્વારા તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૩,૫૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવી. આ સહાયની રકમ અને પરિવારની થોડી બચત ભેગી કરીને જાગૃતિબેને પોતાનું પાકું અને મજબૂત મકાન બનાવ્યું છે.
આનંદની લાગણી વ્યક્ત કરતા જાગૃતિબેને જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી મારું ’ઘરનું ઘર’ અને ’પાક્કા ઘરનું’ સ્વપ્ન સાકાર થયું છે. આજે હું અને મારું કુટુંબ ખૂબ જ ખુશ છીએ. પાકા મકાનમાં રહેવા આવતા જીવનમાં મોટો બદલાવ આવ્યો છે."તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ માટે હું અને મારા કુટુંબીજનો વડાપ્રધાની નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
------

Comments